Sahiyar

પ્રશંસાનાં પુષ્પો વેરીને ફસાવતા વાસના-વરુઓથી સાવધાન!

By GS Team
13 Jul 20266 mins read
TukuTouch Logo
ભાવુક અને તણાવગ્રસ્ત યુવતીઓ ખોટી પ્રશંસાથી મોહિત થઈને શારીરિક શોષણનો ભોગ બને છે. વિક્રમ અને રોહન જેવા ચાલાક પુરુષો નયના અને વિભા જેવી સ્ત્રીઓની નબળાઈનો લાભ ઉઠાવી, ખોટી પ્રશંસા કરીને તેમને પોતાની જાળમાં ફસાવે છે. આવા કિસ્સાઓમાં, સ્ત્રીઓએ પ્રશંસા કરનારની નિયત તપાસી સાવધાન રહેવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રશંસાનાં પુષ્પો વેરીને ફસાવતા વાસના-વરુઓથી સાવધાન!
  • ભાવુક-હતાશ અને ટેન્શનગ્રસ્ત યુવતીઓ પોતાનાં વખાણ સાંભળીને કામુક પુરુષોના મોહમાં ઝટ ફસાઈ જાય છે
  • પ્રશંસાથી ફુલાઈ ગયેલી વિભા રોહનની બાથમા સમાઈ ગઈ. વિભાને જાણે એવું લાગ્યું કે તેને કોઈ કદર કરનારો મળી ગયો છે. તેણે સ્વેચ્છાએ પોતાની જાત રોહનને સોંપી દીધી. આવી ખોટી પ્રશંસામાં તેને કેટલાંય વર્ષો સુધી ફસાવીને રોેહને લાભ લીધાં કર્યાં અને શારીરીક શોષણ કરતો રહ્યો.

નયના અને વિક્રમની બસ સ્ટોપ પર રોજ મુલાકાત થતી હતી. ધીરે ધીરે આ મુલાકાત મિત્રતામાં પરિણમી.
એક દિવસ વિક્રમે નયનાને પોતાના જન્મ દિવસ નિમિત્તે બોલાવી. નયના ભેટ લઈ વિક્રમને ઘરે પહોંચી ત્યારે વિક્રમે તેને પ્રેમભરી નજરે નિહાળી, એકીટસે જોઈ રહ્યો અને તેની પ્રશંસા કરવા લાગ્યો.
નયના પોતાની પ્રશંસા સાંભળી ખીલી ઊઠી. વિક્રમ તેને ઘરમાં લઈ ગયો, પરંતુ અંદર કોઈને ન જોતાં એ ચમકી ગઈ અને પૂછ્યું, ''અરે! બીજા કોઈને નથી બોલાવ્યા તે?''
''આપણી મહેફિલમાં બીજાની જરૂર ક્યાં છે?બસ તું આવી ગઈ એટલે આખું જગત મળી ગયું'' વિક્રમે કેક કાપી અને એક ટુકડો નયનાના ચહેરાને એક હાથે પકડી બીજા હાથે મોઢામાં મૂક્યો. ફરીથી પ્રશંસા કરતા કહેવા લાગ્યો, ''સાચું કહું છું નયના, મેં લાખો સૌંદર્યશીલ નારી જોઈ છે, પરંતુ તારા સૌંદર્ય સામે સ્વર્ગની અપ્સરા, વિશ્વસુંદરી બધી પાણી ભરે. આજે તને અહીં જોઈને થાય છે કે જાણે સાક્ષાત ચંદ્રમાં મારા ઘરમાં ઉતારી આવ્યો છે.
પોતાની પ્રશંસા સાંભળીને ભાવવિભોર થયેલી નયનાએ પોતાની જાતને વિક્રમને સોંપી દીધી ત્યારે નયનાને એવી ભ્રમણા થઈ કે વિક્રમથી વધુ ચાહનારો બીજો તેને કોઈ નહીં મળે, પરંતુ બહુ જલદી તેનો આ ભ્રમ ભાંગી ગયો જ્યારે તેને જાણ થઈ કે વિક્રમ દર વર્ષ નહીં, પરંતુ દર મહિને નવી નવી યુવતીઓ સાથે પોતાનો જન્મદિવસ ઊજવે છે અને તેમની સાવ જુઠી પ્રશંસા કરી પોતાની જાળમાં ફસાવતો અને યૌવન લૂંટી લેતો હતો.
