Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
31 Aug 20263 mins read
સહિયર સમીક્ષા
  • મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી.

હું ૨૧ વરસનો છું. મારું શિશ્ન વાંકુ અને પાતળું છે. મને શંકા છે કે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ નહીં. તેમજ હું પિતા બની શકીશ નહીં. લિંગ સીધો અને જાડો કરવો હોય તો કઈ દવા લેવી?
એક યુવક (અમદાવાદ)

  • શિશ્ન થોડું વાંકુ હોય તો યોનિ પ્રવેશમાં કોઈ તકલીફ પડતી નથી. યોનિ પ્રવેશ વખતે તકલીફ પડતી હોય કે દરદ થતું હોય તો ડૉક્ટરની સલાહની આવશ્યકતા છે. લિંગ પાતળું હોય તો એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યોનિમાર્ગ જેટલી જાડાઈવાળી વસ્તુનો એમાં પ્રવેશ થાય એટલો જ ખૂલે છે. યોનિમાર્ગ સ્થિતિ સ્થાપક છે. અને પિતા બનવા કે સેક્સનો આનંદ મેળવવામાં આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. દવાનો પ્રશ્ન છે તો આવી દવા કામ લાગતી નથી. એનો કોઈ ફાયદો થતો નથી. આથી આવી લોભામણી જાહેરખબરોથી દૂર રહેવાની સલાહ છે.
    હું ૨૧ વરસની છું. મારી સગાઈને સાત મહિના થયા છે. મારા પતિનો ભાઈ ૧૯ વરસનો છે. તેમજ મારી બહેન પણ ૧૯ વરસની છે. આ બન્ને વચ્ચે પ્રેમ છે અને તેમણે શારીરિક સંબંધો પણ બાંધ્યા છે. મારા પતિને આની જાણ નથી. તો મારે તેમને સાથ આપવો જોઈએ કે નહીં? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
    એક યુવતી (ધ્રાફા)
  • તમારા દિયર અને તમારી બહેનની ઉંમર હજુ ઘણી નાની છે. શું તેઓ લગ્ન કરવા માગે છે? લગ્ન પૂર્વે શારીરિક સંબંધ રાખવાથી મુશ્કેલી થઈ શકે છે. ગર્ભ નિરોધક સાધન વિના સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા છે. આમ થશે તો તમારી બહેન મુશ્કેલીમાં મૂકાઈ જશે. એ બન્ને ગંભીર હોય તો તમારા દિયરને તમારા પતિ અને પરિવારને વાત કરવાનું કહો અને તેમના લગ્ન કરાવી આપો ત્યાં સુધી આ બન્નેને આગળ નહીં વધવાની સલાહ આપો. ગલત વસ્તુમાં તેમને સાથ આપો નહીં. હા, તેમને લગ્ન કરવા હોય તો તમારા પરિવારને કહીને તેમના લગ્ન થાય એવો પ્રયાસ કરો.
    હું ૨૧ વર્ષની છું. મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. અમારા સંબંધને મારા પરિવારની મંજુરી મળે એ માટે મારે શું કરવું? અમારું કોઈ ભવિષ્ય હોય એમ તમને લાગે છે?
    એક યુવતી (મુંબઈ)
  • ના, તમારું કોઈ ભવિષ્ય નથી. શું તમે બીવી નંબર બે બનવા તૈયાર છો કે પછી તમારો પ્રેમી એની પ્રથમ પત્નીથી છૂટાછેડા લેવાનો છે? અને આમ પણ કોઈના સુખી સંસારમાં આગ લગાડવાથી દૂર રહો. તમારે કારણે કોઈનો સંસાર બગડે એ તમને ઠીક લાગે છે? અને તમારો પ્રેમી તેની પત્નીને છોડવા તૈયાર ન હોય તો તમારા લગ્ન કાયદેસર ગણાશે નહીં. આ ઉપરાંત શું તમને ખાતરી છે કે એ તમને ખરેખર પ્રેમ કરે છે કે તમારી લાગણીનો ગેરલાભ લઈ તમારી સાથે ટાઈમ પાસ કરી પોતાની વાસના સંતોષી રહ્યો છે? નાદાન યુવતીને પોતાની જાળમાં ફસાવનારા વાસના ભૂખ્યાં વરૂઓનો કોઈ તોટો નથી.
    હું ૧૭ વરસની છું. મને ૨૦ વરસના એક યુવક સાથે પ્રેમ છે. અમે એક વરસ સુધી સાથે હતા એ પછી તારામાં રસ નથી એમ કહી એ મને છોડી ગયો હતો. છ મહિના પછી તે પાછો આવ્યો અને પાછો છોડીને જતો રહ્યો. અમારી મૈત્રી હતી ત્યારે અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો. આ કારણે હું ઘણી અપસેટ છું અને અભ્યાસ પર પણ ધ્યાન આપી શકતી નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
    એક યુવતી (ગુજરાત)
  • તમારે થોડી બુદ્ધિ વાપરી એ છોકરાથી દૂર રહેવાનું છે. શું તમે એટલા મુર્ખા છો કે એ છોકરો તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે એ પણ સમજતા નથી. હવે ભૂતકાળ પાછળ મૂકી તમારી જિંદગીમાં આગળ વધો અને એ છોકરા સાથેના તમામ સંપર્ક કાપી નાખો. અને સારું ભવિષ્ય બનાવી કોઈ સારો સાથી શોધી લો. તમને અન્ય કરતા પણ સારા યુવાનની જરૂર છે. આ છોકરો તમારે યોગ્ય નથી.
  • નયના