સનાતન રસિક જીવનસત્ય : સ્ત્રી એક અગ્નિ, પુરુષ એક આહુતિ અને એમનો સંગમ એક યજ્ઞા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
ડિજીટલ પ્રોફાઈલ પર સનાતન લખેલા ધ્વજ લહેરાવતા ભારતવાસીઓનું જ પોતાના જ સનાતન વારસાના અભ્યાસ બાબતનું અજ્ઞાન બ્લેક હોલ ગરકાવ થઇ જાય એટલું અગાધ છે ! એમણે તો સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ દયાનંદને પણ ગુજરાતીમાં વાંચ્યા નથી હોતા તો મૂળ સંસ્કૃત પાઠ સુધી ક્યાંથી પહોંચે ? એમને પૂછો તો વૈદિક અને પૌરાણિક સાહિત્યનો ભેદ સુદ્ધાં એમને ખબર નથી. બ્રહ્મચર્ય એટલે સેક્સ સેન્સરશિપ એ વ્યાખ્યા જ એ શબ્દની પુરાતન ભારતીય જીવનગ્રંથમાં નથી, એ પણ જાણ નથી. હિંદુ તત્વદર્શનમાં 'શ્રુતિ' એટલે ઈશ્વરીય જ્ઞાન અથવા 'જે સીધું સાંભળવામાં આવ્યું છે', જેમાં ચાર વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને શંકરાચાર્ય પ્રમાણિત ૧૧ ઉપનિષદોનો સમાવેશ થાય છે અને તે સર્વોચ્ચ અધિકૃત મનાય છે. જ્યારે 'સ્મૃતિ' એટલે 'જે પાછળથી યાદ રાખવામાં આવ્યું છે', જે માનવરચિત અને પરિવર્તનશીલ સાહિત્ય છે જેમાં રામાયણ, મહાભારત, પુરાણો અને ધર્મશાસ્ત્રો જેવા વ્યવહારિક માર્ગદર્શકોનો સમાવેશ થાય છે.
પણ બધાના સાર જેવી ગીતા મૂળ ભાવ અન્ડરલાઈન સાથે પ્રગટ કરે છે કે અંદરથી ઉગે નહિ, ત્યાં સુધી કશું ફરજીયાત નથી. કોઈ એક પોપ કે એક આયાતોલ્લાહ હિંદુ કોને ગણવા કે ના ગણવા એને માટે ફાઈનલ ઓથોરિટી નથી. આસ્થા અને નાસ્તિકતાનું પણ સમાન સ્વાગત છે ત્યાં બીજા ધર્મો સાથેના ભેદ કે સરખામણીનો તો સવાલ જ ક્યાં છે !
તો, વૈદિક કાળના ઋષિઓની દ્રષ્ટિએ આખીય સૃષ્ટિ અને માનવજીવન એ એક વિશાળ યજ્ઞા સમાન છે. અને જીવન કોઈ પાપ નથી, સંસાર કોઈ દુ:ખ નથી. અસ્તિત્વ જ એક ઉત્સવ છે ! છાંદોગ્ય ઉપનિષદમાં પંચાગ્નિ વિદ્યા આવે છે. જે છે બ્રહ્માંડ અને માનવદેહ વચ્ચેનો અદ્ભુત રમ્યસેતુ ! છાંદોગ્ય ઉપનિષદનાં પાંચમા અધ્યાયમાં પ્રવાહણ જૈવલિ રાજા અને ઋષિ કુમાર (શ્વેતકેતુ?) વચ્ચેના સંવાદ દ્વારા સમગ્ર સૃષ્ટિચક્ર એમાં પાંચ દિવ્ય અગ્નિઓ અને તેમાં અપાતી આહૂતિઓના રૂપકમાં કેવી સુંદર શૈલીમાં વર્ણવાય છે, એનો
સાર જુઓ:
આ સૃષ્ટિના યજ્ઞાનો પ્રારંભ થાય છે વિશાળ આકાશ એટલે કે સ્વર્ગલોક (દ્યુલોક)થી, જે પોતે જ પ્રથમ અગ્નિ છે. આજની ભાષામાં કોસ્મોસ. આ દિવ્ય અગ્નિમાં સૂર્ય એ તેનું સમિધ (બળતણ) છે, કિરણો એ તેનો ધૂમાડો છે, દિવસ એ તેની પ્રજ્વલિત જ્વાળા છે, ચંદ્ર એ અંગારા છે અને તારા તેના સુંદર તણખા છે. આ ભવ્ય અગ્નિમાં દેવતાઓ 'શ્રદ્ધા' રૂપી આહૂતિ હોમે છે, જેના ફળસ્વરૂપે સોમ એટલે કે ચંદ્રની ( બીજા અર્થમાં શીતળ ઉર્જાની) ઉત્પત્તિ થાય છે.
