Gujarat

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટયું : નવા પાંચ પોઝિટિવ કેસ

By GS Team
27 Feb 20221 min read
This article was originally published on 27 Feb 2022
સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટયું : નવા પાંચ પોઝિટિવ કેસ

હિંમતનગર તા. 26

સાબરકાંઠા જિલ્લામાં આજે કોરોનાના પાંચ કેસ નોંાાયા છે અને એકિટવ કેસની સંખ્યા ઘટીને ૧૯ પર પહોંચી ગઇ છે. જયારે દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

જિલ્લામાં શનિવારે હિંમતનગરના લાલપુર તથા ઘોલવાડા ગામના બે ૬૦ વર્ષીય વૃધ્ધો, ઈડરના માનગઢના  ૫૫ વર્ષીય મહિલા, પોશીનાના ગણાવા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધા અને વડાલીના મેધ ગામના ૩૫ વર્ષીય યુવક કોરોના સંક્રમીત બનતા હોમ આઈસોલેશનમાં રહી તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના શહેરમાં ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ મળી કુલ ૧૯ એકટીવ કેસો રહ્યા છે.

જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા ૯૪૯૭ દર્દીઓ પૈકી ૯૩૧૮  દર્દીઓ સારવાર મેળવી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે. જયારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૬૦ લોકોના મોત નિપજ્યા છે. જીલ્લામાં સંક્રમીત તાલુકાઓમાં બેનો વધારો થઈ ૬ તાલુકાઓ કોરોના સંક્રમીત બન્યા છે જયારે જીલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા કોરોના મુકત તાલુકાઓ રહ્યા છે.

જિલ્લામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ૬ અને શહેરમાં ૨ મળી કુલ ૮, પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં ૪, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં ૪ અને તલોદમાં ૧, વડાલીમાં ૧, પોશીનામાં ૧ મળી કુલ જિલ્લાના ૬ તાલુકાઓ પૈકી ૧૯ દર્દીઓ કોરોના સંક્રમિત રહ્યા છે.