સૌંદર્ય સમસ્યા

મારી ઉંમર 17 વર્ષની છે. મારા વાળ ઝડપથી ખરવા લાગ્યા છે. હું તેને ગરમ પાણીથી સાફ કરું છું. મારે હવે શું કરવું?
હું ૨૨ વરસની યુવતી છું. ઘઉંના થૂલાવાળા ફેસ પેકની રીત જણાવશો.
એક યુવતી ( અમદાવાદ)
થૂલુ, બદામ અને એક ચમચી મધ, ઇંડાનો યોક અને દહીં ઇંડાની સફેદી અઠવાડિયામાં બે વાર લગાડવા. જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.
પ્રશ્ન : મારી ઉંમર ૧૫ વર્ષની છે. મારા ચહેરાનો રંગ પહેલાં ઊજળો હતો, પરંતુ હવે કાળો પડતો જાય છે. મને એવો ઉપાય બતાવશો જેનાથી મારો રંગ ઊજળો રહે?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : કદાચ વધુ પડતું સૂર્યના તાપમાં રહેવાના કારણે એમ બન્યું હશે. એટલે ધોમધખતા તડકાથી ત્વચાને બચાવવા માટે ચહેરા પર તેમજ અન્ય ખુલ્લાં અંગો પર સનસ્કીન લોશન અવશ્ય લગાવશો. સનસ્ક્રીન લોશન માત્ર તમારા શ્યામ રંગની મૂંઝવણ જ દૂર નહીં કરે. પરંતુ સનબર્નથી ત્વચાને પણ બચાવશે. તડકામાં નીકળો ત્યારે છત્રી અને ચશ્માનો ઉપયોગ જરૂર કરવો. રંગને સાફ કરવા માટે અઠવાડિયામાં બે વાર ફેસપેક અને ફેસસ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તમે ટામેટાં અથવા પપૈયાનો માવો પણ ચહેરા પર લગાવી શકો છો. ત્વચાને કાચા દૂધથી સાફ કરવાથી પણ તમારો રંગ નીખરશે.
પ્રશ્ન : મારી ઉંમર ૧૭ વર્ષની છે. મારા વાળ ઝડપથી ખરવા લાગ્યા છે. હું તેને ગરમ પાણીથી સાફ કરું છું. મારે હવે શું કરવું?
એક યુવતી (વાપી)
ઉત્તર : માનસિક તાણના કારણે વાળ જલદી ખરવા લાગે છે. પૌષ્ટિક ખોરાક ન લેવાથી, વાળ પર પૂરતું ધ્યાન ન આપવાથી આવું બની શકે છે. તાણમુક્ત રહો, સંપૂર્ણ આરામ કરો, પોષણયુક્ત સમતોલ આહાર લેવો.
વાળની સફાઈ પર પૂરતું ધ્યાન આપો. સહેજ ગરમ કરેલા તેલથી માથા પર માલિશ કરો, માલિશ કર્યા પછી વાળમાં એક ઈંડાનો રસ લગાવો. પંદર મિનિટ પછી વાળને શેમ્પૂથી સાફ કરો. વાળને નવશેકા પાણીથી સાફ કરો, બહુ ગરમ પાણીનો ઉપયોગ ન કરશો.
વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળની ચમક તથા માથાની ચામડી પર માઠી અસર થવા સંભવ છે. દર પંદર દિવસે વાળમાં મેંદી લગાવવાથી વાળ સ્વસ્થ અને ચમકદાર બની રહેશે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે. હું મોટા ભાગે સ્ટ્રેપવાળી ચંપલ અને સેન્ડલ પહેરું છું. આનાથી સ્ટ્રેપવાળી જગાને છોડીને મારા પગનો બાકીનો ભાગ કાળો પડવા લાગ્યો છે. મારા પગના રંગને સાફ કરવાનો ઉપાય બતાવશો?
એક યુવતી (ભાવનગર)
ઉત્તર : તાપના કારણે તમારા પગનો રંગ કાળો પડી રહ્યો છે. યોદ્ય તો એ છે કે તમે ખુલ્લા ચંપલ પહેરવાને બદલે પગ બંધ રહે તેવાં પગરખાં પહેરો જેનાથી ત્વચા કાળી નહીં પડે. પગને નિયમિત રીતે સાબુથી સાફ કરો. તડકામાં નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન જરૂર લગાવશો. અઠવાડિયે એક વાર પેડીક્યોર કરો તથા કોઈ પણ પેક લગાવો. જેનાથી ત્વચાનો રંગ પહેલાં જેવો સાફ થઈ જશે.
- જયવિકા આશર