ચંદ્રરૂપે ઉત્પન્ન થયેલી ઊર્જા આગળ વધીને બીજા અગ્નિમાં પ્રવેશ કરે છે, જેને આપણે પર્જન્ય એટલે કે મેઘરાજા કે વાદળોનું આકાશ કહીએ છીએ. આ મેઘરૂપી અગ્નિમાં તેજસ્વી વાયુ એ બળતણ છે, વીજળીનો ચમકારો તેનો ધૂમાડો છે, વાદળોનો ગડગડાટ તેની જ્વાળા છે, પ્રચંડ વીજપાત તેના અંગારા છે અને અનહદ વરસતો વરસાદ એ તેના તણખા છે. આ પર્જન્ય અગ્નિમાં દેવતાઓ સોમની આહૂતિ હોમે છે, જેમાંથી પૃથ્વી પર જીવનદાતા જળ એટલે કે વરસાદ વરસે છે.
વરસાદના રૂપમાં આકાશમાંથી વહેતું પાણી જ્યારે ધરતી પર આવે છે, ત્યારે ત્રીજો અગ્નિ પ્રગટે છે - આપણી આ પૃથ્વી. આ ધરતીરૂપી યજ્ઞાવેદી પર સંવત્સર (સમયનું ચક્ર) એ સમિધ છે, આકાશ એ તેનો ધૂમાડો છે, રાત્રિ તેની જ્વાળા છે, ચારેય દિશાઓ તેના અંગારા છે અને ઉપદિશાઓ તેના તણખા છે. આ ધરતી અગ્નિમાં દેવતાઓ જળ (વરસાદ)ની આહૂતિ હોમે છે, જેના થકી અન્ન ઉત્પન્ન થાય છે, જે સમગ્ર જીવસૃષ્ટિનું પોષણ કરે છે.
પૃથ્વી પર ઊગેલું અન્ન જ્યારે મનુષ્ય દ્વારા ગ્રહણ થાય છે, ત્યારે ચોથા અગ્નિનો આરંભ થાય છે - જે છે સ્વયં પુરુષ (નર). મનુષ્યના આ દેહરૂપી અગ્નિમાં તેની વાણી એ સમિધ છે, પ્રાણ તેનો ધૂમાડો છે, જીભ તેની જ્વાળા છે, આંખો તેના અંગારા છે અને કાન તેના તણખા છે. આ પુરુષ અગ્નિમાં દેવતાઓ અન્નની આહૂતિ હોમે છે, અને તેના પરિપાક રૂપે તેમાંથી વીર્ય (રેત) અર્થાત કામની ઉત્પત્તિ થાય છે. (મતલબ, આ સહજ પ્રક્રિયા છે, કોઈ ગંદી વાસના નથી !)
આ યજ્ઞાચક્રની પરાકાષ્ઠા અને પાંચમો અંતિમ અગ્નિ એટલે સ્ત્રીનું શરીર ! પ્યેં।્ શ્ન્શ્ન ઙ્મ્સ।ઊં હ્ય્ઋટઝ્રશ।શપ્ જીહ્લશપ્ર ્રશ્ન િંેંગ્। પ્ઢશ્નઊંવ્હ્વ્પ્।ય િં ઠ્ઠઢઊંથ પ્યેંઝ્રઝચ્ટ્ટપ્ીવ્। થ દ્વઝ્યેં। ।યહ્ય્છઙ્મ્ઝ્ થ ઢિંજ્જછ ેંશ્નશદ્ધઢેંલ્ખ્શ્રરઙ્મ્થ (છાંદોગ્ય ઉપનિષદ ૫.૮.૧) આ અગ્નિમાં સ્ત્રીનો ઉપસ્થ ભાગ યાને ગોદનું જનનાંગ સમિધ છે, ત્યારે રહેલા રોમ (વાળ) ધૂમાડો છે, યોનિ જ્વાળા છે,એની ભીતર અનુભવાતો ઘર્ષણનો સ્પર્શ અંગારા છે અને મૈથુનજન્ય પરમાનંદમાંથી મળતું સુખ એ તેના તણખા છે ! આખરે તો આ સ્ત્રીરૂપી અગ્નિમાં જ્યારે પુરુષ દ્વારા વીર્યની આહૂતિ હોમાય છે, ત્યારે તેમાંથી નવજીવન અર્થાત્ ગર્ભ ધારણ થાય છે.
