Sahiyar

મૂંઝવણ

By GS Team
14 Sep 20263 mins read
મૂંઝવણ
  • સાત મહિનાથી હું 20 વર્ષના યુવકના પ્રેમમાં છું. અમે એક બે વાર સેક્સની મોજ માણી છે. આ કારણે મારું ચિત્ત અભ્યાસમાં લાગતું નથી.

હું એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરું છું. મારીસાથે ભણતા એક યુવકે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ઉંમર અને જાતિનો વિચાર કરી મેં આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. પરંતુ હકીકત તો એ છે કે હું પણ તેને મનોમન પ્રેમ કરું છું. મેં લગ્નની ના પાડી એટલે અમારી મિત્રતા તૂટી ગઈ હવે તે અન્ય યુવતીના પ્રેમમાં છે. આ યુવતી મારે માટે ખોેટી અફવા ઉડાડી રહી છે. આ બધા કારણસર હું હમેશાં માનસિક તાણ અનુભવું છું. આની અસર મારા અભ્યાસ પર પણ પડે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)

  • જે મનોદશામાંથી તમે પસાર થઈ રહ્યા છો એમાં સ્વાભાવિક છે કે એની અસર તમારા અભ્યાસ પર પડે. આથી તમારે શક્ય હોય એટલું જલદી આ માનસિક દ્વિધામાંથી બહાર આવવાની જરૂર છે. ગઈકાલને ભૂલીને પૂરું ધ્યાન ભવિષ્ય બનાવવામાં કેન્દ્રિત કરવાનો વિચાર શરૂ કરો. આ ઉપરાંત કોઈ સલાહની જરૂર હોય તો તમે મનોચિકિત્સકની સલાહ લઈ શકો છો.
    મારા લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. પરંતુ મારી વિધવા સાસુ મને ખૂબ જ સતાવે છે. ઘર છોડીને એની સાથે ઘરજમાઈ તરીકે રહેવા માટે દબાણ કરે છે. મારી પત્નીને પણ મારી મરજી વિરુધ્ધને તેને ઘરે લઈ ગઈ છે. બંનેમાંથી કોઈ સમજવા તૈયાર નથી. શું કરવું તે સમજાતું નથી.
    એક યુવક (વડોદરા)
  • તમારા પતિ-પત્નીનો સંબંધો મજબૂત હોય તો તેમાં તિરાડ પડવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. તારે કોઈ મનોચિકિત્સક પાસે જઈ પતિ-પત્નીના સંબંધો અંગે ચર્ચા કરવાની જરૂર છે. ધીરજ અને પ્રયત્નોથી ભવિષ્યને સુખદ બનાવો. ત્યારબાદ કોઈ ત્રીજા વ્યક્તિની દખલ તમારા જીવનમાં ખટરાગ ઉત્પન્ન કરે એવી શક્યતા જ ખલાસ થઈ જશે અને આ સમસ્યા તમે બંને હળી મળીને સુલઝાવી શકશો.
    ત્રણ વર્ષ સુધી મેં ઘણા પુરુષો સાથે સહશયન કર્યું અને તેમને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કર્યાં. આનું કારણ માત્ર એ જ હતું કે હું ઈચ્છતી હતી કે આમાંનો કોઈ પુરુષ મારા પ્રેમમાં પડે. પરંતુ ધીરે ધીરે મને ખ્યાલ આવતો ગયો કે મારી સમસ્યાનું નિરાકરણ સેક્સ નથી. આથી મેં આ રસ્તો છોડી દીધો. હવે મને એક સારા યુવક સાથે મૈત્રી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું તેને ખુશ કરવા ઈચ્છું તો છું પરંતુ સેક્સના વિવિધ આસનો અપનાવતા મને શરમ આવે છે. આ શરમ મારે કેવી રીતે દૂર કરવી?
    એક મહિલા (દહાણુ)
  • અત્યાર સુધી તમે સેક્સનો ભરપૂર આનંદ લૂટયો હતો કારણ કે તમે તમારી જાતને પુરુષની નજરમાં સેક્સનું એક સાધન કરતા વિશેષ કશું માનતા નહોતા અને હવે તમને સત્યનું જ્ઞાાન થયું છે. તમે સમજી ગયા છો કે આ બધા પુરુષો તમને પ્રેમ કરતા નહોતા. તેમણે તમારો ઉપભોગ જ કર્યો હતો. સ્વાભાવિક છે કે તેમની આ વર્તણુકને કારણે તમે એકલપટા બની ગયા હો. પરંતુ તમારે એ જાણવાની જરૂર છે કે એકબીજાને પ્રેમ કરતી બે વ્યક્તિઓ વચ્ચે સેક્સ એ અદ્ભૂત આનંદ છે. આનો અનુભવ તમારું રોમરોમ આનંદથી ભરી દે છે. તમારો પ્રેમી તમને પ્રેમ કરે છે કે એ વાત સ્વીકારી લો.
    મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા લગ્ન થયે ચાર વર્ષ થયા છે. પરંતુ હજી સુધી મને સંતાન થયું નથી. છેલ્લા એકાદ બે મહિનાથી સમાગમ પછી મને બ્લિડીંગ થાય છે અને થોડા સમય પછી બંધ પણ થઈ જાય છે. કદાચ આ સમયે વીર્ય પણ બહાર આવી જતું હશે. શું ગર્ભવતી ન બનવા પાછળ આ કારણ હોઈ શકે છે?
    એક યુવતી ( મુંબઈ)
  • સંભોગ પછી બ્લિડીંગ થવાથી તમે ચિંતિત છો. તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની જરૂર છે. યુવાન સ્ત્રીઓમાં સર્વિકલ ઈરોઝોન (યુટેરસના મુખ પર અલ્સર જેવો ઘા)ને કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જે સહેલાઈથી દૂર થઈ શકે છે. પરંતુ ગર્ભ ન રહેવા પાછળ આ સમસ્યા ન હોઈ શકે. આ માટે તમારે મેડિકલ ટેસ્ટ કરાવવી જરૂરી છે.
  • અનિતા