ઇન્દ્રએ શિવલિંગ સ્થાપ્યું, સંતે ઘોડાનો રંગ બદલીને ધોળો કર્યો તો શિવજી ઓળખાયા ‘ધોળેશ્વર મહાદેવ’ તરીકે; જાણો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholeshwar Mahadev: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે એક અતિપૌરાણિક ‘ધોળેશ્વર મહાદેવ’નું શિવાલય. કહેવાય છે કે, ઇન્દ્રએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મંદિરના એક સંતે પરચો પણ આપ્યો હતો. તો આવો જાણીએ આ શિવાલયની રોચક ગાથા…
શું છે પૌરાણિક કથા?
સૌપ્રથમ વખત સતયુગમાં અહીં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હોવાની માન્યતા છે. આ શિવાલયમાં ઇન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી તેના નામ પરથી ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’ તરીકે આ શિવાલય ઓળખાયું હતું.

વધુ એક દંતકથા મુજબ, પેશ્વા સરકારના રાજ દરમિયાન કડિયા મહારાજ મલ્હારરાવ નામે સુબેદાર મૂકવામાં આવ્યા હતા. તે સમયે રાજની ઘોડાશાળામાંથી ઘોડાઓની ચોરી થઈ હતી. સૈનિકોએ ચોર ટોળકીનો પીછો કર્યો. તે સમયે ચોરોને મહાદેવનું મંદિર દેખાયું અને તેઓ ત્યાં છુપાઈ ગયા હતા. ચોરોએ મંદિરમાં ધૂણી ધખાવીને બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરી અને ફરીથી ક્યારેય આવું કૃત્ય ન કરવાની બાંહેધરી આપી હતી. તેમની વાત સાંભળીને સંતે તેમની મદદ કરી હતી. ચોરોએ ચોરેલા ઘોડા લાલ અને કાળા રંગના હતા. સંતે તેનો રંગ બદલીને ધોળા કરી નાંખ્યા. જેથી સૈનિકો તેમને ઓળખી ન શકે.

ત્યારે ચોર શિવાલયમાં સંતાઈ ગયા હતા. બાજુમાં ધૂણી ધખાવી બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરતા તેમણે ચોરને ફરીથી આવું કૃત્ય નહીં કરવાની શરતે બચાવ્યા હતા. પરંતુ તેમણે ચોરેલા ઘોડા લાલ અને કાળા રંગના હતા. તેથી સિપાહી તેમને ઓળખી ન જાય તેથી ઘોડાનો રંગ બદલીને ધોળા બનાવી દીધા હતા. ત્યારથી આ શિવ ધોળેશ્વર મહાદેવના નામે ઓળખાયા હતા.
પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ
વૈદિક ધર્મના પુરાણો તરીકે, મહર્ષિ વેદવ્યાસના અઢાર પુરાણોમાંના ઉત્તર ક્રિયા ખંડ અધ્યાય 151 અને સ્કંદ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મ્ય તરીકે આ શિવાલયનું વર્ણન કરેલું છે. ધોળેશ્વર મંદિરમાં ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા ચાલી રહી છે, જ્યારે 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે.

ઈન્દ્રએ શિવલિંગની સ્થાપના કરી
આ મંદિરની એવી પણ માન્યતા છે કે, જો કોઈ ભક્ત કાશીની મુલાકાત ન લઈ શકે તો આ સ્થાનની મુલાકાત લઈને સાબરમતી નદીમાં સ્નાન કરવાથી કાશી સમાન પુણ્ય મળે છે. ભગવાન ઈન્દ્ર પણ અહીં સાબરમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી શિવજીની પૂજા કરી હતી અને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા. તેથી ઇન્દ્રએ અહીં મંદિર બંધાવ્યું હતું.









