વર્ષાઋતુમાં રોમાન્ટિક બનો

જાન લે લેગી યે બરસાત કરીબ આ જાઓ…
વરસાદનું આગમન થતાં જ પ્રેમીઓ વરસાદ ઉપરાંત શ્રૃંગા૨ ૨સમાં પણ તરબોળ થઈ જાય છે. વરસાદ અને પ્રેમ એકબીજાથી અલગ થઈ શકે તેમ નથી. બોલીવૂડે પણ વર્ષાઋતુ અને રોમાન્સને ભરપૂર વટાવ્યો છે. બોલીવૂડની ફિલ્મમાંથી કેટલીક ટીપ્સ લઈને તમે પણ વર્ષાઋતુમાં પ્રેમરસથી તરબોળ થઈ શકો છો.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે. વરસાદથી બચવા માટે તમે એક છત નીચે ઉભા છો. એવામાં ગીટારનોસ્વ૨તમારા કાનમાં પડેછેઅનેતમે રોમાન્ટિક બની ઝૂમવા માંડોછો. અને હા, કાજોલની જેમ તમેતમારા ઘરના આંગણામાં પણ ટૂંકા કપડા પહેરી નાચી શકોછો. 'મેરે ખ્વાબોમેંજો આયે' ગાતા ગાતા નાચી પણ શકો છો પરંતુ આ દ્રશ્ય ભજવતા પૂર્વેતમને નાચતા અને ગાતા તેમજ તમારા પ્રેમીને ગીટાર વગાડતા આવડવું જોઈએ.
તમારી માશુકની બારી નીચે ઊભા રહીને ગાવાની ઈચ્છા જો૨ પકડે તો સૌપ્રથમ તમારો અવાજ કર્ણપ્રિય છે એ વાતની ખાતરી કરી લેજો. 'ના હૂં તો ગાઈશ'ની હઠનું પરિણામ કેવું આવે છે એ જણાવવાની કોઈ જરૂર છે ખરી? તમારા ભેંસાસુરથી પ્રેમિકા તમારાથી દૂર ભાગી જાય એના કરતાં શામ ઢલે ખિડકી તલે સીટી બજાવવામાં વધુ લાભ છે. હા, પ્રેમિકા સીટી બજાના છોડ દો કહે તો આ તેની મીઠી ફરિયાદ છે એ વાત સમજી જજો. અને હા, માશુકના ઘરની નીચે જરા સારા કપડા પહેરીને જજો નહીંત૨ તમા૨ો ભેંસાસુરકાને પડતા જ તેના તરફ લંબાવેલા હાથમાં પસાર થતા લોકો ચાર આના કે આઠઆનાના સિક્કા મૂકી જાય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. ધ્યાનમાં રાખવા જેવી બીજી વાત એ છે કે તમારી પ્રેમિકાને ગમતું હોય એવું જ ગીત ગાવ. આમાં તમારી પસંદગી કામ લાગશે નહીં. તમે વધુ પડતા સાહસિક હોતો ઝાડ ફરતે ચકરાવા લઈ અદલ ફિલ્મી સ્ટાઈલથી એકાદ ગીત પણ લલકારી શકો છો.
પ્રેમિકાએ પણ થોડું ઘણું સમાધાન કરવાની તૈયારી રાખવી પડશે. તમારો પ્રેમી ગીત લલકારી તમને ખુશ કરવાનો પ્રયાસ કરતો હોય ત્યારે તમારા કાનફાટી જવાની તૈયારીમાં હોય તોપણ તેનું ગીત શાંતિથી સાંભળો અને ચહેરા પર સ્મિત ફરકતું રાખો. તેણે તમારે માટે કેટલી મહેનત કરી છે એ વાતને વધુ મહત્ત્વ આપો. અને હા, તેને આ કામનો બદલો જરૂર આપો. તેના ગાલ ૫૨ એક ચુંબન કરશો તો તે ખુશખુશાલ થઈ જશે અને હોઠ ૫૨ ચુંબન કરશો તો. ખેર, જવા દો એ વાત.
