Sahiyar
સહિયર સમીક્ષા
By GS Team
13 Jul 20263 mins read
મણિનગરના 40 વર્ષીય મહિલાએ ગર્ભાશયના ઓપરેશન બાદ સેક્સ પ્રત્યે રુચિ ગુમાવી છે, જેનાથી પતિ છોડી દેવાની ધમકી આપે છે. ડોક્ટરોના મતે, જો ઓવરીઝ પણ કાઢી હોય તો હોર્મોનલ ઉણપ હોઈ શકે છે. ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવાથી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સમસ્યા હલ થઈ શકે છે. ચિંતા કર્યા વિના તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
મણિનગરના 40 વર્ષીય મહિલાએ ગર્ભાશયના ઓપરેશન બાદ સેક્સ પ્રત્યે રુચિ ગુમાવી છે, જેનાથી પતિ છોડી દેવાની ધમકી આપે છે. ડોક્ટરોના મતે, જો ઓવરીઝ પણ કાઢી હોય તો હોર્મોનલ ઉણપ હોઈ શકે છે. ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવાથી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા સમસ્યા હલ થઈ શકે છે. ચિંતા કર્યા વિના તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે ?
હું ૪૦ વર્ષની છું. અમને બે સંતાન છે. કેટલાક વર્ષ પૂર્વે મારું ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન થયું હતું. આ પછી સેક્સમાંથી મારી રૂચિ ઘટવા માંડી હતી અને હવે તો મને સેક્સમાં જરા પણ રસ નથી. આ કારણે મારા પતિ મને છોડી દેવાની ધમકી આપે છે. મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.
એક મહિલા (મણિનગર) - ગર્ભાશય સાથે તમારી બન્ને ઓવરીઓ પણ કાઢી નાખવામાં આવી હોય તો શરીરમાં સેક્સ હાર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થઈ શકે છે. આવામાં હાર્મોન રિપ્લેસમેન્ટ થિયરીથી ફાયદો થઈ શકે છે. આ મારે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે. તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે. ચિંતા કરવાની જરૂર નથી. તમારા ફેમિલિ ડોક્ટર પાસેથી કોઈ નિષ્ણાતનું નામ લઈ તેમનો સંપર્ક કરો. સમય ગુમાવતા નહીં.
હું ૨૦ વર્ષની છું. છેલ્લા બે-ત્રણ વરસથી મને યુરિન પસાર કર્યાં પછી યુરિનના ટીપા ટપક્યા કરે છે અને ઘણી વાર યુરિન પસાર કરતી વખતે બળતરા પણ થાય છે. શું ભવિષ્યમાં આની અસર મારા લગ્નજીવન પર પડવાની શક્યતા છે?
એક યુવતી (મુંબઈ) - આટલા વર્ષ સુધી તમે બેસી કેમ રહ્યા એ જ સમજાતું નથી. હવે સમય ગુમાવ્યા વગર કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડૉક્ટરો યુરિન કલ્ચર અને સેન્સિવિટી જેવી કેટલીક ટેસ્ટ કરાવવાની સલાહ આપશે. જેને કારણે યોનિમાં ઇન્ફેકશનની જાણ થઈ જશે અને ઉચિત દવા લેવાથી જલદી ફાયદો થઈ જશે. આની તમારા લગ્ન જીવન પર કોઈ અસર થવાથી નથી. આવી આ ચિંતા છોડી તમારો ઉપચાર કરવો અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લો. બધુ ઠીક થઈ જશે.
હું ૧૯ વર્ષનો છું. નાનપણમાં મેં મારા દાંતની કાળજી લીધી નહોતી. હવે મને આનું મહત્ત્વ સમજાયું છે. તો શું હવે બગડેલી બાજી સુધરી શકે છે? આ મારે માટે શું કરવું એની સલાહ આપશો?
એક યુવક (મુંબઈ) - તમારી સમસ્યા ગંભીર નથી જેનું સમાધાન થઈ શકે નહીં. મોડે મોડે પણ તમને તમારા દાંતનું મહત્ત્વ સમજાયું એ વાત સારી છે. આથી હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને કોઈ સારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને તેમની સલાહને અનુસરો. તેમની સારવાર આર્થિક રીતે પરવડે તેમ હોય નહીં તો તમે કોઈ સરકારી હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આ સારવાર લઈ શકો છો. ચિંતા કરવાની જરૂર નથી.
હું ૧૬ વરસની છું. મારી ઊંચાઈ પ ફૂટ છ ઇંચ છે. મારું વજન ૮૪ કિલો છે. મારે બે મહિનામાં વજન ઉતારવું છે યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (સુરત) - વજન ઉતારવા માટે કોઈ શોર્ટ કટ નથી બે મહિનામાં વજન ઉતારવું એ આસાન કામ નથી. વજન ઉતારવા માટે તમારે એક્ટિવ જીવન જીવવાની જરૂરી છે. બેઠાડું જીવન જીવતા હો તો વ્યાયામ કરો તેમજ ચાલવાનું રાખો. આ ઉપરાંત ઘરના કામ જાતે કરો. તમારી જાતને વધુ પડતો શ્રમ આપવો નહીં. કોઈ વ્યાયામ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આહારમાંથી ચરબીજન્ય પદાર્થો ઓછા કરો. રોજ અંદાજે ૧,૨૦૦ કેલેરી જેટલો જ આહાર લેવાય એ બાબતની ખાતરી રાખો. ગળી, તળેલી વાનગીઓનં પ્રમાણ ઓછું કરો અને દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. જોઈતું પરિણામ મળ્યા પછી પણ ડાયેટ અને વ્યાયામ ચાલુ રાખો.
પ્રશ્નઃ કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે?
ઉત્તરઃ આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સેક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે. - નયના