અર્થાત. આપણું જીવન, આપણું અસ્તિત્વ જ સૂર્ય, વાદળ, પૃથ્વી અને અન્નથી લઈને પ્રજાસર્જન સુધીની આખીય પ્રક્રિયા એક મહાન નિત્ય બ્રહ્માંડયજ્ઞા જ છે. સંસારના શરીરસુખનો ભોગ પણ નૈસર્ગિક આનંદયજ્ઞા છે !
ભારતના વેદવારસામાં એક પ્રતિષ્ઠિત નામ છે મહર્ષિ અગત્સ્યનું. આજે પણ કલ્ચરલ ડિવાઈડ જોવા મળે એવા ઉત્તર અને દક્ષિણને , બીજા શબ્દોમાં આર્ય અને દ્રવિડ સંસ્કૃતિનું મિલન કરાવતું સંગમતીર્થ છે ઋષિ અગત્સ્ય.
કથાનકો ઘણી વાર અલગ અલગ જૂના ગ્રંથોમાં વિરોધાભાસી મળે, એ જગતનો ધારો છે. પણ સાર ભેગો કરીએ તો : રામલક્ષ્મણજાનકીને ગોદાવરી તટે પંચવટી બનાવવાનું માર્ગદર્શન આપવા માટે, વૈષ્ણવ ધનુષ અને બ્રહ્મદત્ત બાણ આપવા માટે અને આદિત્ય હૃદય સ્તોત્રના રચયિતા તરીકે જાણીતા એવા આ ઋષિ સજોડે ઉત્તરથી દક્ષિણ ગયા અને એમને તમિલ ભાષાના પ્રથમ વ્યાકરણ ગ્રંથ 'અગતિયમ'ના રચયિતા માનવામાં આવે છે. માન્યતા છે કે અગત્સ્ય મુનિ પોતાના કમંડળમાં ગંગાજળ લાવ્યા હતા, જે ગણેશકૃપાથી પૃથ્વી પર ઢોળાયું અને તેમાંથી પવિત્ર કાવેરી નદીનો ઉદ્ભવ થયો. પૌરાણિક કથા મુજબ એક સમયે વિંધ્યાચલ પર્વતને વધતો અટકાવવા સપરિવાર ઉત્તર છોડીને દક્ષિણ વસી ગયા અને એક સમયે દરિયો પી ગયા હોવાની વાર્તા જેમના નામે છે એ ઋષિ અગત્સ્ય.
પણ આ અગત્સ્યના પત્ની વેદના ઋષિકા છે. એની કથા મહાભારતના વનપર્વમાં છે. એક સમયે અગત્સ્ય મુનિએ જોયું કે તેમના પિતૃઓ (પૂર્વજો) એક ખાડામાં ઊંધા લટકેલા છે. પિતૃઓએ તેમને કહ્યું કે જો અગત્સ્ય લગ્ન કરીને વંશ આગળ નહીં વધારે, તો તેઓ નરકમાં જશે. (યાદ રાખો, સંસારત્યાગના બ્રહ્મચર્યનો કોઈ કોન્સેપ્ટ જ ઋષિઓમાં નથી. ઉલટું ભૂલી જાય તો યાદ દેવડાવવાની વાત છે !) લગ્ન કરવાનો નિર્ણય કર્યા પછી, અગત્સ્ય મુનિને થયું કે પોતાની સંગિની તો સાથમાં શોભે ને જોડે રહેવામાં આનંદ આવે એવી હોવી જોઈએ.
