Sahiyar
મૂંઝવણ
By GS Team
10 Aug 20263 mins read

- હું છેલ્લા ૫ વર્ષથી એક યુવકને પ્રેમ કરતી હતી અમે બંનેએ લગ્ન કરવાનો પણ ચોક્કસ નિર્ણય કરી લીધો હતો, પરંતુ અચાનક ઘટનાક્રમ એવો બદલાઈ ગયો કે મારા પ્રેમીને મજબૂરીથી તેની વિધવા ભાભી સાથે લગ્ન કરવા પડયાં.
હું ૨૨ વર્ષની યુવતી છું, છેલ્લા ૫ વર્ષથી એક યુવકને પ્રેમ કરું છું. અમે બંનેએ લગ્ન કરવાનો પણ ચોક્કસ નિર્ણય કરી લીધ ોહતો, પરંતુ અચાનક ઘટનાક્રમ એવો બદલાઈ ગયો કે મારા પ્રેમીને મજબૂરીથી તેની વિધવા ભાભી સાથે લગ્ન કરવા પડયાં. હું જાણું છુ ંકે તે બિલકુલ નિર્દોષ છે અને તે આજે પણ મને પ્રેમ કરે છે. તે મારી સાથે લગ્ન કરવા હજુ પણ તૈયાર છે અને તેનાં ભાભીને પણ કોઈ વાંધો નથી, પરંતુ હું જાણું છુ ંકે આ શક્ય નથી. અમે બંને હજુ પણ મળીએ છીએ પણ આ વાત મારા ઘરના લોકોને મંજુર નથી. તેઓ મારા ંલગ્ન ક્યાંક બીજે કરાવવા માંગે છે. હું બહુ પરેશાન છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?
એક યુવતી (ધર્મજ)
- તમારા પ્રેમીનાં લગ્ન થઈ ગયાં છે અને તે પહેલી પત્નીની સાથે રહેતો હોવાથી તે તમારી સાથે કાયદેસર રીતે લગ્ન કરી શકે નહીં. એટલે તમે તેની સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દો. તેમ જ એકબીજાને મળવાનું પણ છોડી દો. તમારાં માતાપિતાનું કહ્યું માનીને બીજે લગ્ન કરી લો. એમાં જ તમારી ભલાઈ છે.
મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને સફેદ પાણી ખૂબ જ પડે છે. ઘણા વખતથી આવું થાય છે. દવા પીવાથી પણ કોઈ ફેર નથી તો માર્ગદર્શન આપશો તથા મારી એક ફ્રેન્ડ છે તે ૫-૬ મહિનાથી માસિકમાં નથી થઈ તો કેમ આમ થયું હશે? આ પહેલા પણ એકવાર થયેલું અને માસિક રેગ્યુલર નથી આવતું તેનું કારણ શું? તેને માસિક આવવા માટે શું કરવું જોેઈએ? બીજો પણ એક પ્રશ્ન પૂછું છું શું હસ્તમૈથુનથી ગર્ભ રહે? આ પ્રશ્નનો જવાબ જલ્દીમાં જલ્દી આપવા વિનંતી. મારી ફ્રેન્ડને માસિક ન આવવાથી ખૂબ જ ચિંતા થાય છે. જો કે તેવું કોઈ કારણ નથી. છતાં પણ સમય ઘણો થઈ ગયો હોવાથી ચિંતા થાય છે.
એક યુવતી (વડોદરા) - તમારી ફ્રેન્ડે પૂરેપૂરી તપાસ કરાવવી કે શરીરમાં કયા હોર્મોન્સ ઓછા છે અને કેટલા ઓછા છે. ઉપરના પ્રશ્નોત્તર ઉપરથી ખ્યાલ આવ્યો હશે કે માસિક સમયસર કેમ નથી આવતું. તમારા લખ્યા પ્રમાણે કોઈ એવું કારણ ન હોય તો માસિક જરૂર આવશે જ. સારા ડોેક્ટરને મળવું. હસ્તમૈથુનથી ગર્ભ નથી રહેતો.
સફેદ પાણી, અપરીણીત અવસ્થા અને વિશેષત: અશક્તિને કારણે અથવા જાતીય ઉત્તેજનાને લીધે પડે છે. પૌષ્ટિક ખોરાક અને સાથે સાથે વિટામીન તથા લોહતત્ત્વ-ફોલિક એસિડ વગેરે મળી રહે તેવી ગોળી લેવી.
જ્યારે હું પેશાબ કરવા જાઉં તો પ્રવાહ બહુ ધીમે, થોડો થોડો નીકળે છે. હું ૧૨ વર્ષનો હતો ત્યારે ઘરમાં સુથારી કામ ચાલતું હતું. હું ખરબચડા લાકડાના દાદરા ઉપર લપસતો હતો. ત્યારે લિંગમાં ફાંસ વાગી ગઈ અને થોડીવાર લોહી નીકળીને બંધ થઈ ગયેલ. મેં ઘરમાં વાત કરેલ નહીં. પછીથી ત્યાંની ચામડી ઉપર ચડતી નથી. આજે તો ખૂબ જ બળે અને ફાંસ દેખાય છે એટલે મેં સોય વડે જરા કાઢવા કોશિશ કરી તો લોહી ખૂબ નીકળ્યું અને બાથરૂમ જતાં બળે છે. તુરંત જવાબ આપશો એના માટે ઓપરેશન કરાવવું પડે તો કેટલો ખર્ચ આવશે? જો એકાદ વર્ષ પછી કરાવી શકાય તો હું એકલો જ કરાવીશ ને બીજા કોઈ વ્યક્તિને ખબર નહીં પડે. કેટલા દિવસની રજા લેવી પડે?
એક યુવક (વેરાવળ) - વર્ષો પહેલાં વાગીગયેલી ફાંસની અસર આજ સુધી ના રહે, એટલે એ તો તમારો વહેમ છે. બળતરા માટે પેશાબની તપાસ કરાવવી પડે. તમે સોયથી ચામડી ઉખેડીને તેને લીધે પણ બળતરા થાય. ચામડી ચડતી નથી તે માટેનું ઓપરેશન સાવ નાનું કહેવાય. ખર્ચ બહુ આવતો નથી.
સરકારી કે મ્યુનિસીપલ હોસ્પિટલમાં સર્જન ડોક્ટરને બતાવી અને તેમની સલાહ મળતાં તરત જ આ નાની શસ્ત્રક્રિયા કરાવવી. એમાં શરમાવા જેવું કશું જ નથી. તમારા ફેમિલી ડોક્ટરને કે પિતાને અથવા મોટા ભાઈને વાત કરવી. - અનિતા









