Sahiyar

ચહેરાના આકારને અનુરૂપ હેરસ્ટાઇલ

By GS Team
14 Sep 20262 mins read
ચહેરાના આકારને અનુરૂપ હેરસ્ટાઇલ

માનુનીઓને વિવિધ હેરસ્ટાઇલનો શોખ હોય છે. પરંતુ ઘણી વખત યોગ્ય જાણકારી વખત હેરસ્ટાઇલ કરવામાં આવે તો તે ખૂબસુરતીને બદસૂરતીમાં બદલાવી નાખતું હોય છે. ચહેરાના આકાર અનુસાર હેરસ્ટાઇલ પસંદ કરવાથી લુક વધુ આકર્ષક લાગે છે.
ગોળ ચહેરો
આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહાના ચહેરાનો આકાર ગોળ છે.
ગોળ ચહેરો ધરાવનારે એવી હેરસ્ટાઇલ પસંદ કરવી જેથી ચહેરો લાંબો દેખાય.વાળને પાછળથી ખેંચીને ઓળળા અથવા તો સ્વેપ્ટ લુક આપવું. આ લોકોએ મધ્યમાં સેંથો રાખનારી હેરસ્ટાઇલ કરવી નહીં. પરંતુ સાઇડ પાર્ટીશન સાથેની હેરસ્ટાઇલ કરવી.
ઇંડા આકારનો ચહેરો
કેટરિના કૈફ અને સારા અલી ખાનના ચહેરા ઇંડા આકાર અથવા તો ઓવલ ફેસ કહી શકાય. આ ચહેરાને સંતુલિત માનવામાં આવે છે. આવા ચહેરામાં માથું જડબા કરતાં થોડું પહોળું હોય છે. મિડલ પાર્ટિંગ કરવો અથવા તો સાઈડ ફ્રિજ અથવા સાઇડ બન બનાવી શકાય.
ચોરસ ચહેરો
કરીના કપૂર અને અનુષ્કા શર્માના ચહેરાનો આકાર ચોરસ છે.
ચોરસ ચહેરા માટેસોફ્ટ લેયર્સ કટેન બૈંગ્સ અને વેવી હેર સ્ટાઇલ્સ ટ્રાઇ કરી શકાય.તેમણે સાઇડ પાર્ટીશનવાળી હેરસ્ટાઇલ પસંદ કરવી જે ચહેરાને બેલેન્સ લુક આપે છે.
હાર્ટના આકારનો ચહેરો
દીપિકા પદુકોણ અને કિયારા અડવાણીના ચહેરા દિલના આકારના છે.
ઘણી મહિલાઓના ચહેરા દિલના આકારના હોય છે. તેમણે ચિન લેન્થ બોબ, સોફેટ વેવઅને વિસ્પી બૈંગ્સ હેરસ્ટાઇલ ટ્રાઇ કરવી.
ડાયમંડના આકારનો ચહેરો
ડાયમંગ અને ટ્રાયંગલ ચહેરાના આકાર ધરાવતી માનુનીઓ માટે સાઇડ પાર્ટસ, શોલ્ડર લેન્થળાળા લેયર્સ અને સોફ્ટ વેવ્સ વાળી હેરસ્ટાઇલ પસંદ કરવી.
ત્રિકોણ આકારનો ચહેરો
ત્રિકોણ આકારનો ચહેરો ધરાવતી મહિલાઓ માટે લેયર કટ, સાઈડ પાર્ટ, સોફ્ટ બૈંગ્સ અને લાંબી લેન્થવાળી હેર સ્ટાઇલ ટ્રાઇ કરવી જોઇએ.
લાંબો ચહેરો
સોનમ કપૂર અને કિર્તી સેનોનનો ચહેરો લાંબો છે. આવા ચહેરા પર સોફ્ટ વેવ્સ, ખુલ્લા કર્લ, સાઇડ પાર્ટિંગ અને લો બન સારા લાગે છે.

  • મીનાક્ષી તિવારી