India

LIVE : ધ્રૂવ રાઠી, CJP નેતાઓ સહિત 1000થી વધુ લોકોની અટકાયત, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વધતો આક્રોશ

By GS Team
10 Oct 20265 mins read
TukuTouch Logo
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનને પગલે હાઈએલર્ટ છે. પોલીસે જંતર-મંતર પર એકઠા થયેલા 150થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. ગુરુગ્રામથી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર ધ્રુવ રાઠીની પણ અટકાયત કરાઈ છે. સુરક્ષા માટે દિલ્હી મેટ્રોના 45 સ્ટેશનો બંધ કરાયા છે અને સરહદો પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LIVE : ધ્રૂવ રાઠી, CJP નેતાઓ સહિત 1000થી વધુ લોકોની અટકાયત, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વધતો આક્રોશ

Delhi CJP Protest Live Update: દિલ્હીમાં આજે સીજેપીના દેખાવોને પગલે હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. સંપૂર્ણ દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવી છે. ત્યારે દેખાવો કરવા માટે જંતર મંતર તરફ આગળ વધી રહેલા લોકોની અટકાયતનો દોર પણ શરૂ થઇ ગયો છે.

ધ્રૂવ રાઠી, CJP નેતાઓ સહિત 1000થી વધુ લોકોની અટકાયત

ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ છાવણીમાં ફેરવાયેલી દિલ્હીમાં વિવિધ ઠેકાણાઓથી અટકાયતનો દોર ચલાવાયો છે. જાણીતા યુટ્યુબર ધ્રૂવ રાઠી બાદ વિમાનમાં ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત સીજેપીના અન્ય નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે દિલ્હીમાં વિવિધ જગ્યાઓ પરથી જંતર મંતર તરફ આગળ વધી રહેલા એક હજારથી વધુ દેખાવકારોની અટકાયત કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

અભિજિત દીપકેની માતા ભડકી

અભિજીત દીપકેની વિમાનમાંથી જ કરાયેલી અટકાયત સામે તેમના માતાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે આ યોગ્ય નથી કર્યું અને દેશ માટે કામ કરી રહેલા બાળકો સામે આવી આકરા પાણીએ કાર્યવાહી કોણ કરે છે.

દેશમાં ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ : કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે દેશમાં ઈમરજન્સી કરતા પણ ખરાબ સમય, મોદી સરકારના શાસનમાં તાનાશાહી જેવી સ્થિતિ છે. સીજેપીના નેતાઓની અટકાયત બતાવે છે કે જ્ઞાનેશ કુમારે જવુ જ પડશે. તેમની સાથે હવે પીએમ મોદીની સરકાર પણ જશે.

આવુ તો ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં પણ નહોતું થયું… : અભિજિત દીપકે

સીજેપી લીડર અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર સામે નિશાન તાકતા કહ્યું કે આવુ તો પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં પણ નહોતું થયું. આજે એના કરતા પણ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. સીજેપીના નેતાઓ સાથે રહે કે ન રહે પણ દેખાવો અને આંદોલન તો ચાલુ રહેશે અને જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી રાજીનામુ આપવુ જ પડશે.

અભિજિત દીપકેની પણ અટકાયત

વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત રાંકા, અને સૌરવ દાસ સહિતના સીજેપી નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. અભિજિત દીપકેએ આ દરમિયાન કહ્યું હતું કે હું ડરવાનો નથી. તેની સાથે આશુતોષ રાંકા, સૌરવ દાસને પણ પોલીસે કસ્ટડીમાં લીધા હતા. પોલીસ વિમાનમાં જ પહોંચી ગઇ હતી.

દિલ્હી પહોંચ્યા અભિજિત દીપકે અને સીજેપીના નેતાઓ

અભિજિત દીપકે અને સીજેપીના અન્ય ટોચના નેતાઓ દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. ધ્રૂવ રાઠી સહિત 150થી વધુ લોકોની અટકાયતના અહેવાલો વચ્ચે અભિજિત દીપકેએ મોટું નિવેદન આપતા કહ્યું કે અમે સરકારની ધમકીઓથી ડરવાના નથી. અમારા અનેક સાથીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

પ્રદર્શનકારીઓની અટકાયત

દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન માટે એકઠા થઈ રહેલા કેટલાક પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ડ્રોનથી નજર

જંતર-મંતર પરના પ્રદર્શનને પગલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી. જ્યાં દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો માર્ચ કરી રહ્યા છે તેમજ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

બોડી કેમેરા સાથે પોલીસ જવાનોની તૈનાતી

અંધારામાં પણ કામ કરી શકે અને દરેક ગતિવિધિ રેકોર્ડ કરી શકે તેવા બોડી કેમેરા દિલ્હી પોલીસના જવાનોની વર્દી પર લગાવવામાં આવ્યા હતા. જેથી ધક્કામુક્કી જેવી સ્થિતિમાં સ્પષ્ટતા રહી શકે.

