કઠિન પૂજા-પાઠ વગર મહાદેવ સાથે કેવી રીતે જોડાવું? શિવપુરાણમાં છુપાયેલો છે સાચી ભક્તિનો સરળ માર્ગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lord Shiva: હિંદુ ધર્મમાં ભગવાન શિવને બ્રહ્માંડના સર્વોચ્ચ દેવ જ નહીં, પરંતુ સર્જક પણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શિવના ગુણોનું એવું સમૃદ્ધ વર્ણન કરાયું છે કે, હજારો વર્ષો સુધી પણ તેનું વર્ણન કરવું સરળ નથી.
વેદ-પુરાણોમાં તેમની મહિમા વિશે 'નેતિ નેતિ' એટલે કે તેમને જાણવા અસંભવ છે. ભગવાન શિવના અનેક નામોમાંનું એક નામ 'આશુતોષ' પણ છે, જેનો અર્થ થાય છે કે તેઓ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે.
મહાદેવ સાથે કેવી રીતે જોડાવું?
આપણામાંથી મોટા ભાગના લોકો ભગવાન શિવની પૂજા-પાઠ, ઉપાસના અને અન્ય ઘણું બધું કરતા હોય છે, પરંતુ તેમની સાથેના જોડાણનો અહેસાસ દરેક વ્યક્તિને નથી થતો.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, શિવ સાથે જોડાવાની શરૂઆત કોઈ કઠિન પૂજા-પાઠથી નથી થતી, પણ તેની શરૂઆત મનની અંદરથી થાય છે. શિવપુરાણમાં વારંવાર એવા ગુણો વિશે જણાવવામાં આવ્યું છે, જે ભક્તને સાચા અર્થમાં શ્રેષ્ઠ બનાવે છે.
ભગવાન શિવની માનસ પૂજા કરો
ભગવાન શિવની પૂજા માત્ર બાહ્ય રીતે જ નહીં, પણ આંતરિક રીતે પણ કરી શકાય છે. જ્યારે બાહ્ય વિધિ-વિધાનો કે પૂજા-પાઠ સરળ ન લાગે, ત્યારે સાચા મનથી તેમને જળ, પુષ્પ અને ભક્તિ અર્પણ કરો. માનસ પૂજા એ વાતનું પ્રતીક છે કે, જ્યારે બાહ્ય વસ્તુઓ અર્પણ કરવી મુશ્કેલ કે અશક્ય હોય, ત્યારે માત્ર સાચા મનથી જ તેમનું સ્મરણ કરો.
શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ, અહંકાર કે ઈર્ષ્યા નથી હોતી, ત્યારે આપોઆપ જ ઈશ્વરની કૃપા માટે સ્થાન બની જાય છે. શાંતિ બેચેન મનને શિવ તરફ વાળવામાં મદદરૂપ થાય છે.
શાંત મનમાં ભગવાન શિવ વાસ કરે છે
ભગવાન શિવની ભક્તિ અને તેમની સાથે જોડાવા માટે તમારે એક જ દિવસમાં બધું જ બદલી નાખવાની જરૂર નથી. તમારી શરૂઆત એક શાંત પ્રાથનાથી કરો. એક સ્વચ્છ, પવિત્ર અને અધ્યાત્મિક વિચાર મનમાં લાવો. શિવ સાથે જોડાયેલા મંત્રોનો જાપ કરો અને રોજ થોડી ક્ષણો શાંતિથી બેસો. દરરોજ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
ઉદાહરણ તરીકે, ઘુશ્મા દરરોજ 101 શિવલિંગ બનાવીને ભગવાન શિવની પૂજા કરતી હતી. તેમની સતત ભક્તિથી પ્રસન્ન થઈને શિવે તેમને હંમેશા પોતાની પાસે રહેવાના આશીર્વાદ આપ્યા હતા.
ભગવાન શિવનું સાચા મનથી સ્મરણ કરવાથી તેમની સાથેના જોડાણનો અહેસાસ આપોઆપ થવા લાગશે. તમારો દરેક વિનમ્ર અને સ્થિર પ્રયાસ તેમની તરફનું એક પગલું બની જાય છે. આ માર્ગ ત્યારે વધુ ગાઢ બની જાય છે, જ્યારે ભક્તિ માત્ર એક ઘટના ન રહેતાં તમારા જીવવાની શૈલી બની જાય છે.