પાર્ટનરની બહુ તલાશ કર્યા પછી એમણે પોતાના તપોબળથી સંસારના શ્રેષ્ઠ પ્રાણીઓ અને પ્રકૃતિના સૌથી સુંદર તત્વોના ઉત્કૃષ્ટ અંશો લીધા. પ્રાણીઓ અને વનસ્પતિના અત્યંત સુંદર તથા કોમળ અંગો (જેમ કે હરિણીઓની આંખોની ચંચળતા, ફૂલોની કોમળતા અને લતાઓનું લચીલાપણું)માંથી એ નારીનું અદ્ભુત શારીરિક સ્વરૂપ ઘડાયું હતું. એ રમણી લોપામુદ્રાનું શરીર સુવર્ણ જેવી કાંતિવાળું અને અદભુત તેજથી પ્રભાસિત હતું. તેમનું અંગ-પ્રત્યંગ સુગઠિત, આકર્ષક અને લાક્ષણિક લાવણ્યથી ભરપૂર હતું. તેમનું રૂપ જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ લજ્જિત થઈ જાય તેવી લોપામુદ્રાની મનોહર શારીરિક સુંદરતા હતી. અને એ રૂપના અહંકારને બદલે મુખ પર લાવણ્યને લીધે એ દિવ્ય લાગતું ! પોતે સર્જેલી પરમ સુંદરીને સર્જન કર્યું. તે સમયે વિદર્ભ દેશના રાજા સંતાન પ્રાપ્તિ માટે તપ કરતા હોઈ ત્યાં ગર્ભમાં મોકલી, તેનું નામ લોપામુદ્રા રાખવામાં આવ્યું, કારણ કે તેના સર્જનમાં પ્રકૃતિના સુંદર તત્વોનો 'લોપ' થયો હતો !
લોપામુદ્રા યૌવનમાં આવી ને રાજા પાસે અગત્સ્ય એના હાથની માંગણી કરી. વનમાં રહેતા જ્ઞાનઇપસ્ક ઋષિ જોડે રાજકુમારી પરણાવવામાં ચિંતીત પિતાને લોપામુદ્રાએ જ કહ્યું કે એને આ તપસ્વી ભરથાર પસંદ છે અને એ મહેલના સુખોનો ત્યાગ કરીને અગત્સ્યની સહચરી તરીકે જંગલમાં ગઈ. આ લોપામુદ્રા પર કલ્પનાના રંગો ઉમેરી દિગ્ગજ સર્જક કનૈયાલાલ મુનશીએ સાવ અલગ પાત્રો ને પરિવેશની રોમેન્ટિક કથા ને નાટક આ નામે લખ્યા છે. (સદનસીબે એ વખતે કોઈની લાગણી ભારતના પહેલાથી ઉપયોગ માટે મોકળા સંદર્ભોથી નવું સર્જન કરવામાં દુભાઈ નહોતી જતી!) પણ આપણો આજનો મુદ્દો છે ઋગ્વેદની લોપામુદ્રા.
થયું એવું કે વનમાં અગત્સ્ય પોતાના કાર્યો અને મનનમાં ગૂંથાઈ ગયા. આજના સમયના લેખકો સ્ત્રીને માયા, મોહ કે પ્રગતિ અને સાધનામાં વિઘ્ન ગણીને દૂર હટાવી દે. એની પૂજા કરે પણ એને પત્ની કે પ્રિય તરીકે નિરૂપવામાં શરમસંકોચ અનુભવે. ી સ્પર્શ કે દર્શન પણ સાધુમર્યાદાના લોપ તરીકે જુએ. પણ વૈદિક સનાતન કાળ આવો સંકુચિત અને એકાંગી નહોતો. પતિ ગૃહસ્થ બન્યા ( જે મોટા ભાગના ઋષિઓ હતા જ. એમાં અધ્યાત્મનું શીલ ભંગ નહોતું થતું) છતાં પોતાનામાં રસ નથી લેતા એ લાંબો સમય એમણે જોયું. ધીરજ ખૂટી જતા એમણે અગત્સ્યનો આજની ભાષામાં જે ક્લાસ લીધો એ ઋગ્વેદમાં છે. ૬ મંત્રોનો અગત્સ્ય લોપામુદ્રા સંવાદ ઋગ્વેદના પ્રથમ મંડળના ૧૭૯મા સૂક્તમા છે. જેમાં આધ્યાત્મિક સાધના અને સંસારસુખની વાસના વચ્ચેના સમન્વયની ચર્ચા છે !
