Sahiyar

લોકો સાથે ફ્રોડ થવાના સામાન્ય કારણો

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
સાયબર ક્રાઈમ સતત વધી રહ્યું છે, જેમાં લોકો પોતાની જ ભૂલોને કારણે છેતરાઈ રહ્યા છે. બેંક અધિકારી બનીને OTP માંગવો, આકર્ષક ઓફર્સની લાલચ, ડિજિટલ અરેસ્ટની ધમકીઓ, અજાણી લિંક્સ ખોલવી, બિલ ન ભર્યાની ધમકીઓ, અને અકસ્માત કે ફોન ચોરાયાના બહાને પૈસા પડાવવા જેવી યુક્તિઓથી સાવધાન રહેવું જરૂરી છે. તમારી નાની ભૂલ પણ મોટી છેતરપિંડી નો ભોગ બનાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકો સાથે ફ્રોડ થવાના સામાન્ય કારણો

સાઇબર ક્રાઇમનું પ્રમાણ દિવસે -દિવસે વધતું જાય છે. દુનિયાભરમાં દિવસ દરમિયાન કેટલીય વ્યક્તિઓ ફ્રોડ્નો શિકાર બનતા હોય છે. કોઇ પણ વ્યક્તિ સાથે ફ્રોડ થવાનું કારણ પોતાની જ કોઇ ભૂલ હોય છે. મોટા ભાગે થનારી ભૂલો સામાન્ય હોય છે છતાં પણ થઇ જતી હોય છે. આવી ભૂલો વિશે જાણીએ ઃ
પ્રથમ ભૂલ
લોકો પાસે જ્યારે કોઇ પણ બેન્કમાંથી અધિકારીના નામે ફોન આવતો હોય ત્યારે તેના પર લોકો વિશ્વાસ કરી લેતા હોય છે.
ફોન કરનારી વ્યક્તિ ઘણા આઇડેન્ટીટી માંગતી હોય છે જેમાંનો એક ઓટીપી હોય છે.
ઓટીપી શેર કરવી એ મોટામાં મોટી ભૂલ છે. ટેલિવિઝન પર પણ વારંવાર કોઇને ઓટીપી કે પિન નંબર ન આપવો એવી વિજ્ઞાાપનો દાખવવામાં આવતી હોય છે. તેમ છતાં પણ લોકો આવી ભૂલ કરી બેસતા હોય છે. ઓટીપી કોઇને પણ આપી દેવાથી ઠગી બેન્કમાંથી રૂપિયા સરળતાથી સરકાવી લેતા હોય છે.
બીજી ભૂલ
કોઇ પણ ઓફર્સનો તરત જ લાભ લેવાની લાલચ મોટા ભાગે દગો આપતી હોય છે.
સોશયલ મીડિયા પરના મેસેજ અને ઇમેલ પર પણ ખોટી લલચાવનારી ઓફ્સો પાઠવવામાં આવતી હોય છે. જેમાં કેશબેક, લોટરી લાગવા જેવી બાબતો સામેલ હોય છે. આવી બાબતો પર વિશ્વાસ કરવાથી ઠગાઇ જવાની પુરી શક્યતા હોય છે.
ત્રીજી ભૂલ
ઘણી વખત ફોન પર વ્યક્તિ ડિજિટલઅરેસ્ટ, પોલીસ જેવી બાબતો પર ધમકાવતી હોય છે. એવામાં મોટા ભાગના લોકો ઠગાઇ જતા હોય છે. વિજ્ઞાાપનોમાં પણ આ બાબતે ભાર મુકવામાં આવતો હોવાનું જોવા મળે છે. છતાં લોકો આવી ધમકીઓનો શિકાર બની જતા હોય છે. આ મુદ્દે એક વાત યાદ રાખવી કે ખોટું કામ કરનાર વ્યક્તિને પોલીસ ફોન પર ધમકી આપતી હોતી નથી. તે તે વ્યક્તિના ઘરે જતી હોય છે અથવા તો ખોટું કામ કરનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતું હોય છે. તેથી આવા ફોન પર કદી વિશ્વાસ કરવો જોઇએ નહીં.
ચોથી ભૂલ
ઘણી વખત અજાણી લિન્ક મોકલવામાં આવતી હોય છે. જેમાં કોઇ ઓફર્સ, નોકરી તેમજ અન્ય બાબત હોય છે. જાણકારી વગરની કોઇ પણ લિન્કને ઓપન કરવાથી બેન્ક ખાતામાંથી પૈસા નીકળી જતા હોય છે. તેથી જ કોઇ પણ અજાણી લિન્કને ઓપન કરવાની ભૂલ કરવી નહીં.
પાંચમી ભૂલ
બિલના પૈસા ન ભરવાથી તમારી લાઇટ અથવા તો ગેસ લાઇન કપાઇ જશે. તેવા ફોન વારંવાર આવવાનું સામાન્ય થઇ ગયું છે. આવા ફોન આવે કે તરત જ પહેલા બિલ ભર્યું છે કે નહીં તે તપાસવું તેમજ ફોન કરનારે આપેલા નંબર કે પછી ઇમેઇલ પર પૈસા ન ભરતા, સત્તાવાર લાઇટ અને ગેસના એપ પર જ પૈસા ભરવા. ફોન કરનારે આપેલી લિન્ક પર પૈસા ભરવાથી બેન્કમાંથી પૈસા નીકળી જવાની પૂરી શક્યતા રહે છે.
છટ્વી ભૂલ
ઘણી વખત અજાણી વ્યક્તિ ફોન કરીને તમારા પરિવારજનને એક્સિડન્ટ થઇ ગયો છે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ તો આ નંબર પર પૈસા મૌકલો,પોતાના ઘરની વ્યક્તિને અકસ્માત થયો છે તે જાણીને ગભરાઇને જઇને પૈસા મોકલી દેતા હોવાના પણ સમાજમાં દાખલા જોવા મળ્યા છે.
સાતમી ભૂલ
સાતમી ભૂલમાં ઘણી વખત અજાણી વ્યક્તિ પોતા પાસે ફોન નથી કે પછી ફોન કામ કરતો નથી કહીને અન્ય વ્યક્તિ પાસે ફોન માંગે છે. તેવામાં તે કોઇને ફોન કરીને ઓટીપી મંગાવી લે છે. હાલમાં જ એક વ્યક્તિ સાથે એવું થયું તેની પાસે એક યુવકે ફોન માંગ્યો કે તેનો ફોન ચોરાઇ ગયો છે અને તે પરીક્ષા આપવા જઇ રહ્યો છે. તેથી તેને તેના ઘરે જાણ કરીને જણાવવું છે કે તેનો ફોન ચોરી થઇ ગયો છે. બે-ત્રણ વ્યક્તિએ તેને ફોન આપવાનો ઇન્કાર કરી દીધો પરંતુ એક વ્યક્તિને તેના પર દયા આવતાં તેણે તેને ફોન આપ્યો. એ યુવકે જેને ફોન કર્યો હતો તેને કહ્યું કે, તે ચાલતો હતો ત્યારે બાઇકસવારે તેનો ફોન આંચકો લીધો. સામેની વ્યક્તિએ એ બાઇકનો નંબર માંગ્યો અને એ યુવકે ફોનમાં જોઇને એક નંબર આપ્યો અને પછી તેને જેણે ફોન આપ્યો હતો તેને મોબાઇલ આપીને જતો રહ્યો. તેના ગયાની સેકન્ડોમાં જ એ ભાઇના ફોનમાંના બેંકએકાઉન્ટમાંથી પૈસાની ઉપાચત થઇ ગઇ.