Get The App

શિયાળામાં આકર્ષક મેકઅપ .

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
શિયાળામાં આકર્ષક મેકઅપ                                   . 1 - image


જો તમે હોટ, ગોર્જિયસ અને ફેબ્યૂલસ લુક મેળવવા ઇચ્છો છો જે દરેક નારીનું સપનું હોય છે તો તમારા માટે પ્રસ્તુત છે વિન્ટર હોટ મેકઅપ મંત્ર. જરૂરી નથી કે હોટ અને ગ્લેમરસ લુક માટે તમારું બજેટ ખોરવી દો. જરૂર છે મેકઅપના બદલાતા ટ્રેન્ડ પર નજર રાખવાની અને તે મંત્રને અનુસરવાની. જે તમારા રૂપ અને વ્યક્તિત્વને નિખારે.

ટ્રાન્સપરેન્ટ મેકઅપ મંત્ર

આ વર્ષે વિન્ટર સિઝનમાં ટ્રાન્સપરેન્ટ મેકઅપનું ચલણ રહેશે જે ક્યારેય આઉટ ઓફ ફેશન નહીં રહે. જો તમે ફ્રેશ, નેચરલ ક્લિઅર લુક મેળવવા ઇચ્છતા હો તો ટ્રાન્સપરેન્ટ મેકઅપથી સારો વિકલ્પ બીજો કોઈ નથી એટલે જો તમે મેકઅપ પ્રોડક્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો કલર શેડ્સ વધારે ડાર્ક ન હોય તેનું ધ્યાન રાખો અને ટ્રાન્સપરેન્ટ મેકઅપ માટે તમે તમારા સ્કિનટોન પ્રમાણે ફાઉન્ડેશનના એવા ટોનની પસંદગી કરો જે મેચિંગ થાય. આઈશેડોમાં નેચરલ શેડ્સ, વોલ્યૂમાઇઝિંગ મસકારા અને લાઈટ કાજલ (વિથ સ્મજિંગ ઇફેક્ટ), ચિક્સબોન પર લાઈન બ્લશર સ્ટ્રોક્સ, ટ્રાન્સપરેન્ટ લિપગ્લોસ અથવા લિપસ્ટિકથી તમારા લુકને કમ્પ્લીટ કરો. ધ્યાન રાખો કે ઓવર મેકઅપ ટ્રેન્ડિ નહીં ટ્રાન્સપરેન્ટ મેકઅપ પ્રોડક્ટ માટે લેકમે મેબિલિન કે કલરબાર શ્રેષ્ઠ વિકલ્પ છે.

થિક આર્ચ આઈબ્રોઝ

ચહેરાની સુંદરતા વધારવા માટે થિક આઈબ્રોઝનું ચલણ રહેશે. ખાસ આર્ચ શેપ લોંગ લેન્થનું ચલણ જોવા મળશે. તે સિવાય કલર આઇબ્રોઝનું પણ ચલણ રહેશે. જો તમારી આઈબ્રોઝ આછી હોય તો તેની પર રાત્રે સૂતાં પહેલાં નવશેકા જેતૂનના તેલમાં આઈબ્રો પેન્સિલ ડીપ કરીને લગાવો. તે સિવાય બ્લેક, બ્રાઉન આઈબ્રો પેન્સિલથી ડિઝાઈન કરો.

રેટ્રો આઈલાઈનર

છેલ્લો મેકઅપ મંત્ર છે હેવી થિક આઈલાઈનર. લગભગ '૫૦-'૬૦ના દાયકાની રેટ્રો આઈલાઈનર ફેશનમાં રહેશે. ગોર્જિયસ બ્યૂટિ લુક માટે પૂરી આઈલિડ પર થિક લાઈનરનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય બ્લેક સાથે કલર લાઈનરનું પણ ચલણ રહેશે.  

હેર ડિઝાઈન

હેરને રિંગલેટ્સ, રોલર, સ્ટ્રેટનિંગ, ક્રિસ્પી સ્પાઈરલ વગેરેથી નવો લુક આપવામાં આવશે. તે સિવાય વિભિન્ન પ્રકારની એક્સેસરિઝથી સુંદરતા વધારવાનું ચલણ વધુ રહેશે. તેની સાથે ડબલ નોટ, ફ્રેન્ચ ચોટીબન, ટ્વિસ્ટ પોનીટેલ, ટ્વિસ્ટ બન ફંકી વગેરે સ્ટાઈલનું પણ ચલણ રહેશે.

મેક્સ કલર સ્મોકી આઈઝ

જો કે મિક્સ કલર સ્મોકી આઈઝનો ટ્રેન્ડ રહેશે, પરંતુ માત્ર સ્મજિંગ બ્લેક શેડ્સ જ નહીં બલકે મિક્સ ફેમિલી કલર શેડ્સનું ચલણ રહેશે, પણ હેવી ગ્લિટરને બાયબાય અને આંખોને હાઇલાઈટ કરવા માટે ફાઈન શિમર શેડ્સને વેલકમ કરો.

ડિઝાઈનર નેઈલ આર્ટ

મેકઅપ મંત્રમાં નેકસ્ટ નંબર છે નેઈલ પેઈન્ટના. સ્પેશિયલી એકવા, હોટ વાઈબ્રન્ટ શેડ્સ ચલણમાં રહેશે. તે સિવાય ડિઝાઈનર નેઈલ આર્ટમાં થીમ આધારિત નેઈલ આર્ટ, વર્ટિકલ નેઈલ આર્ટ, જ્વેલ નેઈલ આર્ટ અને ફેન્ટસિ નેઈલ આર્ટનું ચલણ રહેશે ૨-૩ કલર શેડ્સને મિક્સ મેચ કરીને તમે પણ નેઈલ ડિઝાઈન બનાવી શકો છો.

હોટ જ્યૂસી લિપ્સ

આ સિઝનમાં લિપ્સ માટે મિક્સ એન્ડ મેચની બોલબાલા રહેશે એટલે કે એક બાજુ ટ્રાન્સપરેન્ટ મેકઅપનંણ ચલણ રહેશે તો બીજી બાજુ લિપ્સને ડિઝાઈન કરવા માટે હોટ રેડ, બરગંડી અને ડાર્ક પર્પલ જેવા શેડ્સ ચલણમાં રહેશે. તેથી લિપસ્ટિકની પસંદગીમાં બોલ્ શેડ્સ પણ સામેલ કરો.


Google NewsGoogle News