ઘરને ખુશબૂદાર બનાવો

વ્યવસ્થિત ઘરની ઓળખ તેની સુંદરતાની સાથે જ તેના દરેક ખૂણામાંથી આવતી ખુશબૂથી પણ થાય છે. જે રીતે ઘરની સાજસજાવટ તેને સુંદર બનાવે છે, તે જ રીતે ઘરની સાજસજાવટ તેને સુંદર બનાવે છે, તે જ રીતે તેને સુવાસિત બનાવવા માટે પણ કેટલીય કાળજી લેવાની જરૂર પડે છે. કોઈ ધૂપ અને અગરબત્તી જેવા દેશી ઉપાયથી ઘરને મહેકતું બનાવવાની કવાયત કરે છે, તો કોઈ રૂમ ફ્રેશનર જેવાં ઉત્પાદનો પર વિશ્વાસ મૂકે છે, પરંતુ તેમાંથી કોઈપણ ઉત્પાદનની ખૂશબુ વધારે સમય સુધી ટકી શકતી નથી.
ખુશબૂ વધારે સમય સુધી રહે અને ઘર મહેકતુ રહે તે માટે આજકાલ બજારમાં ઓટોમેટિક પદ્ધતિથી ચાલતા એવા ઉત્પાદન મળે છે, જેનાથી ઘરને હંમેશાં મહેકતું રાખી શકાય છે. આ ઉત્પાદનોમાંથી એઅરવિક ફ્રેશમેટિક છે, જેની ઓટોમેટિક ફ્રેગરેન્સ ટેકનિકથી ઘર મહેકતું રહે છે.
જુદી જુદી ખૂશબુ
બજારમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસવાળ એવા કેટલાય ઉત્પાદન મળે છે, જેમાં સુગંધીદાર રીફિલ લગાવીને હંમેશાં જુદી જુદી સુગંધનો આનંદ માણી શકાય છે.
મહત્ત્વની વાત એ છે કે આ ડિવાઈસોમાં ટાઈમર સેટ કરવામાં આવે છે. ટાણીમરની મદદથી ડિવાઈસમાં થોડીથોડી વારમાં ફ્રેગનેંસ નીકળતી રહે છે. આ ડિવાઈસ કોઈપણ સામાન્ય રૂમ ફ્રેશનરની સરખામણીમાં વધારે દિવસ ચાલે છે.
શું છે ખાસ
- આધુનિક ડિવાઈસ ઘરના કોઈપણ ખૂણા કે દીવાલ પર સહેલાઈથી લગાવી શકાય
- આધુનિક દેખાતા આ ડિવાઈસોને સજાવટ તરીકે પણ સજાવી શકાય છે, જે રીતે ઘરમાં અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમને સજાવવામાં આવે છે.
- આ જુદી જુદી ફ્રેગરેન્સ બજારમાં ઉપલબ્ધ છે. તમે જુદી જુદી સુગંધને દિવસમાં જુદા- જુદા સમયે અને તમારા મૂડ પ્રમાણે જ્યારે ઈચ્છો ઉપયોગમાં લઈ શકો છો.
સવારના સમયે ચંદનની સુગંધવાળી રીફિલને ડિવાઈસમાં ઈનસર્ટ કરી શકો છો, તો સાંજના સમયે લેવેંડરની સુગંધથી તમારા મનને રિલેક્સ કરી શકો છો. જો તમારો મૂડ રોમાન્સનો છે, તો ગુલાબની સુગંધવાળી રિફિલનો ઉપયોગ કરીને વાતાવરણમાં રોમાન્સ ઉમેરી શકો છો. - આ ડિવાઈસમાં તમારે તમારી ઈચ્છા મુજબ ફ્રેગરેંસ લેવલ પણ સેટ કરી શકો છો.
ઘરનો ખૂણે ખૂણો મહેકે
લિવિંગ રૂમ : આ જ એ જગ્યા છે જ્યાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ રૂમની સાજમજાવટની સાથેસાથે તે મહેકતો હોય તે જરૂરી છે.
બેડરૂમ : આખા દિવસના થાક પછી ઘરે આવો ત્યારે બેડરૂમમાં એવી સુગંધ આવતી હોય, જેનાથી મગજને શાંતિ મળે તો મજા આવી જાય છે.
બાથરૂમ : બાથરૂમ સ્વચ્છ હોવાની સાથે જ સુગંધિત હોય તે પણ ખૂબ જરૂરી છે. જો બાથરૂમમાં દુર્ગંધ આવે તો પૂરો દિવસ ખરાબ જાય છે, કારણ કે દિવસની શરૂઆત બાથરૂમથી જ કરવામાં આવે છે.
કિચન : એમ તો કિચન ખોરાકની સુગંધથી મહેકતું રહે છે, પરંતુ સિંક અને ડસ્ટબિનની દુર્ગંધ પરેશાન કરે છે, જેને દૂર કરવામાં આ ડિવાઈસ મદદરૂમ છે,
ઘરને સુગંધિત કરતા આ ઉત્પાદનોમાં તમારી પસંદગીને ઘ્યાનમાં રાખીને કેટલીય સુગંધ ઉપલબ્ધ છે, જે તમારા ઘરને સુગંધિત રાખવાની સાથે જ તમને પણ રિલેક્સ રાખશે. આ સુગંધમાં લેવેંડર, સેન્ડલ, જેસમિન, રોઝ, લેમન ગાર્ડન જેવી કેટલીય સુગંધ સામેલ છે.
તો આમાંથી તમારી મનપસંદ ખુશબૂને પસંદ કરો અને મહેકાવો તમારા ઘરનો ખૂણે ખૂણો.




