નવરાત્રિએ 100 વર્ષ પછી અદ્ભુત સંયોગ: 3 મહા-રાજયોગથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sharad Navratri 2026: આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થશે અને 21 ઓક્ટોબરે વિજયાાદશમી (દશેરા) સાથે તેની પૂર્ણાહુતિ થશે. નવ દિવસ સુધી ચાલનાર આ પર્વ માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ વર્ષની નવરાત્રિ ખૂબ જ વિશેષ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
માતાનું હાથી પર આગમન અને દુર્લભ મહાયોગ
આ વર્ષે માતા દુર્ગાનું આગમન હાથી પર થઈ રહ્યું છે, જે ઉત્તમ વરસાદ, સુખ-સમૃદ્ધિ અને શુભતાના સ્પષ્ટ સંકેતો આપે છે. આ નવરાત્રિ દરમિયાન ત્રણ વિશેષ મહા-રાજયોગ પણ બની રહ્યા છે, જેના પ્રભાવથી તમામ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. ખાસ કરીને કેટલીક રાશિના જાતકો માટે આ સમય આર્થિક લાભ અને પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થશે.
મેષ રાશિ
શારદીય નવરાત્રિ દરમિયાન બની રહેલા શુભ સંયોગોથી મેષ રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. લાંબા સમયથી નોકરીની શોધ કરી રહેલા યુવાનોને સારી નોકરીની તકો મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટો નફો થશે અને જો કોઈ જૂનું દેવું કે કર્જ બાકી હશે તો તેનાથી પણ મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન અચાનક અટવાયેલા નાણાં પાછા મળવાના યોગ છે અને ધન કમાવાના નવા રસ્તા ખુલી જશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે નવરાત્રિનો આ દુર્લભ રાજયોગ અત્યંત શુભ ફળદાયી રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ મોટા ખુશખબર સાંભળવા મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મોટી યોજના કે પ્રોજેક્ટના આરંભની રાહ જોઈ રહ્યા હતા, તો હવે તેનો શુભ સમય આવી ગયો છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે નવરાત્રિના આ વિશેષ સંયોગો કરિયરમાં જબરદસ્ત લાભ અપાવશે. તમે તમારા કરિયરની કોઈ નવી અને ઉત્તમ શરૂઆત કરી શકો છો. આ સમય દરમિયાન લેવાયેલા મોટા નિર્ણયો ભવિષ્યમાં ખૂબ જ સફળ સાબિત થશે. જો ઘણા દિવસોથી આર્થિક તંગી કે નાણાકીય મુશ્કેલી ચાલી રહી હતી, તો હવે તેમાંથી કાયમી રાહત મળશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શારદીય નવરાત્રિ વિશેષ અવસરો લઈને આવી રહી છે. જો તમે નોકરી બદલવા અથવા ક્ષેત્ર બદલવાનું વિચારી રહ્યા છો, તો સમય સાનુકૂળ છે. આ દિવસોમાં તમારું અટવાયેલું ધન પાછું મળી શકે છે. આ ઉપરાંત, જો વિવાહ યોગ્ય ઉંમરના જાતકો લગ્ન માટે પાત્ર જોઈ રહ્યા હોય, તો તેમને મનપસંદ અને સુયોગ્ય જીવનસાથી મળી થઈ શકે છે.