પ્રશંસા એક અમોધ શસ્ત્ર
આવો બનાવ કોઈપણ સાથે બની શકે છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાની પ્રશંસા ગમતી હોય છે કે તફાવત માત્ર એટલો જ હોય છે કે કેટલાંક લોકો પ્રશંસા માટે પ્રશંસનીય કાર્ય કરે છે તો કેટલાક કશું પણ કર્યા વિના પ્રશંસાની અપેક્ષા રાખતા હોય છે. આવા લોકો ખોટી પ્રશંસા મેળવીને પણ ફુલાઈ જતા હોય છે.
જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો યુવતીઓમાં પ્રશંસા સાંભળવાની તીવ્ર લાલસા હોય છે. ઘરગૃહસ્થીવાળી સ્ત્રી પણ સોળ શણગાર પતિની પ્રશંસા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતી હોય છે.
સોળ શણગાર સજીને ઘર બહાર નીકળતી મોટા ભાગની યુવતીઓ અને સ્ત્રીઓ એવી હોય છે કે જે પુરુષોની નજરમાં પોતાના સૌંદર્યની પ્રશંસા શોધતી હોય છે. એ ઈચ્છે છે કે બધી આંખો તેમનાં સૌંદર્યને નિહાળે અને પ્રશંસા કરે. એવામાં કોઈ તેમનાં સૌંદર્યની પ્રશંસા કરે તો જાણી લો કે સમજ્યા વિચાર્યા વિના એ આકાશમાં વિહાર કરવા લાગે છે.
કેટલાક ચાલાક પુરુષો આવી યુવતી કે સ્ત્રીની સાવ ખોટી પ્રશંસા કરી જાળમાં ફસાવીને તેમનું બધું જ લૂંટી લેતાં હોય છે, જેવું રોહને વિભા સાથે કર્યું.
વિભાનાં લગ્નને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેને બે બાળકો પણ હતા, પરંતુ તેના સૌંદર્યમાં કશી કમી નહોતી આવી. તે પોતાના સૌંદર્ય તરફ વિશેષ રૂપથી સજાગ હતી. એનો પતિ નિશાંત તેની પ્રશંસા નહોતો કરતો. તેનાથી દુઃખી રહેતી હતી. નિશાંત સ્વભાવે અંતર્મુખી હતો એટલે ઓછું બોલનારો હતો. પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. એ માત્ર આંખ વાટે વિભાના સૌંદર્યને પીતો હતો, પરંતુ એની આંખની ભાષા વિભા સમજી શકતી ન હતી.
રોહન નિશાંતનો ગાઢ મિત્ર હતો. નિશાંતને ઘરે તેનું જવા આવવાનું રહેતું. તે વિભાના સૌંદર્ય પર આસક્ત હતો એટલે જ્યારે વિભાની દુખતી નસની એને જાણ થઈ એટલે તેના રૂપની પ્રશંસા કરવા લાગ્યો. વિભા તેની પ્રશંસા સાંભળી તાજા ગુલાબની જેમ ખીલી ઉઠતી.
એ રીતે દિવાળીની રાત્રે વિભા શણગાર સજીને નિશાંતની સામે ગઈ. નિશાંતે તેને પગથી માથા સુધી ધારીધારીને જોઈ. એ સ્મિત ફરકાવી દુકાને ચાલ્યો હતો. વિભા નિરાશ થઈ ગઈ. બાળકો ફટાકડા ફોડવા બહાર ગયાં હતાં.
એટલામાં રોેહન આવ્યો. વિભાના દિલ પર પડેલા ઘા ઉપર સૌંદર્યની પ્રશંસાની લેપ લગાવવા લાગ્યો.
''નિશાંત તો તારી જરા પણ કદર કરતો નથી. એ મૂરખને શું ખબર પડે કે તું આટલી ખૂબસુરત છે. તું તો હીરો સમાન છે જેને ભૂલથી પિત્તળની વીંટીમાં જડી દેવામાં આવ્યો છે. તારા જેવા હીરાનું મૂલ્ય તો મારા જેવો ઝવેરી જ આંકી શકે છે. કોઈપણ તને જોઈને એ ન કહે કે તું બે બાળકની માતા છો. તું તો હજુ સત્તર - અઢારની દેખાય છે. તારું સૌંદર્ય તો કોઈ અપ્સરાને પડકારે તેવું છે.''
