Sahiyar
કાચની ક્રોકરીની કાળજી
By GS Team
3 Aug 20261 min read

સુંદર રંગો અને વિવિધ ડિઝાઇનમાં મળતી કાંચની ક્રોકરી ડાઇનિંગ ટેબલની શોભા છે. પરંતુ આ ક્રોકરી કાચની હોવાથી તેની વિશેષ સંભાળ લેવામાં આવે તો તેની આવરદા વધી જતી હોય છે.
- કાચની ક્રોકરીને શેલ્ફમાં સંભાળીને એ રીતે રાખવી કે કાઢતી વખતે એકબીજા સાથે ઘસાઇ નહીં.તેમજ કાઢતી વખતે સાવધાનીપૂર્વક કાઢવી.
ઉપયોગમાં લીધા બાદ ગોઠવતી વખતે હાથમાંથી પડી ન જાય તે સંભાળવું.
કેબિનેટમાં આગળ નાની અને પાછળ મોટી ક્રોકરી ગોઠવવી. - કાંચની ક્રોકરીની જાળવણી એવી હોવીજોઇએ કે તેના પર ઘસરકા ન લાગે કે પછી કિનારી ન ખરી પડે
- બાળકની પહોંચથી દૂર રાખવી જોઇએ.
- રોજ વાપરવાની અને વિશેશ પ્રસંગે વાપરવાની ક્રોકરી જુદી જુદી હોવી જોઇએ. જેથી મહેમાનો માટે નવા જેવી જ દેખાય.
- કાચના ગ્લાસને એકની અંદર એક મુકવો નહીં. કાઢતી વખતે તૂટવાની શક્યતા રહે છે. એક સાથ ેરાખવા પડે એમ જ હોય તો વચ્ચે કાગળનો ડૂચો ભરાવવો જેથી એકબીજામાં ફસાઇ નહી.
- ઉપયોગમાં લીધા બાદ તેને પાણીથી ધોઇ સાબુના પાણીમાં પલાળી સાદા પાણીથી ઘસીને ધોઇ નાખવી.
- ક્રોકરી નકશીદાર હોય તો તેને સાફ કરવા મુલાયમ ટૂથબ્રશનો ઉપયોગ કરવો.
- કાચની ક્રોકરીને ધોઇને ટેબલ કે રસોડાના પ્લેટફોર્મ પર મુકવાની હોય તો તેના પર પહેલા એક જાડુ કપડું કે ટુવાલ પાથરીને મુકવી જેથી મુકતી વખતે કે લેતી વખતે તૂટે નહીં.
- વધુ પડતા ચીકાશવાળા ખાદ્યપદાર્થો ખાધા હોય તો હુંફાળા સાબુના પાણીમાં પલાળવાથી જલદી ચીકાશ નીકળી જાય છે.




