વરસાદમાં સમયનો સદુપયોગ કરીને ઘરને નવું 'લૂક' આપો

વરસાદની મોસમમાં ઘરની બહાર જવાનો કંટાળો આવેછે.તેજ પ્રમાણે વરસાદી વાતાવરણમાં થોડી આળસ આવી જાય છે. અને કંઈ કરવાની ઈચ્છા થતી નથી. પરંતુ વરસાદમાં નવરાધૂપ બેસવાને બદલેકંઈક સર્જનાત્મક કરવું જોઈએ. મળેલા ફાઝલ સમયનો સદઉપયોગ કરીને ઘરને વધુ સુંદર અને કલાત્મક બનાવી શકાય.
વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું ઘર નવુ દેખાય માટેતેમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે તો તે મોહક બની જાય છે. ઓછા ખર્ચે અથવા ઘરમાં વસ્તુઓનોઉપયોગકરીનેસજાવટમાં ફેરફાર કરીને ઘરને આકર્ષક બનાવી શકાય છે.
ડ્રોઈંગરૂમની એકદિવાલ પર પેન્ટીંગ હોવુંજ જોઈએ. ઓરીજીનલ પેન્ટીંગ ખરીદવું મોંઘું પડેછે. તેના બદલે તમારી પાસે રહેલી પ્લેનપ્રિન્ટને તમે ફાઈન આર્ટમાં ટ્રાન્સફર કરી શકોછો. કોઈક સરસ મોટો ફોટો અથવા જુનું પેન્ટીંગ શોધી કાઢો. થોડા એક્રેલીક રંગથી તેની આસપાસ ધાર પર થોડી ડિઝાઈન કરો એટલે તે સુંદર લાગે. તે જ પ્રમાણે આભલા કે તારલાં જેવું કંઈ વધારાનું ડેકોરેશનનું પડયું હોય તે લગાડો. આનાથી થોડું ફંકી લુક મળશે. પછી આની ફ્રેમ બનાવો. ઓરીજીનલ પેન્ટીંગ કરતાં જુદુ અને સુંદર દેખાશે. તથા ડ્રોઈંગરૂમની શોભામાં અભિવૃદ્ધિ થશે.
હાલમાં મીણબત્તીથી ઘરને સુશોભિત કરવાનો ટ્રેન્ડ ચાલે છે. જે ખરેખર સારો છે. કારણ કે, મીણબત્તી બહુ મોંઘી હોતી નથી. અને પ્રત્યેકના ખિસાને પરવડે છે. તેજ પ્રમાણે મીણબત્તીથી રૂમ જેટલો પ્રકાશિત થાય છે તેટલો અન્ય કોઈ એસેસરીઝથી થતો નથી. બહાર વરસાદ જામ્યો હોય ત્યારે ઘરમાં મીણબત્તીના પ્રકાશથી એકદમ રોમેન્ટીક વાતાવરણ બનીજાય છે.
ઘરમાં બેજુદા જુદા કપ અને રકાબી પડયા હોય તેનેચીપકાવવા આનો કેન્ડલહોલ્ડર તરીકે ઉપયોગ થાય, આ જ રીતે તમે જુના પોટ, સાબુની ડબ્બી અથવાજુની એશ ટ્રેનો પણ ઉપયોગ કરી શકાય. આબહુ જુનું લાગેતો તેને પેન્ટ કરો અથવા ડેકોરેટ કરો. અનેતેમાં રંગીન મીણબત્તી મૂકો, મીણબત્તીથી રૂમનો દેખાવબદલાઈજશે, અને તમને માનસિક શાંતિ મળશે.
ચોમાસામાં વાતાવરણ ડલ થઈ જાય છે. એટલે રૂમ વધુ પ્રકાશિત દેખાય તે માટ હળવા રંગના પડદા અને કુશન વાપરવા, બને તો જમીન ઉપર ગાલીચો કે અન્ય કંઈ પાથરવાને બદલે એમ જ રહેવા દો. ફરસ પર કંઈપણ પાથરવાથી નીચે કચરો જમા થશે. બને ત્યાં સુધી રંગીન ફર્નીશીંગ રાખવા. આવા ટોનના ફર્નીશીંગથી રૂમ એકદમ હુંફાળો લાગશે. રૂમમાં રંગીન ફૂલો મૂકવાથી પણ વાતાવરણ રંગીન બની જશે.
શું તમારા ડ્રેસીંગ ટેબલ અથવા ડેસ્ક ટોપ ૫૨ લીટા પડયા છે. અથવા તો તે થોડું ઘસાઈ ગયેલું લાગે તો તેના ૫૨ જુનો ઘેરા રંગનો સ્કાર્ફ પાથરી દેવો. પછી આના ઉ૫૨ ૧/૪ ઈંચનો જાડો કાચ મૂકવો. આનાથી ટેબલનું લૂક બદલાઈ જશે. ઘરમાં રંગને કારણે ઘણો બધો બદલાવઆવી શકે છે. કેટલાક રંગોથી ઘર એકદમ શાંત અને આરામદાયક લાગે છે. એટલે ઘરની દિવાલોના રંગ તો એકલે હાથે ન બદલી શકાય પરંતુ ફુલાવર વાઝ, લેમ્પ, સ્ટેન્ડ વગેરે વસ્તુઓને બ્લુ, ગ્રીન કે લાલ રંગથી રંગો. આનાથી તમારા જીવનમાં પણ ખુશી આવશે. બને એટલા તાઝા ફુલો, વેલ કે નાના છોડ ઘરમાં મૂકો. આનાથી રૂમની શોભા વધી જશે.
