Dharm

ઘરમાં મૂકી રાખેલી આ 5 વસ્તુઓ નવરાત્રિ પહેલા જ હટાવી દો, નહીંતર ભૂલ ભારે પડશે!

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબર, 2026થી થશે. મા દુર્ગાના સ્વાગત માટે ભક્તો ઘરમાંથી ખંડિત મૂર્તિઓ, સૂકાયેલા છોડ, જૂની સાવરણી, બંધ ઘડિયાળ અને તૂટેલા વાસણો જેવી નકારાત્મકતા લાવતી વસ્તુઓ દૂર કરી રહ્યા છે. નવરાત્રિ પહેલા ઘરની સફાઈ અને પવિત્રતાથી માતાની પૂજા ફળદાયી બને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં મૂકી રાખેલી આ 5 વસ્તુઓ નવરાત્રિ પહેલા જ હટાવી દો, નહીંતર ભૂલ ભારે પડશે!

Shardiya Navratri Vastu Tips: આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત આવતીકાલે એટલે કે 11 ઓક્ટોબર 2026થી થવા જઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારા આ પવિત્ર પર્વમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ભક્તો ઘરમાં ગરબાની સ્થાપના કરી સુખી જીવનની કામના કરે છે. નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરમાં મા શક્તિના સ્વાગત માટે સાફ-સફાઈ અને પૂજાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરનો નકામો અને અશુભ સામાન ઘરમાં નકારાત્મકતા વધારી શકે છે, તેથી નવરાત્રિ શરુ થતા પહેલા મંદિરથી લઈને ઘરના અન્ય ખૂણાઓની યોગ્ય સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.

નવરાત્રિ પહેલા ઘરમાંથી કઈ ચીજો હટાવવી જરૂરી છે?

ભગવાનની ખંડિત મૂર્તિઓ

પૂજા ઘરની સફાઈ કરતી વખતે મૂર્તિઓનું વિશેષ ધ્યાન રાખવું. જો ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ તૂટેલી કે ખંડિત હોય, તો તેને તરત જ હટાવી લેવી જોઈએ. શાસ્ત્રો અનુસાર તૂટેલી મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે, તેથી તેને આદરપૂર્વક જળમાં વિસર્જિત કરી દેવી યોગ્ય છે.

સૂકાયેલા અને મુરઝાયેલા છોડ

ઘરની સુંદરતા વધારવા માટે લોકો છોડ લગાવે છે, પરંતુ યોગ્ય દેખરેખના અભાવે કેટલાક છોડ સંપૂર્ણપણે સુકાઈ જતા હોય છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલા આવા સૂકાયેલા છોડને ઘરની બહાર કાઢી દેવા જોઈએ.

જૂની અને ખરાબ સાવરણી

હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરની સાવરણી તૂટી ગઈ હોય કે ખરાબ થઈ ગઈ હોય, તો તેને બદલીને નવી સાવરણી લઈ આવવી. જૂની અને તૂટેલી સાવરણીને ઘરમાં ગમે ત્યાં વેરવિખેર હાલતમાં રાખવી જોઈએ નહીં.

બંધ ઘડિયાળ અને ખરાબ ઈલેક્ટ્રોનિક સામાન

જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ લાંબા સમયથી બંધ પડેલી હોય, તો તેને રિપેર કરાવી લેવી અથવા ઘરથી દૂર કરવી. વાસ્તુશાસ્ત્ર મુજબ બંધ ઘડિયાળ વ્યક્તિની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. આ ઉપરાંત, ઘરના નકામાં અને ખરાબ વીજ ઉપકરણો પણ જમા કરીને ન રાખવા.

તૂટેલા વાસણો અને કાચનો સમાન

રસોડા કે ઘરના અન્ય ભાગોમાં પડેલા તૂટેલા વાસણો, તિરાડ પડેલા કાચ કે નકામી ચીજવસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને જગ્યા પણ રોકાય છે. સાફ-સફાઈ કરતી વખતે આવા સામાનને સાવચેતીપૂર્વક હટાવી દેવો હિતાવહ છે.

ઘરની સ્વચ્છતાનું મહત્ત્વ

નવરાત્રિમાં ભક્તો પોતાના ઘરમાં ઘટસ્થાપના કરે છે, તેથી પૂજા સ્થળ અને તેની આસપાસની જગ્યા એકદમ પવિત્ર અને સ્વચ્છ હોવી જોઈએ. ઘરનો નકામો કચરો અને ફાજલ સામાન દૂર કરવાથી તહેવારની તૈયારીઓ પણ સરળ બને છે અને માતા દુર્ગાની પૂજા પૂર્ણ શ્રદ્ધા તથા સાત્વિક વાતાવરણમાં સંપન્ન થાય છે.