પ્રશંસાથી ફુલાઈ ગયેલી વિભા રોહનની બાથમા સમાઈ ગઈ. વિભાને જાણે એવું લાગ્યું કે જાણે તે સજીને કોઈ કદર કરનારો મળી ગોય છે. તેણે સ્વેચ્છાએ પોતાની જાત રોહનને સોંપી દીધી. એને આવી ખોટી પ્રશંસામાં તેને કેટલાંય વર્ષો સુધી ફસાવીને રોેહને લાભ લીધાં કર્યાં અને શારીરીક શોષણ કરતો રહ્યો. પછીથી જ્યારે વિભાને રોેહનની અસલિયતની જાણ થઈ, પોતાની નબળાઈનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.
આવા માણસો ઓછા નથી
આ સમાજમાં વિક્રમ અને રોહન જેવા ચાલાક પુરુષો ઓછા નથી, જો પ્રશંસા ભૂખી નયના અને વિભા જેવી સ્ત્રીઓની દુખતી નસ પર પ્રશંસાના પુષ્પોનો ઢગલો કરી સહેલાઈથી પોતાની જાળમાં ફસાવી શારીરીક શોષણ કરતા રહે છે.
હું એક એવા યુવાનને જાણું છું જેનું કાર્ય આવી યુવતીઓ અને સ્ત્રીઓને આ રીતે ફસાવવાનું છે. હું આના અનુસંધાનમાં તેમને મળ્યો. કેટલાક સવાલ કર્યાં તો નામ ન પ્રગટ કરવાની શરતે તેઓ કહે, ''લોકો છોકરીઓને પટાવવાના જાતજાતના નુસખાઓ અજમાવે છે. તેની આગળપાછળ ચક્કર લગાવે છે, તેમને મોંઘી ભેટ આપે છે છતાં પણ સફળ નથી થતા. જ્યારે હું યુવતીઓ અને સ્ત્રીઓની મનોદશાને સારી રીતે સમજું છું. એટલે મોકોે મળતાં તેમની ખૂબ પ્રશંસા કરું છું. પછી તેમને ઈચ્છા એ પ્રકારે વાળી શકો છો. મારી અનુભવ કહે છે જે યુવતીઓ અને સ્ત્રીઓ નિરાશ, ભાવુક, હતાશ, તાણગ્રસ્તત તથા ઉપેક્ષિત હોય છે અને જેમનું દામ્પત્યજીવન તાણભર્યું હોય છે તે પ્રશંસાની જાળમાં સહેલાઈથી ફસાતી હોય છે. મારા જેવા લોકો તેમની ભાવનાઓનો લાભ લેતા હોય છે.
એ તો શંકા વિનાની વાત છે કે યુવતીઓ અને સ્ત્રીઓની આ નબળાઈ છે. પોતાની આ નબળાઈને કારણે તે સહેલાઈથી પ્રશંસાની જાળમાં ફસાઈને રસ્તોે ભૂલી જતી હોય છે. એટલેકે એ જરૂરી છે કે પ્રશંસા સાંભળે ત્યારે પ્રશંસા કરનારની જાળમાં ફસાવાને બદલે તેની નિયત માપવાનો પ્રયાસ કરો. આ માટે નીચેંના મુદ્દા ધ્યાનમાં રાખો ઃ

  • સામાવાળો કયા કારણસર તમારી પ્રશંસા કરી રહ્યો છે?
  • તેની સાથે તમારો શો સંબંધ છે?
  • તેનું ચારિત્ર્ય કેવું છે?
  • એ તમારી પ્રશંસા કરે છે, તો વાસ્તવમાં તમે એને યોગ્ય છો ખરા?
    જો આ સવાલોના જવાબ સાચા હોય તો ઠીક છે, નહીંતર તેની નિયત ઠીક નથી તેમ સમજી લેજો. ત્યારબાદ તેના પર અમલ કરજો.
  • કોઈ વ્યક્તિ જ્યારે વારંવાર તમારી પ્રશંસા કરે તો સમજી લેજો કે તેની નિયત બરાબર નથી.
  • કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કરાયેલી પ્રશંસાથી ક્યારે પણ ખુશ થશો નહીં.
  • અગર કોઈ માત્ર તમારા રૂપરંગની પ્રશંસા કરે છે, વ્યક્તિત્વની નહીં, જેના તમે સાચા હકદાર છો તો સમજી લેજો કે તેની નિયત સારી નથી, પ્રશંસા પણ ખોટી છે.
    ધ્યાનમાં રાખો, મોઢે કરેલી પ્રશંસામાં સ્વાર્થ છુપાયેલો હોય છે જ્યારે પીઠ પાછળ કરેલી પ્રશંસા સાચી અને સ્વાર્થ વિનાની હોય છે. એટલા માટે પીઠ પાછળ પ્રશંસા કરનારને તમે તમારો સાચો પ્રશંસક ગણજો.
  • એકતા