હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં 900 ચાંદીના રાણી સિક્કાનો હિંડોળો, ભક્તો દર્શન માટે અધીરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himmatnagar Swaminarayan Temple Silver Coins Hindola: હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના મંદિરોમાં હિંડોળો બાંધવામાં આવ્યો છે અને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. તેવામાં હિંમતનગરના મારુતિનગર પાસે આવેલ નરનારાયણ ગાદીતાંબાના શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે આજે(26 ઓગસ્ટ) એક ભક્તે પોતાની પાસેના ચાંદીના રાણી સિક્કાથી હિંડોળો બનાવ્યો હતો. મંદિરના મહંત દ્વારા આરતી બાદ હિંડોળો ખુલ્લો મુક્યો હતો અને પછી હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં 900 ચાંદીના રાણી સિક્કાનો હિંડોળો કરાયો
આ અંગે હિંમતનગરના નરનારાયણ સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુણદાસજીએ જણાવ્યું હતું કે,પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત હિંમતનગરમાં નર નારાયણદેવ તાંબાનું વલભાચાર્યની અને વિઠ્ઠલનાથજીની જે સેવા નીતિ ચાલી રહી છે. એ મુજબ હાલમાં હિંડોળા ઉત્સવ પર્વ ચાલી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શિવજીના મંદિરે દરરોજ પૂજા પાઠ પરંપરા મુજબ થાય છે. તેવી રીતે હિંડોળા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે અમારા પરમ ભગવદીય હારી ભક્ત કનુભાઈ પંડયા પાસે જૂના પરંપરાગત ચાંદીના રાણી સિક્કા હતા. તેમની ભાવના હતી કે મારે ભગવાન સાથે લાડ લડાવવા છે, જેને લઈને ભવ્ય હિંડોળો બનાવ્યો છે. જેની અંદર 900 સિક્કાઓનો ઉપયોગ કર્યો છે. સૌ ધર્મ પ્રેમી જાહેર જનતાએ ભક્તોએ હિંડોળા દર્શન કરવા માટે આવવા સ્વામીજીએ આવેદન કર્યું હતું.




