Sahiyar
મૂંઝવણ
By GS Team
5 Oct 20263 mins read

- મારી તકલીફ એ છે કે સંભોગ કર્યા પછી બે-ત્રણ દિવસે મારા શિશ્ન પર સફેદ મેલ જેવું લાગી જાય છે. હું મારી પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે જલદી વીર્યસ્ખલન થઈ જાય છે
મને શીઘ્રસ્ખલનની સમસ્યા છે. શિશ્નમાં ઉત્તેજના આવે છે, પણ જલદી વીર્યસ્ખલન થઈ જાય છે. મને પહેલાં ટીબીની બીમારી હતી. એનાથી શીઘ્રસ્ખલનની સમસ્યા થઈ શકે છે? મને એનલ સેક્સ (ગુદામૈથુન)માં વધારે રસ છે, પણ પત્નીને એમાં ખૂબ દુખાવો અને દર્દ થાય છે. ગુદામૈથુન આસાનીથી થઈ શકે એ માટે મારે શું કરવું જોઈએ? ગુદામૈથુન કરવા ક્યારેક દેહવ્યવસાય કરતી સ્ત્રી પાસે જાઉં છું ત્યારે તે પણ ના પાડે છે.
એક પુરુષ (ગોધરા)
- શીઘ્રસ્ખલન સેક્સની ખૂબ જ સામાન્ય તકલીફ છે. ૧૦૦માંથી ૭૦ જણને જીવનના કોઈક સમયે આ સમસ્યા થાય છે. તમારી સમસ્યા માટે કોઈ સારા સેક્સોલોજિસ્ટ પાસે જઈને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ અથવા સ્કિવઝ ટેકનિક શીખી લો. ઘણીબધી મોડર્ન મેડિસિન આવી છે. તમારા સેક્સોજોજિસ્ટ તમને તપાસીને યોગ્ય દવા યોગ્ય ડોઝ આપશે.
ટીબીની બીમારીને લીધે અથવા ટીબીની દવાને લીધે તમે આ તકલીફ નથી થઈ. હવે વાત ગુદામૈથુનની. ગુદામૈથુન ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે ગુનો ગણાય છે. દુનિયાભરમાં ઘણીબધી વ્યક્તિઓ પાર્ટનરની સહમતી હોય તો ગુદામૈથુન કરતી હોય છે. એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે યોનિ ઇલેસ્ટિક હોય છે, જ્યારે ગુદાની રચના કુદરતે એટલી ઇલેસ્ટિક નથી કરી. જાણકારોના મત મુજબ ગુદામૈથુનમાં ફોર્સ ન કરવો, સારુંએવું લુબ્રિકેશન વાપરવું, કોન્ડોમ પહેરવું અને ગુદામૈથુન કરીને ક્યારેય યોનિપ્રવેશ ન કરવો.
બજારુ સ્ત્રી પણ ગુદામૈથુનની ના પાડે છે કારણ કે ગુદાની અંદર નાના કાપા પડયા હોય છે જે આપણને દેખાતા નથી. એના દ્વારા એચઆઈવીગ્રસ્ત વીર્ય લોહીના સંપર્કમાં આવીને એચઆઈવીનો ચેપ લાગવાનો ડર હોય છે.
મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારાં લગ્ન હમણાં જ થયાં છે. મારી તકલીફ એ છે કે સંભોગ કર્યા પછી બે-ત્રણ દિવસે મારા શિશ્ન પર સફેદ મેલ જેવું લાગી જાય છે. હું એને રોજ સાફ કરું છું છતાં એ બે-ત્રણ દિવસે ફરી થઈ જાય છે. તો એનાથી કોઈ પ્રોબ્લેમ ઊભો થાય? હું મારી પત્ની સાથે સંભોગ કરું છું ત્યારે જલદી વીર્યસ્ખલન થઈ જાય છે અને મારી પત્નીને પૂરેપૂરો આનંદ નથી આપી શકતો તો એનો કોઈ ઈલાજ બતાવશો.
એક યુવક (વડોદરા) - સફેદ મેલ જેવું ઇન્દ્રિય પર જે લાગી જાય છે એને અંગ્રેજીમાં સ્મેગ્મા (ઇન્દ્રિયનો મેલ) કહેવાય છે. આ સામાન્ય વસ્તુ છે. બીમારી નથી એટલે એના માટે કોઈ ઈલાજ નથી. જેમ બીજો મેલ આપણે પાણી અને સાબુથી ધોઈ નાખીએ છીએ એમ આ મેલ પણ ધોઈ નાખવો એ તમારા સ્વાસ્થ્ય માટે હિતકર છે.
શીઘ્ર કામાનંદ (સ્ખલન)ની તકલીફ માટે ચાર કારણો જવાબદાર હોય છે : શિશ્નના આગળના લાલ ભાગમાં વધુપડતી ઉત્તેજના, ડાયાબિટીઝની શરૂઆત, પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ, કામનો વધુપડતો આવેગ વગેરે. એમાંથી તમારા કેસમાં ક્યું કારણ જવાબદાર છે એ જાણીને એનો ઈલાજ આરામથી કરી શકાય.
શીઘ્રસ્ખલન અથવા શીઘ્ર ચરમસીમા માટેના દસમાંથી આઠ કિસ્સામાં પેરોક્સિટિનની ૨૦ મિલીગ્રામની ગોળી જો સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો શીઘ્ર કામાનંદ (સ્ખલન) વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. આ ગોળી રોજ લેવાની જરૂર નથી. જ્યારે સમાગમ કરવો હોય ત્યારે લઈ શકાય. કોઈ પણ ગોળી લો, હંમેશાં ડોક્ટરની સલાહ નીચે જ લેવી જોઈએ.
નોંધ : જે વ્યક્તિ બ્લડપ્રેશરની નાઇટ્રટયુક્ત ગોળી લેતી હોય એનાથી આ ગોળી ન લઈ શકાય. - અનિતા