ભાજપ નેતા દિલીપ ઘોષનું નિવેદન

ભાજપના નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતુ કે લોકતંત્રમાં વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા બગાડવાની કે અશાંતિ ફેલાવવાની કોઈને છૂટ નથી અને નાગરિકોની સુરક્ષા માટે અગાઉથી જ વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

CJP ફાઉન્ડર અભિજીત દીપકેની રવાના

CJP ના સંસ્થાપક અભિજીત દીપકે મુંબઈથી દિલ્હી જવા માટે રવાના થયો હતો. આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર દિલ્હી પહોંચવા અંગે પોસ્ટ કરી હતી.

25 હજાર સુરક્ષાકર્મીઓની તૈનાતી

રાજધાનીમાં સુરક્ષાના વ્યાપક ભાગરૂપે આશરે 25 હજારથી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તથા ૪૫ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

દિલ્હીની સરહદો પર સઘન તપાસ

દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, રાજધાનીની સરહદો પર તપાસ ખૂબ જ સખત કરી દેવામાં આવી છે.

ધ્રૂવ રાઠીની અટકાયતનો દાવો

બીજી બાજુ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ધ્રૂવ રાઠીની પણ પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે. સેક્ટર 56 માં ગુરુગ્રામ ખાતેથી પોલીસે ધ્રૂવ રાઠીની ઘરેથી જ અટકાયત કરી લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. 50 સભ્યોની ટીમ ગત રાત્રિથી તેમના ઘરની બહાર હાજર હતી.

પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ

જે સંસ્થાઓએ પ્રદર્શનમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે, તેમના સભ્યોની ઓળખ કરીને તેમને રોકવા અને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થા: દક્ષિણ દિલ્હીના ડીસીપી અનંત મિત્તલના જણાવ્યા અનુસાર, દક્ષિણ જિલે સહિત સમગ્ર દિલ્હીમાં સુરક્ષાના વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે તથા વિવિધ સરહદો પર આશરે ૧૨ પોલીસ પોકેટ બનાવવામાં આવ્યા છે.

ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર

દિલ્હીમાં કોઈપણ અનધિકૃત જમાવડા કે અપ્રિય ઘટનાને રોકવા માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

સુરક્ષાબળોની વિશેષ તૈનાતી
હોટલ લી મેરિડિયનના પાસેના ગોલ ચક્કર પર દિલ્હી પોલીસના જવાનો ઉપરાંત દિલ્હી પોલીસની પિંક ફોર્સ, રેપિડ એક્શન ફોર્સ (RAF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોને ભારે સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

દેખાવો માટેની મંજૂરી નહીં છતાં જંતર મંતર પર જમાવડો

દિલ્હીના જંતર મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજરોજ યોજાનારા વિરોધ પ્રદર્શન માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં કેટલાક પ્રદર્શનકારીઓ ત્યાં પહોંચી ગયા હતા, જેને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી છે.

150 થી વધુ લોકો કસ્ટડીમાં

રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અંદાજે હજારો પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધીમાં આશરે 150 જેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

મુંબઈથી દિલ્હી રવાના થયા CJP સંસ્થાપક અભિજીત દીપકે

કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે આ પ્રદર્શનમાં સામેલ થવા માટે મુંબઈના ફોર સીઝન્સ હોટેલથી એરપોર્ટ થઈને દિલ્હી માટે રવાના થઈ ગયા છે, જ્યારે સાથી નેતા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર ટૂંક સમયમાં દિલ્હી પહોંચવાની જાહેરાત કરી છે.

દિલ્હી મેટ્રોના 45 સ્ટેશનો બંધ અને કડક ચેકિંગ

સુરક્ષાના ભાગરૂપે દિલ્હી મેટ્રોના 45 સ્ટેશનોના ગેટ ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવ્યા છે, જે આજે સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત દિલ્હીની સરહદો પર વાહનો અને શંકાસ્પદ લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.