બીવીનં.-૧
'અકસ્માત'થી તમારી મોટર કે સ્કૂટર તમારી પ્રેમિકાના ઘર સામે જ ખોટકાઈ જાય તો? તેના ઘરમાં પ્રવેશવાનું બહાનું આપોઆપ જ જડી જશે. ફોન કરવાને બહાને કે પછી વરસાદથી બચવા માટે તેના ઘરમાં ઘૂસી જાવ અને ચાના ઘૂંટડા ભરતા ભરતા તેની સાથે પ્રેમની વાતો કરવાનો અવસર ચૂકવા જેવો નથી. ફિલ્મમાં પરિણીત પુરુષ સલમાન આવા કાવાદાવા કરે છે પરંતુ વાસ્તવિક જીવનમાં પરણેલાં લોકોએ આવી હરકતોથી દૂર રહેવું.
શ્રી ૪૨૦
વર્ષાઋતુમાં ગવાયેલા ફિલ્મી ગીતોની વાત આવે એટલે 'શ્રી ૪૨૦'ના 'પ્યાર હુઆ ઈકરાર હુઆ' ગીતનો ઉલ્લેખ જરૂ૨ કરવો પડે. ધોધમાર વરસતા વરસાદમાં એક જ છત્રી હેઠળ માર્ગ કાપવાની મઝા શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. અને આવા રોમાન્ટિક વાતાવરણમાં ગરમ ગરમ ભજીયા અથવા બટાટા વડા અને ચા મળીજાય તો… વાઉ બાત બન જાયે. વરસાદની ઋતુમાં કેટલીક વારઘરની વીજળી પણ વેરણ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં વીજપુરવઠો પૂરો પાડતા ઉપક્રમને ગાળો ભાંડવા કરતા મીણબત્તીના ઉજાસમાં એકબીજાની આંખોમાં આંખો પરોવી ભોજન કરવાનો લ્હાવો લેવા જેવો છે ખરો. પરંતુ હા, ભોજનનો કોળિયો ભરવા માટે થાળીમાં નજર કરવી પડશે.
રોટી કપડાં ઔર મકાન
જોકે આજની પ્રેમિકાઓ '૭૦ના દાયકાની પ્રેમિકાઓથી ઘણી અલગ છે. આથી તેઓ 'તેરી દો ટકિયા દીનો કરી મેં મેરા લાખો કા સાવન જાયે' ગાવા કરતા લાખોની નોકરી માટે એક શું દસ-બાર સાવન પણ કુરબાન થવા તૈયાર થશે. પરંતુ કોઈવાર આવી ધૂન સવાર થાય અને ઓફિસ જતાં પ્રેમીને રોકવો હોય તો આવો અખતરો કરી શકાય છે. પરંતુ આ અખતરો કરતાં પૂર્વે ઝિન્નત જેવું સેક્સી ફિગર જરૂરી છે એ વાત ભૂલાય નહીં.
મિ.ઈન્ડિયા
તમે તમારા પ્રેમીની રાહ જોઈ રહ્યા છો અને વર્ષારાણી ધરતીને પોતાના પ્રેમમાં ભીંજવી નાખવા આતુર બની જાય છે. વર્ષારાણીનો આ પ્રેમ જોઈ તમારું દિલ પણ પ્રેમથી તરબોળ બની જાય છે. અને તમને શ્રીદેવીની જેમ કાટે નહીં કટતે દિન યે રાત ગાવાનું મન થઈ આવેછે. પરંતુ આ સમયે તમે શિફોન સાડી પહેરી હોવી જોઈએ એ શરત છે. ઘાસમાં આળોટવાનો વિચાર છોડી દો. ઘાસમાં આળોટવાને કારણે ખંજવાળ આવશે તો તમારો રોમેન્ટિક મૂડ હવામાં થઈ જશે એ વાત લખી રાખજો .
વેલ, ફિલ્મી ઈતિહાસમાં આવા ઘણા ગીતો સામેલ છે જે તમારી વહારે આવી શકે છે પરંતુ આ બધા ગીતોનો અહીં સમાવેશ કરી કાગળો બગાડી પર્યાવરણને વધુ નુકસાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી આથી આ ગીતો તમનેન ગમે તો તમારી કલ્પનાને કામ લગાડી તમને જે ગમે એ ગીત ગાવાની તમને છૂટ છે. આખરે 'યે પ્રેમદા મામલા હૈ.'









