Gujarat
ડુંગરીકંપામાં મીની વાવાઝોડા સાથે વરસાદથી પપૈયાનો પાક જમીનદોસ્ત
By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021

વિજયનગર,તા.2
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે
જેને લઇ કમોસમી વરસાદ બાજ આજે વિજયનગરના ડુંગરીકંપામાં મીની વાવાઝોડું ફુંકાતા ૧૬
વિઘામાં વાવેતર કરેલા પાક જમીનદોસ્ત થઇ ગયો હતો.ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો
વારો આવ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા
ડીપ ડીપ્રેશનની અસરથી સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી
માવઠાના કારણે ખેતીને નુક્સાન થયુ છે. ત્યારે આજે વહેલી સવારે વિજયનગરના ગ્રામ્ય
વિસ્તારમાં પ્રતિકલાક ૭૦ થી ૮૦ કી.મી.ની ઝડપે વાવાઝોડું ફુંકાયા પછી ડુંગરીકંપામાં
વાવેતર થયેલા પપૈયાના પાકનો વાવાઝોડાએ સોથવાળી દીધો હતો.આ ખેતરમાં અંદાજીત ૧૫
લાખથી વધુનું નુકસાનનો અંદાજ સેવાઇ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં
વાવાઝોડાના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને પણ સત્વરે સહાય ચૂકવવી જોઈએ.




