Sahiyar

હેર ડાઇ લગાડતી વખતે ચહેરા પર લાગી જતાં ડાઘ દૂર કરવાના ઉપાય

By GS Team
28 Sep 20262 mins read
હેર ડાઇ લગાડતી વખતે ચહેરા પર લાગી જતાં ડાઘ દૂર કરવાના ઉપાય

વાળને રંગ કરવા માટે હેર ડાઇનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં ઘણી વખત કપાળ પર કે ચહેરા પર તેના કાળા ડાઘ પડી જતા હોય છે. હેર ડાઇના આ ડાઘા દૂર કરવા માટે વિવધ ઉપાય કરવાથી સરળતાથી નીકળી જાય છે.
મોઇશ્ચરાઇઝર
વાળ પર ડાઇ લગાડવાની શરૂઆત કરતા પહેલા હેયરલાઇન અને ગરદનના પાછલા હિસ્સાની આસપાસ મોઇશ્ચરાઇઝર લગાડી દેવું જેથી ડાઘ પડવાની શક્યતા ઓછી રહે છે.
વેસલીન અથવા કંડિશનર
હેર કલર લગાડતા પહેલા કપાળ તેમજ ચહેરાની આસપાસ વેસલીન અથવા કંડિશનર લગાડી દેવું. જેથી ડાઇ ત્વચાના સીધા સંપર્કમાં આવતા રોકે છે. આ પછી તેને સરળતાથી લૂછી પણ શકાય છે.
સરકો
સરકાને કોટનના એક સ્વચ્છ કપડા અથવા તો કોટન બોલ પર લઇ ડાઘ પર લગાડવું.સરકાથી ત્વચા પર બળતરા થતી હોવાથી સંવેદનશીલ ત્વચાવાળાએ લગાડવું નહીં.
બેકિંગ સોડા અને શેમ્પૂ
એક નાનો ચમચો બેકિંગ સોડા અને એક નાનો ચમચો શેમ્પૂ ભેળળી પ્રભાવિત જગ્યા પર લગાડી એક-બે મિનીટ ગોળાકાર રીતે રગડીને પાણીથી ધોઇ નાખવું.
ઓલિવ ઓઇલ અથવા કોપરેલ
ઓલિવ ઓઇલ અથવા તો કોપરેલના થોડા ટીપાં રાતના ડાઘા પર લગાડી રહેવા દેવું.તેમાં બેબી ઓઇલ પણ ભેળળી શકાય, સવારે ધોઇ નાખવું.
ટૂથ પેસ્ટ
નોન-જેલ એટલે કે સફેદ ટૂથપેસ્ટ અથવા તોબેકિંગ સોડાવાળી ટૂથપેસ્ટ લેવી. ડાઘ પડયા હોય તે સ્થાન પર હળવા હાથે રગડી ધોઇ નાખવું.
મેકઅપ રિમૂવર અથવા આલ્કોહોલ
કોટન પેડ પર મેકઅપ રિમૂવર અથવા તો આલ્કોહોલથી રગડીને થોડી વાર રહેવા દઇ ધોઇ નાખવું.
બેકિંગ સોડા અને ડિશ સોપ
બેકી સોડા અનેડિશ સોપનું મિશ્રણ જલદી ્સર કરે છે. બન્નેને ભેળવી પેસ્ટ બનાવીને ડાઘ પર લગાડી હળવા હાથે રગડીને ધોઇ નાખવું.
લીંબુનો રસ
લીબુના રસમાં કુદરતી એસિડિટી ડાઇના ડાઘ દૂર કરવાનો ગુણ હોય છે. લીંબુના એક ટુકડાને ડાઘ પર રગડવો અથવા તો લીબુના રસને પ્રભાવિત સ્થાન પરલગાડીને થોડી વાર રહીને ધોઇ નાખવું,
નેલ પોલિશ રિમૂવર
નેલ પોલીશ રિમૂવરને ડાઘ પરલગાડી ધોઇ નાખીને મોઇશ્ચરાઇઝર તરત જ લગાડવું. જોકે તેની પ્રકૃતિ હાર્શ હોવાથી તેનો ઉપયોગ ઓછો કરવો.

  • જયવિકા આશર