Sahiyar

કિચનની સજાવટમાં મહત્ત્વના મુદ્દા

By GS Team
29 Jun 20262 mins read
કિચનની સજાવટમાં મહત્ત્વના મુદ્દા
  • શું આપ આપના રસોડાને નવું રૂપ આપવા માગો છો?
    વ્યવસ્થિત, સગવડભર્યું રસોડું તમારા ઘરને સુંદર દેખાવ તો આપે જ છે પરંતુ તમારી જવાબદારીઓને હળવી પણ બનાવે છે. આવું રસોડું કેવી રીતે બનાવી શકાય એ માટે મહત્ત્વના સૂચનો આપ્યાં છે. જે રસોડું બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જરૂરી છે.
  • હંમેશા સારી ગુણવત્તાયુકત સામગ્રી જ વાપરો. સારી ગુણવત્તાવાળા ડ્રોઅર સ્લાઈડસ હોય તો દરવાજા આપોઆપ બંધ રહેશે અને ડ્રોઅર્સ ચોટી નહીં જાય, ખોલબંધ સરળતાથી થશે. સામાન્ય બોર્ડમાંથી બનાવેલા કે સાંધાવાળા ડ્રોઅર્સ ખરીદશો નહિ.
  • કેબીનેટની ઊંચાઈ ચોકસાઈથી નક્કી કરો. જો તમારા રસોડાથી છત આઠ ફૂટ ઊંચી હોય તો કબાટોને છત સુધી બનાવો. આમ કરવાથી તમને ખુલ્લા ખાના (શો પીસ મુકી શકાય) અને વધુ ને વધુ ચીજવસ્તુઓ મૂકવાની જગ્યા મળી રહેશે. છત જો આઠ ફૂટથી વધુ હોય તો ઉપર સવાથી દોઢ ફૂટની જગ્યા છોડી દો.
  • કબાટોને બ્રશ-પેઈન્ટ કરાવો એનો ઊઠાવ ખૂબ સરસ આવશે.
  • કાઉન્ટરટૉપ દેખાવનું પસંદ કરો. સફેદ આરસ રસોડાને સુંદરતા અને સુઘડતા બક્ષે છે.
  • કાઉન્ટર - ટૉપને રસોડાની મધ્યમાં રાખો. એના પર કોઈ ઉપરકરણો રાખો નહીં. જો ડીશવૉશર સીન્ક ત્યાં રાખવું હોય તો એ યોગ્ય ડિઝાઈનનું પસંદ કરશો.
  • સજાવટની ચીજો મૂકો તો એવી પસંદ કરો જે વધુ પડતી સજાવટી ના લાગે. એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારું રસોડું તમારા બાકીના ઘર સાથે મેળ ખાતું, સુસંગત હોય.
  • રસોડામાં સામગ્રી એવી પસંદ કરો જેની જાળવણી સુગમ પડે, કુદરતી દેખાવવાળી સપાટીઓ જેવી કે સ્લેટ, ઈંટ ટમ્બલ્ડ માર્બલને સાફ કરવામાં ઘણી મહેનત પડે છે. હળવા રંગોવાળી સપાટીઓ ડાઘાડૂઘી બધું જ બતાવી દે છે. છતાં તેને સાફ કરવું સહેલું છે.
  • રસોડામાં અસંખ્ય ઉપકરણો અને સાધનો રાખવા કરતાં ખૂબ જરૂરી એવા સાધનો જ વસાવો જેથી વધુ જગ્યા મળી રહે. રસોડું ગીચ ના બને અને સાફ કરવાનું આસાન રહે.
  • ડાઈનિંગ રૂમ રસોડાની પાસેનો જ પસંદ કરો. યોગ્ય ડિઝાઈન, લાઈટિંગ અને ફનચરથી તમે અલગ અલગ સમયે અલગ અલગ પ્રસંગો સારી રીતે યોજી શકો છો. તમારું રસોડું તમારું વ્યક્તિત્વ દર્શાવતું હોવું જોઈએ. શો-રૂમ જેવું ના લાગવું જોઈએ.
  • રસોડાને સુવ્યવસ્થિત બનાવતા પહેલાં બજારમાં મળતા વિવિધ ફનચર, ડિઝાઈન વગેરે જુઓ અને એમાંથી સુંદરતા અને ઉપયોગિતાનો સુમેળ સાધતી વસ્તુઓ પસંદ કરો, જમીનથી છત સુધી અને દીવાલો પર પણ કબાટોની હારમાળા યોગ્ય વાતાવરણ પૂરું નથી પાડતા.