Astro

વાંચો તમારું 10 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષીય આગાહીઓ અનુસાર, મેષ રાશિના જાતકોને કાર્યભારમાં વધારો થશે, જ્યારે વૃષભ રાશિના લોકો વાણીની મીઠાશથી લાભ મેળવશે. કર્ક રાશિના જાતકોને સહકાર્યકરોનો સાથ મળશે અને પરદેશના કામમાં પ્રગતિ થશે. સિંહ રાશિના જાતકો કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. કન્યા રાશિના લોકોને રાજકીય-સરકારી કામમાં અડચણ આવી શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના કામની કદર થશે અને ધન રાશિના લોકોને દોડધામ રહેશે. મકર રાશિના જાતકોને બહારગામ જવાનું થશે, કુંભ રાશિના લોકોને બીમારીથી સાવધાન રહેવું પડશે અને મીન રાશિના લોકોને સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 10 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
મિથુન : આપ હરો-ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધંધામાં ઘરાકી આવી જાય. આનંદ રહે.
કન્યા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામમાં અડચણ જણાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. મોસાળ પક્ષ-સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.
વૃશ્ચિક : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ અન્ય કામના લીધે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ લાવી શકો.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
કુંભ : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
મીન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેવાથી રાહત જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