Sahiyar

વર્તન વ્યવહારથી જીવનસાથીની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકાય

By GS Team
7 Sep 20263 mins read
વર્તન વ્યવહારથી જીવનસાથીની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકાય
  • સંબંધોમાં સહ-નિયમન ભાવનાત્મક સંવાદિતાનું મહત્વ

કોઈપણ સંબંધમાં સહ-નિયમન સંવેદનશીલતા, નિકટતા અને સ્વસ્થ વર્તણૂક પેટર્ન રચવામાં સહાય કરે છે. પાર્ટનરને તેમની લાગણીઓ પર નિયમન કરવામાં સહાય કરવાથી અથવા સહ-નિયમન કરવાથી આપણે આપણા સંબંધો પર તાત્કાલિક એક સકારાત્મક અસર છોડીએ છીએ. તમારી અને તમારા પાર્ટનરની લાગણીઓ અનેક રીતે પરસ્પર જોડાયેલી હોય છે. સહ-નિયમન અને અનિયમનની પ્રક્રિયા દરમ્યાન સંબંધોની બે મુખ્ય પેટર્ન આકાર લે છે. સહ-નિયમન જીવનસાથીના વર્તન એટલે કે શબ્દો ઉપરાંત વ્યવહાર સાથે સંબંધ ધરાવે છે જે તમને તમારી આધારરેખા એટલે કે ભાવનાત્મક સ્થિરતા તરફ પાછા ખેંચે છે.
સહ-અનિયમનની પ્રક્રિયા વિશે બહુ ઓછું સંશોધન થયું છે પણ તેનો અર્થ એવો છે જે તમને તમારી આધારરેખાથી દૂર લઈ જાય છે એટલે કે ભાવનાત્મક અસ્થિરતા તરફ ધકેલે છે.સહ-નિયમન અને અનિયમન અનેક પ્રકારના સંબંધોમાં થઈ શકે છે. પણ તેની સૌથી શક્તિશાળી અસર રોમાન્ટીક સંબંધો તેમજ વાલી-સંતાન સંબંધોમાં વર્તાય છે. યાદ રાખવું જોઈએ કે તમારા જીવનસાથી પર તમે ઊંડી અને ગાઢ અસર કરવા સક્ષમ છો.
એવી કેટલીક પદ્ધતિઓ છે જેનાથી તમે તમારા જીવનસાથીને શાંત કરી શકો છો અને તેની લાગણીઓ પર નિયંત્રણ મેળવી શકો છો.
શાબ્દિક સમર્થન આપવું :
જ્યારે તમારા પાર્ટનર પર કોઈપણ પ્રકારની તાણ હોય ત્યારે સૌ પ્રથમ જરૂર હોય છે તેને શાંત કરતા શબ્દો બોલવાની. તમે તમારા પાર્ટનરને સમજવાનો પ્રયાસ કરીને પણ શાંત કરી શકો છો. આવી પરિસ્થિતિમાં સહકાર અને સમર્થન આપતા શબ્દો અત્યંત સહાયક સાબિત થાય છે. પ્રેમભર્યા શબ્દો બંને વચ્ચે રાહત અને સમર્થન આપતો સ્તંભ રચે છે. સમજદારી કરૂણાને પ્રોત્સાહન આપે છે કારણ કે પ્રોત્સાહન અને સમર્થનના શબ્દો આંધી વચ્ચે પણ આશાના દીપનું કામ કરે છે.
શારીરિક હૂંફ આપવી :
વ્યક્તિને જેના તરફથી સુરક્ષાની લાગણી થતી હોય તેનો સ્પર્શ તાત્કાલિક અસર કરે છે. સૌમ્ય આલિંગન આપવું અથવા તેમના હાથને આશ્વાસનભર્યો સ્પર્શ તેમના ચેતાતંત્રને સંકેત મોકલે છે કે તેઓ સલામત વાતાવરણમાં છે.
દયાભાવ દાખવતા કાર્યો કરવા :
ક્યારેક સહાય કરતું કાર્ય તમારા પાર્ટનરને સારી લાગણી કરાવે છે જેનાથી તેમને પોતાની મુશ્કેલીનો સામનો કરવામાં મદદ મળે છે. પાર્ટનર પાસે પ્રત્યક્ષ હાજર ન પણ થઈ શકો તો સારા શબ્દો અથવા તેમની સેલ્ફ કેર જેવી કોઈ ભેટ મોકલી શકાય છે. પ્રેમભર્યા કાર્યો, પછી ભલે તે નાના હોય કે મોટા, લાગણીના ફલક પર સકારાત્મકતાના રંગ પૂરે છે. પરોપકારના હાવભાવ અંધકારભર્યા દિવસોમાં સૂર્યના કિરણો જેવું કામ કરી જાય છે.
પ્રત્યક્ષ સાથ આપવો :
જીવનસાથી તણાવ હેઠળ હોય ત્યારે તમારી પ્રત્યક્ષ હાજરી અને પાર્ટનર પ્રત્યે અવિભાજિત ધ્યાન તેમજ સહિયારી પ્રવૃત્તિ ઘણી અસર કરી જાય છે. એનાથી લાગણીઓ પર નિયંત્રણ તો મેળવી શકાય છે ઉપરાંત સાથે ભેગા મળીને ખુશાલ યાદો પણ સર્જી શકાય છે. એકાત્મતાની સુમેળભરી ધૂન લાગણીસભર તાલેમેલ રચવા સહિયારા અનુભવો અને આપસી નિયંત્રણના તાણાવાણા રચે છે.
કોઈ સંવેદનશીલ ભેટ આપો :
પાર્ટનર પર સકારાત્મક અસર કરવા તેનામાં સંવેદના જગાવતી ભેટ પણ આબાદ કામ કરી જાય છે, પછી તે હાથેથી બનાવેલું કાર્ડ હોય કે તેમની મનપસંદ વાનગી હોય, ભેટની પસંદગી પાછળ તમારો પ્રયાસ મહત્વનો છે. આવી ભેટ તેમને અહેસાસ કરાવશે કે તમને તેના માટે આદર અને પ્રેમભાવ છે. તમારી ભાવનાનો સાર ઊંડે ઉતરી જાય છે અને બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનાવીને ભાવનાત્મક સંતુલનને બળ આંપે છે. સંબંધોની જટિલતામાં સહનિયમનની ક્ષમતા માત્ર લાગણીઓના તોફાની તરંગોને શાંત કરવાની જ નહિ પણ સાથે એક એવું અભયારણ્ય રચવાની તેની ક્ષમતામાં પણ છે જ્યાં સંવેદનશીલતાનો વાસ હોય છે અને નિકટતા વધે છે. વ્યક્તિઓ આવા લાગણીભર્યા કાર્યોથી અદ્ભુત શક્તિ મેળવે છે તેમજ ભાવનાત્મક સુસંગતતા અને પરસ્પર સમજણથી ઊભરાતું સંબંધોનું વાતાવરણ સર્જે છે. સહનિયમન એવું બ્રશ છે જે સંબંધોના કેન્વાસ પર લાગણીભર્યા તાલનું અદ્ભુત ચિત્ર બનાવે છે અને બ્રશનો દરેક સ્ટ્રોક નાજુક લાગણીઓમાં વ્યક્તિઓની પ્રભાવશાળી અસરનો સાક્ષી બને છે.

  • ઉમેશ ઠક્કર