નાની પણ મહત્વની વાતો

(૧) ઘરના અરીસા તેમજ કાચને ચમકીલો કરવાના નુસખા
મીઠાના હુંફાળા પાણીમાં કપડું પલાળી તેનાથી અરીસો લુછવાથી ચમકી ઊઠશે.
સરકાને એક સ્પ્રે બોટલમાં ભરી જ્યારે પણ જરૂર લાગેત્યારે કાચ પર સ્પ્રે કરી કોરા સ્વસ્છ કપડાથી લૂછવું.
બેકિંદ સોડાને પાણીમાં ભેળવી આ મિશ્રણમાં સ્પંજ અથવા તો મુલાયમ કપડું બોળી કાચ સાફ કરવાથી તેના પરના ડાઘ ધાબા દૂર થતાં જ ચમકી ઊઠશે.
(૨) ઉપયોગી કેળાની છાલ
કેળું ખાધા પછી સામાન્ય રીત ેકેળાની છાલ ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ કેળાની છાલમાં સમાયેલા ગુણ ખાતર તરીકે કામ આવે છે. કેળાની છાલના ઝીણાં ટુકડા કરી તેને ખાતરમાં ભેળવી દેવું. થોડા દિવસો પછી આ ખાતરને છોડવામાં નાખવાથી ફાયદો થાય છે.
કેળાની છાલને ગરમ પાણીમાં ઉકાળી રાખી દેવી. બેઅઠવાડિયા પછી આ છાલ પાણીમાં મિક્સ થઇ ગઇ હશે. આપાનીને છોડવામાં નાખવાથી ફાયદો થાય છે.
(૩)વર્ષાઋુતુની સામાન્ય બીમારીઓથી બચાવતા ખાદ્યપદાર્થો
ચોમાસા દરમિયાન ઊધરસ, શરદીની તકલીફ સામાન્ય થઇ જાય છે. વાતાવરણમાં વધુ પડતા ભેજના પ્રમાણ, પાણીમાં બેકટેરિયા અને વાયરસ થતા હોવાથી પેટની તકલીફો થતી હોય છે.
તુલસી
તુલસને આર્યુવેદમાં ઔષધીઓની રાણી કહેવામાં આવે છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઇન્ફેમેટરી ગુણ હોય છે.
તુલસીના તાજા પનાનને ચાવીને ખાવાથી અથવા તો ચા ઉપરાંત પાણીમાં ઉકાળીન પીવાથી ફાયદો થાય છે.
આદુ
આદુ એક કુદરતી દર્દનાશક ખાદ્યપદાર્થ છે. તેના સેવનથી શરીરમાં સોજો ઓછો થાય છે. તેમજ ઇન્યૂન સેલ્સને સક્રિય કરવામાં મદદ કરે છે.
વાનગીમાં આદુ ઉમેરવાથી ફાયદો થાય છે. તેમજ ચા અથવા પાણીમાં આદુ ભેળવી પીવાથી ઇમ્યુનિટી વધે છે.
મરી
મરીમાં પાઇપરિન નામનો કમ્પાઉન્ડ સમાયેલો છે. જે એન્ટી બેકટેરિયલ હોવાની સાથેસાથે એન્ટી ઓક્સીડન્ટસ પણ પ્રચુર માત્રામાં સમયેલા હોય છે. મરીને મસાલા તરીકે, સુપમાં તેમજ સલાડમાં ભભરાવીને ખાવું.
મીઠો લીમડો
મીઠા લીમડો વાનગીમાં ફક્ત સ્વાદ જ વધારત ોનથી પરંતુ તે એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. તેમાં સમાયેલા કેરોટીનોયડસ ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. મીઠા લીમડાને વાનગીમાં સામેલ કરવાથી સ્વાદ વધવાની સાથે પોષણ પણ આપે છે.
લીંબુ
લીંબુમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેના સેવનથી વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા વધે છે. જે સંક્રમણ સામે લડવા માટે અનિવાર્ય છે.
લીંબુને વાનગી તેમજ ચા, સલાડ અને હુંફાળા પાણીમાં ભેળવીને નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે.
- મીનાક્ષી તિવારી