આજકાલ 'વોટરડેકોર'નીફેશનછે. આનાથી ઘરબેઠાં જપ્રકૃતિનો આનંદ મળે છે. સામાન્યરીતે ભારતમા ચોમાસામાં કોઈ પોતાનું ડેકોર બદલતું નથી. પરંતુ વોટર ડેકોરમાં મીણબત્તી અનેસીરામીક પોટમાં ફૂલોની પાંદડીકે મોગરાની કળીઓતરતી મૂકવાથીઘરમાંનિસર્ગનોસંગાથ માણવા મળશે. બહાર વરસતો વરસાદ અને ઘરમાં આટલું સુંદર ડેકો૨પ્રકૃતિનું અજબ તાદાત્મય સાધશે.
ચોમાસામાં થોડી ચોક્કસ બાબતોની કાળજી રાખવી જરૂરી છે જેમ કે :
- ચોમાસામાં કોઈનવા રંગ ક૨વા ન બેસવું. કારણ કે ભેજવાળી હવામાં રંગોનેસુકાતા બહુ વાર લાગે છે. જો ઘરના કોઈ નાના ભાગમાં રંગ કર્યો હોય તો હેલોજન અને અન્ય બ્રાઈટ લાઈટની મદદથી તેને સુકવી શકાય છે. પરંતુ બનેત્યાંસુધી ચોમાસામાં રંગકામ ન કરવું.
- ચોમાસામાં નવી ફૂલોરમેટ ન કાઢવી. આમ પણ ફૂલોરમેટઝડપથી ધૂળવાળીથઈજાયછે. અને ચોમાસામાં તોતેનીદુર્દશા થઈજાયછે. ચોમાસામાં તોજુનીફૂલો૨ મેટજ વાપરવી. અને ચોમાસુ પુરુ થયા બાદ તેને બદલાવી નાંખવી વાપરવી. અને ચોમાસુ પુરુ થયા બાદ તેને બદલાવી નાંખવી.
- વરસાદી વાતાવરણમાં ભેજને લીધેચોક્કસ પ્રકારની વાસ આવેછે. જો ઘરની બારીઓ સતત બંધ જ રાખવામાં આવે તો હવાની અવરજવરન થવાથી વાસ ઘરમાં ભરાઈ રહે છે. તે માટે રુમ ફ્રેશનર વાપરવુંજોઈએ. એટલે આનાથી વાસ જતી રહેશે.
- ચોમાસામાં ઘરમાં પણ ભીનાશ રહે છે. એટલે યોગ્ય વેન્ટીલેશન હોવુંજરૂરીછે. લાકડાના ઈન્ટીરીયરમાં પણ એક પ્રકારની ભીનાશ જોવા મળેછે. એટલે બારીઓ ખુલ્લી રાખો જેથી ફનચર સુકાઈ જાય. તે જ પ્રમાણે દ૨૨ોજ સાફસફાઈ કરો જેથી ધૂળના થર ચીપકી ન જાય.
વરસાદની ?તુમાં મચ્છરોનો ત્રાસ વધી જાયછે.ત્યારેઘરના બારી-બારણા બંધ રાખવાથી મચ્છર ઘરમાં નહીં પ્રવેશે.
વરસાદી મોસમમાં મિત્રો અને મનગમતી વાનગીઓનો સંગાથ મળે તો સોનામાં સુગંધ ભળે છે. આવી ભીની ભીની ઋતુમાં ગરમાગરમ, ક્રીમી ફૂડથી મૂડ સુધરી જાય છે. તમારા અતરંગ મિત્રો સાથે દિલની વાતો કરવાનો આનાથી ઉત્તમ મોકો ક્યારેય નહીં મળે. સુંદર મનભાવતી વાનગીઓનું કિનર બનાવો. તે માટે પહેલાં ઘરને તૈયાર કરો. ઘરની મોટી બારી, જ્યાંથી વરસતો વરસાદ માણી શકાય ત્યાં ટેબલ ગોઠવો. જો કે, બારીને બંધ રાખો અને કાચની બારી રહેવા દેવી. જેથીબહાર વરસતા વરસાદને જોઈશકાય. અને રૂમ હુંફાળો બની જાય છે.
જો ઘરમાં ફાયરપ્લેસ હોયતોતેની મજા જ કંઈ વેગળી આવે છે. જો ન હોય તો, લાઈટ ડીમ કરો અનેઘણીબધી મીણબત્તી પ્રગટાવો આનાથી રૂમનું લુક બદલાઈ જશે.
ઘ૨નું સર્વોત્તમ ટેબલ ક્લોથ કાઢો. અને તેને ટેબલ પર પાથરો. ટેબલ ક્લોથની બદલે આકર્ષક દુપટ્ટો પણ પાથરી શકાયછે. ટેબલની વચ્ચે ડેકોરેટેડ મીણબત્તી, ફ્લાવર વાઝ, અથવા પાણી ભરેલા પહોળા વાસણમાં ગુલાબની પાંખડીઓ નાંખીને વચ્ચે દિવા પ્રગટાવો.
બારીને નવું લુક આપવા દાદીમાની જુની બ્રોક્રેડની સાડીનો ઉપયોગ કરો. આ સાંજનેયાદગાર બનાવવા તમારી મનપસંદ કટલરી અને ક્રોકરી કાઢો-ખાસ કરીને ચાંદી અથવા કાચની અને પછી શાનથી ટેબલ પર બેસીને ડિનરની મજા માણો.









