Magazines

સારા સ્વાસ્થ્ય માટે મશરૂમની વાનગીઓ ખાવાનું રાખો

By GS Team
23 Feb 20212 mins read
This article was originally published on 23 Feb 2021
સારા સ્વાસ્થ્ય માટે મશરૂમની વાનગીઓ ખાવાનું રાખો

શહેરોમાં  વસતા મોટાભાગના લોકોમાં વિટામીન 'ડી' ની કમી  જોવા મળે છે. આમ તો સવારનો કુમળો તડકો વિટામી  'ડી' નો સૌથી હાથવગો  અને  મોટો સ્ત્રોત  છે પણ શહેરની  દોડધામ  વચ્ચે  કુમળો તડકો લેવાનું બહુ ઓછા લોકો માટે શક્ય હોય છે.  જો કે, એમાં નાસીપાસ  થવાની  જરૂર નથી.  એટલા માટે કે એક નવા અભ્યાસમાં  એવું જાણવા મળ્યું  છે કે મશરૂમમાં  પણ સારા એવા પ્રમાણમાં  વિટામીન 'ડી'  હોય છે. જેમને  મશરૂમની  વાનગીઓ  ભાવતી હોય એમના માટે  આ સારા સમાચાર છે. અભ્યાસ  તો ત્યાં સુધી કહે છે કે ડાયટમાં મશરૂમ  સામેલ કરવાથી  વિટામીન 'ડી'  ઉપરાંત  શરીરને બીજા પણ ઘણાં  સૂક્ષ્મ  પોષક તત્ત્વો  મળે છે.

ઉક્ત  અભ્યાસ  માટે અમેરિકાની  મશરૂમ કાઉન્સિલે  ફંડ આપ્યું હતું.  યુએસની  મશરૂમ કાઉન્સિલના ન્યુટ્રિશન રિસર્ચ  કોઓર્ડિનેટર મેરી  જો . ફીને '   કહે  છે કે આપણે  પહેલેથી  જાણીએ છીએ  કે ભોજનમાં  મશરૂમ  સામેલ કરવાથી  શરીરની  પોષણ  માટેની  ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે. જમવામાં  ફક્ત ૮૪ ગ્રામ મશરૂમ લઈએ તો પોટેશિયમ  અને ફાઈબર  જેવા ઘણાં પોષક તત્ત્વોની ઉણપ શરીરને વર્તાતી નથી.  પોતાના ડાયટને  લીધે કેલેરી કે ફેટ ન વધે એ માટે સજાગ  રહેતાં લોકો માટે પણ મશરૂમ (બિલાડીના ટોપ)  આશીર્વાદરૂપ છે. મશરૂમની  વાનગી ખાવાથી કેલેરી, સોડિયમ કે ફેટમાં  બિલ્કુલ વધારો નથી થતો એમ  સંશોધનમાં  જાણવા મળ્યું છે. વ્હાઈટ,  ફેમિના અને પોર્ટા બેલા મશરૂમના  ૧-૧-૧ નંગ લઈને બનાવાયેલી  અથવા ઓયસ્ટર મશરૂમની વાનગી ખાવાથી  શરીરમાંની  પોષણની  ઘણી બધી ઉણપો ભરી શકાય છે.

સંશોધકોએ   ૯ થી ૧૮ વર્ષ અને ૧૯ વર્ષ ઉપરના  લોકોના બે જૂથ પાડી એમના પર  મશરૂમના  ડાયટની  અસરનો અભ્યાસ  કર્યો હતો. બંને જુથોએ  મશરૂમની ૮૪ ગ્રામ અથવા અડધા કપ જેટલી વાનગી ખાવા  અપાઈ હતી. એક વાનગીમાં વ્હાઈટ,  ક્રિમીની અને પોર્ટાબેલા  મશરૂમમાં  ૧-૧  પીસ નખાયા હતા. જ્યારે બીજી વાનગી  એકલા ઓયસ્ટર મશરૂમની  બનેલી હતી.  પહેલા પ્રકારની  વાનગી ખાવાથી  ડાયેટરી ફાયબરમાં  ૫-૬ ટકાનો, કોપરમાં ૨૪ થી૩૨ ટકાનો, ફોસ્ફરસમાં  ૬ ટકાનો , પોટેશિયમમાં  ૧૨-૧૪ ટકાનો અને  સેલેનિયમમાં  ૧૩-૧૪  ટકાનો વધારો નોંધાયો હતો. એ  ઉપરાંત, સગીરો અને વયસ્કો-બંને  ગ્રુપમાં  ઝિન્ક (૫-૬ ટકા)  રિબોફલેવિન (૧૩-૧૫ ટકા),  નિયાસિન (૧૩-૧૪ ટકા) અને  ઓસિન (૫-૬ ટકાનું)  નું   પ્રમાણ પણ ઊંચે ગયું હતું.  ખાસ ખાવાથી ગ્રુપની કેલેરી,  કાર્બોહાઈડ્રેટ,  ફેટ કે સોડિયમમાં બિલ્કુલ વધારો   નહોતો થયો. સામાન્યપણ વપરાતા  યુવી- લાઈટ એક્સપોઝ્ડ મશરૂમ્સની  વાનગી  ખાવાથી  ૯-૧૫  વર્ષના  વય જૂથમાં  વિટામિન ડીની ઉણપ  ૯૫ ટકાથી ઘટીને  ૫૨ ટકા અને ૧૯ વર્ષથી વધુના  વયજૂથમાં   એ  વિટામીનની  કમી ૯૪ ટકાથી  ઘટીને ૬૩ ટકા પર આવી ગઈ હતી. 

- રમેશ દવે