Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
27 Jul 20264 mins read
સહિયર સમીક્ષા
  • હું એક યુવકને પસંદ કરું છું. તે પણ મને પસંદ કરે છે. અમે એકબીજાને મળીએ છીએ. અમારે લગ્ન કરવા છે. આ યુવક સ્વભાવે અને ચાલચલગતે સારો છે.

હું ૧૯ વર્ષની છું. કોલેજમાં ભણું છું. હું મારા મમ્મી-પપ્પાની એકની એક દીકરી છું. મારામાતા-પિતા સારા છે. પણ મારી મમ્મી જરા કડક છે. હું એક યુવકને પસંદ કરું છું. તે પણ મને પસંદ કરે છે. અમે એકબીજાને મળીએ છીએ. અમારે લગ્ન કરવા છે. આ યુવક સ્વભાવે અને ચાલચલગતે સારો છે. અને અમારી જ જ્ઞાતિનો છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)

  • હમણાં આ બધી મૂંઝવણ બાજુ પર મુકી ભણવામાં ધ્યાન આપો. આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં. આ ઉંમરે નાદાનીમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે. હમણા માત્ર મૈત્રીસંબંધ રાખો. આ યુવકને પણ ભણી-ગણી સારી કારકિર્દી બનાવી તેના પગ પર ઊભો રહેવા દો. મોંઘવારીના આ જમાનામાં પતિ- પત્ની બંને એ કમાવું પડે છે. આથી બંને યોગ્ય કારકિર્દી બનાવી લો પછી જ લગ્નનો વિચાર કરજો. આ પછી તમને લાગે કે તમે બંને એકબીજા માટે યોગ્ય છો તો તમારા મમ્મી-પપ્પાને વાત કરો. આ યુવક તમારી જ્ઞાતિનો જ છે અને તમારા મમ્મી-પપ્પા ને ઘર અને વર યોગ્ય લાગશે તો તમને લગ્ન કરવાની જરૂર મંજુરી આપશે.
    હું ૨૩ વર્ષની યુવતી છું. મારા લગ્નને નવ મહિના થયા છે. લગ્નના પ્રથમ દિવસે જ મને માસિક આવ્યું હોવાથી મારા પતિએ કોન્ડેમ વાપરી હતી. એક મહિના અને ચાર દિવસ પછી મેં માસિક આવે એવી ગોળી ખાધી હતી અને ચાર-પાંચ દિવસ પછી મનોચિકિત્સક સ્ત્રાવ શરૂ થયો હતો. ડોક્ટરે મારા પતિને બ્લડ ટેસ્ટ કરાવવા કહ્યું છે પણ તેઓ તૈયાર નથી. મારે જલ્દી સંતાન જોઈએ છે. શું રોજ સંભોગ કરવાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે? યોગ્ય માર્ગદર્શન આપશો.
    એક યુવતી (અમદાવાદ)
  • તમે સંભોગ દરમિયાન જેલી કે ચિકણો પદાર્થ વાપરતા હો તો શુક્રજંતુની ગતિ મંદ થવાની કે ગતિહીન થવાની શક્યતા છે. આમ પણ માસિક દરમિયાન સંભોગ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા નહીંવત છે. ગર્ભ રહે એ માટેનો સારો સમય સ્ત્રીબીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યારનો છે એ સમયે ૨૪ થી ૪૮ કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે. અત્યારે સોનોગ્રાફીની મદદથી ઈંડુ ક્યારે નીકળ્યું એ સમય જાણી શકાયછે. આ માટે તમારે કોઈ સારા ગાયનેકની મદદ લેવી પડશે. સાધારણ રીતે માસિક આવી જાય પછી એક અઠવાડિયા પછી ઈંડુ નીકળવાનો સમય છે. એટલે માસિક આવી જાય અને એનુ એક અઠવાડિયું છોૈડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવા પછી સ્ત્રી પોતાના ઘુંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ જ સ્થિતિમાં વધુ રહે છે. સંભોગ પછી યોનિમાંથી થોેડું ઘણું વીર્ય બહાર નીકળવું સ્વાભાવિક છે આથી સંભોગ પછી પાણી નીકળે તેમાં ડરવાની જરૂર નથી. પરંતુ પ્રવાહી સ્ત્રાવ થાય છે એ બદ્લ ડોક્ટરની સલાહ લો. તમારા પતિને બ્લડ ટેસ્ટ લેવા સમજાવો એમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. અને તમે ઈચ્છો તો આ વાત તમારા બંને સિવાય. કોઈ જાણી શકશે નહીં. ગર્ભ રહે એ આપણા હાથમાં નથી. આપણે પ્રયત્નો કરવાના છે બાકી ઈશ્વર પર છોડી દેવાનું કેટલાકને લગ્ન પછી ઘણા વર્ષો બાદ ગર્ભ રહે છે. સારા ગાયનેકની સલાહ લેતા ગભરાવ નહીં.
    હું ૨૧ વર્ષની છું. મને એક ૨૪ વર્ષના યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ. છ મહિના પછી મારા પ્રેમીનું ભણવાનું પૂરું થશે. તેની લાઈન સારી હોવાથી તેને સારી નોકરી મળશે એવી મને આશા છે. મારા પ્રેમીના ઘરના લોકો આ સંબંધ માટે રાજી છે પરંતુ અમારી જ્ઞાતિ અલગ હોવાથી મારા મમ્મી-પપ્પા આ સંબંધ માટે રાજી નથી. હવે મારા પ્રેમીના ઘરવાળા મને ભાગીને લગ્ન કરવાનું કહે છે પરંતુ પપ્પાની આબરું જાય એ માટે હું તૈયાર નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. અમારો પ્રેમ પવિત્ર છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી.
    એક યુવતી (વિદ્યાનગર)
  • તમારા પ્રેમીને નોકરી ન મળે એ પૂર્વે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો. તમારા પરિવારનો કોઈ વડીલને તમારા મમ્મી-પપ્પાને સમજાવવા કહો. માતા-પિતાની મરજીથી લગ્ન કરો. તમે બંને મક્કમ હશો અને છોકરો બધી રીતે સારો હશે તો આજે નહિં તો કાલે તમારા વડીલો જરૂર તૈયાર થશે. આજકાલ જ્ઞાતિ ભેદ લુપ્ત થઈ ગયા છે. કોઈ વડીલ મધ્યસ્થી કરશે તો જરૂર રાજી થશે. આમ છતાં પણ તેઓ ન માને તો આસપાસની પરિસ્થિતિનો વિચાર કરી વડીલોની સલાહ લઈ તેમ જ ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેજો. નાદાનીમાં અને લાગણીના વહેણમાં તણાઈ નિર્ણય લેતા નહીં.
  • નયના