હિંમતનગરમાં ભયાનક દ્રશ્યો: નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું, રેતી ખનન કરવા ગયેલા લોકોનો આબાદ બચાવ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himatnagar Tractor Swept Away River Flood: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીમાં આવેલા પ્રચંડ પ્રવાહે એક ટ્રેક્ટર તણાઈ જવાની ઘટના સામે આવી છે. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યા છે.
હિંમતનગરમાં નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું
મળતી માહિતી મુજબ, નદીમાં રેતીના ખનન માટે કેટલાક લોકો ટ્રેક્ટર લઈને ગયા હતા. આ દરમિયાન અચાનક નદીના પાણીનો પ્રવાહ વધી જતા ટ્રેક્ટર પાણીમાં તણાયુ હતુ. જો કે, ટ્રેક્ટરમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
નદીમાં જળસ્તર વધતા દુર્ઘટના
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી મોસમ દરમિયાન નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતો હોવાથી આવા વિસ્તારોમાં જવું અત્યંત જોખમી બની શકે છે. સદનસીબે આ ઘટનામાં લોકોનો આબાદ બચાવ થયો, પરંતુ ટ્રેક્ટર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયું.
પ્રશાસન દ્વારા પણ વરસાદી મોસમ દરમિયાન નદી, ચેકડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.









