Sahiyar

ચોમાસામાં ઘરે બનાવો ફેસપેક

By GS Team
10 Aug 20262 mins read
ચોમાસામાં ઘરે બનાવો ફેસપેક
  • વર્ષાઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતાં ત્વચા તૈલીય અને નિસ્તેજ થવાની સમસ્યા સામાન્ય થઇ જાય છે. આ તકલીફને દૂરકરવા માટે ઘરગત્થુ ફેસપેકના ઉપયોગ સહાયક બને છે. આ વિવધ પ્રકારના ફેસ પેક ત્વચાને સ્વચ્છ, મુલાયમ અને ફ્રેશ રાખે છે. તેમજ ત્વચાના પીએચને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

ઓટ્સ અને દહીં અને મધનો પેક
ઓટસ, દહીં અને મધને ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર ૧૫-૨૦ મિનીટ લગાડી રાખવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. આ પેક ત્વચા પરથી ધારાના તેલને દૂરકરીને સ્કિનને મુલાયમ રાખવામાં મદદ કરે છે.
બેસન અને ગુલાબજળ
બેસન, હળદર, લીંબુનો રસ અને ગુલાબજળ ભેળળીને પેસ્ટ બનાવી ૧૫ મિનીટ સુધી ત્વચા પર લગાડી રાખીને ધોઇ નાખવું. આ પેકથી ત્વચા સ્વચ્છ થાય છે અને ખીલની સમસ્યા ઓછી થાય છે.
મધ અને ટી ટ્રી ઓઇલ
મધમાં લવન્ડર અને ટી ટ્રી એસેન્શિયલઓઇલના થોડા ટીપાં ભેળવી ૧૦ મિનીટ સુધી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થાય છે અને ખીલની સમસ્યા ઓછી થાય છે.
ચંદન અને હળદર
ચંદન પાવડરમાં હળદર અને ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. તે ત્વચાને ઠંડક આપવાની સાથેસાથે ત્વચા પરના વધારાના તેલને દૂર કરવામાં મદદ કરે છે.
લીંબુ અને મધ
લીંબુના રસમાં મધ ભેળવીને પેસ્ટ બનાવી ૧૦ મિનીટ સુધી ચહેરા પર લગાડી રાખી ધોઇ નાખવું. આ પેસ્ટ ત્વચાના પીએચ સંતુલિત કરવાઅને કુદરતી નિખાર જાળવી રાખવામાં મદદ કરે છે.
સફરજનનો પેક
સામાન્ય ત્વચા માટે સફરજનનો પેક ઉત્તમ છે. અડધા સફરજનના ગરમાં બે કપ દૂધ અને એક નાની ચમચી સાકર ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૧૦ મિનીટ પછી ધોઇ નાખવું.
કેળાનો પેક
કેળાનો પેક ચહેરા પરના બંધ રોમછિદ્રોને ઓપન કરે છે અને સાથેસાથે સ્કિનને એક્સફોલિએટ કરે છે.
એક પાકા કેળાને છુંદી તેમાં એક ચમચો મધ અને પા ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા ૧૫ મિનીટ સુધી લગાડી રાખીને ધોઇ નાખવું. સંવેદનશીલ ત્વચા હોય તો લીંબુના રસનો ઉપયોગ કરવો નહીં.
મધ-દહીં અને કોપરેલ
એક બાઉલમાં બે ચમચા દહીં,એક ચમચો મધ અને બે ટીપાં કોપરેલના ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર ૧૦-૧૫ મિનીટ રાખવું. હળવા કિલ્નઝરથી ચહેરાને સ્વચ્છ કરવો.

  • મીનાક્ષી તિવારી