Dharm

દ્રોણાચાર્યએ શિવ ઉપાસના માટે શિવલિંગ સ્થાપ્યું 'ને ગંગાજી પ્રગટ કર્યા, જાણો ગીરના જંગલમાં આવેલા શિવાલયનો ઇતિહાસ

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના દ્રોણ ગામે ગીરના જંગલમધ્યે મહાભારતકાળનું અતિપૌરાણિક 'દ્રોણેશ્વર મહાદેવ' શિવાલય આવેલું છે. પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણાચાર્યે અહીં શિવલિંગ સ્થાપી યોગ શક્તિથી શિલામાં તીર મારી ગંગાજી પ્રગટ કર્યા હતા. આજે પણ નંદીના મુખમાંથી અવિરત જળધારા શિવલિંગ પર થાય છે, જે વિજ્ઞાન માટે રહસ્ય છે. શ્રાવણમાં ભક્તોની ભીડ જામે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દ્રોણાચાર્યએ શિવ ઉપાસના માટે શિવલિંગ સ્થાપ્યું 'ને ગંગાજી પ્રગટ કર્યા, જાણો ગીરના જંગલમાં આવેલા શિવાલયનો ઇતિહાસ

Droneshwar Mahadev: પ્રકૃતિની ગોદમાં ગીરના જંગલમધ્યે બિરાજમાન છે અતિપૌરાણિક મહાભારતકાળનું શિવાલય. ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલું છે, પાંડવો-કૌરવોના ગુરુ દ્રોણાચાર્યએ સ્થાપેલું ‘દ્રોણેશ્વર મહાદેવ’નું શિવાલય. આવો જાણીએ રોચક ગાથા…

Droneshwar Mahadev.jpg

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, વર્ષો પહેલા પાંડવોની શોધખોળ કરતા દ્રોણાચાર્ય મચ્છુન્દ્રી નદી કાંઠે આવ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોળાનાથની ઉપાસના કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, નિત્યનિયમ મુજબ શિવલિંગ પર જળાભિષેક કરવા માટે યોગ શક્તિ દ્વારા શિલામાં તીર મારી ગંગાજી પણ પ્રગટ કર્યા હતા. આજે પણ અહીં ગંગાજી સહિત શિવલિંગ હયાત છે.

Droneshwar Mahadev (2).jpg

અહીં શિવલિંગની પાછળના ભાગે નંદી બિરાજમાન છે અને તેના મુખમાંથી અવિરત દિવસ-રાત શિવલિંગ પર જળધારા થતી રહે છે. વિજ્ઞાન પણ આજદિન સુધી જાણી શક્યું નથી કે આટલા વરસોવરસથી આ પાણી કેવી રીતે આવી રહ્યું છે.

Droneshwar Mahadev (1).jpg

આ જગ્યા ગીરના જંગલમાં આવેલી છે. અહીં પાસે જ દ્રોણેશ્વર ડેમ પણ આવેલો છે. અહીં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટે છે અને ન્હાવાની મજા માણે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં આ જગ્યા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. મહાભારતકાલીન શિવાલય હોવાથી લોકોની આ મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા છે.