હ્લહશ્નર્ક્ષ્ઝંછ ૈ્ઝ થ ૈ્જ્ઞઊં્ઙ્ઘ્ ્ય્ શ્નશ।્યક્િં્ય (ઝપ્વ્।ફ થ ળ ેંઊંઝ્ર્ેં। ેંજ્ઞપ્છ (ેંઝઊં્ ।ઝ્રહઝ્ર્ઊંાૃપ્હ ઝ્રઢ હ્લેઝ્રરફશ્નરૂીઙ્ઘ્ય (ઙ્મઈંપ્ઢથ ળળ લોપામુદ્રા કહે છે : ધમે ભૂતકાળમાં ઘણી શરદ ઋતુઓ (વર્ષો) સુધી રાત-દિવસ શ્રમ કર્યો છે અને આ તપસ્યામાં તમારી સેવા કરતા કરતા કેટલીય સવાર પ્રગટ થઈ છે. હવે આ વહેતો સમય મારા શરીરની સુંદરતા અને અંગોની શક્તિને ક્ષીણ કરે એ પહેલા પત્નીઓએ તેમના પરાક્રમી પતિ પાસે દેહસુખ માટે જવું જ જોઈએ.' પ્ય ેંશ્નઋફ્ર હ્લહશ્ની પ્ન।િં્હ્લ હ્ય્ટિંરુ્દ્વછ યશ્નયેંગ્જ્જવ્થ્રૂ।્ેંઝ્ર ળ ।ય ેંશ્નશ્ન્ઢિંઝ્રીશ્વ્વ્।ઊં્હ્લઢ થ િંઊંહ ઝ્રઢ હ્લેઝ્રરફશ્નરૂીઙ્ઘ્ય (ઙ્મઈંપ્ઢ થ ળળ 'જે પ્રાચીન ઋષિઓ સત્યના માર્ગે ચાલનારા હતા અને જેમણે દેવતાઓ સાથે મળીને સત્યની ચર્ચા કરી હતી, તેઓ પણ સાહજિક સંસારિક જીવન જીવ્યા હતા. તેઓએ પણ આ કુદરતી નિયમનો અંત નહોતો આણ્યો (એટલે કે આજની વ્યાખ્યાના બ્રહ્મચર્ય પાછળ જાતીય સુખનો ત્યાગ નહોતો કર્યો). તેથી, પતિએ પત્ની સાથે પ્રેમથી જોડાવું જોઈએ.'
લાંબા વર્ણનો ટૂંકાવીએ તો પત્નીની આ સહશયનની માંગણી સહર્ષ મુનિ સ્વીકારે છે, અને સંસારના સેકંડો સંઘર્ષરૂપી યુધ્ધમાં એકમેકનો એક રથમાં સથવારો હોય એવા મિલનને ઉત્તમ માને છે. એવા નિર્ણયને દેવતાઓના પણ આશીર્વાદ હોય જ ને રક્ષણ પણ એમ કહે છે. અને ઝ્રશપ્ ઊં્ ।ેંશ્ન દ્વત્ર્ઊં્ઝ્રછ ઝ્રશપ્ શ્ન્ શ્નરૂઙ્ઘ્ થ દ્વ્ઊં હ્ય્ઙ્મઝ્રશ્ર ળ લૃ।્ય શ્ન્।ફ।્ય હ્ય્શ્ન। હ્લઢઝઋવ્ષ્ઊંઙ્મશેપ્ થ જ્જઝ્રઊં્ઝ્ર થ જ્જેંઝ્રહ્વ્સથળળ
આકર્ષક પત્નીના આમંત્રણથી પોતાની અંદર પણ કામેચ્છા પ્રગટી એવી નિખાલસ કબૂલાત કરીને કોદાળીથી ખોદીને જળ કાઢવામાં આવે એમ સમાગમ દ્વારા એ પૂર્ણ કરી એવું વેદની ઋચા લખે છે.
આગળ પણ 'હું મારા હૃદયની નજીક રહેલા સોમરસની સ્તુતિ કરું છું. જો આપણે કામરસને કારણે જે કર્યું એ કોઈ ભૂલ કે પાપ નથી અને એવા કૃત્ય (કોઈને અપરાધ લાગે તો પણ) ક્ષમાને લાયક છે કારણ કે મનુષ્ય તો અસંખ્ય ઈચ્છાઓનું પુતળું છે.' એવું કહેવાય છે., ખાસ નોંધજો. માણસમાં કામના હોય એને ખરાબ નહિ સહજ ગણવામાં આવ્યું છે અહીં !
આગળ વેદના ઋષિ વખાણે છે કે જીગ્સ શ્નઙ્ઘ્ીશ્નરૂેંશ્ચટ્ર થ હ્લઢહ્લ્ય િંેપ્ યશ્નયઘશ્નેંૈ્ય (ટ્ર્ઊં ળળ 'તે તેજસ્વી ઋષિ અગત્સ્ય (અને લોપામુદ્રા)એ 'ઉભૌ વર્ણૌ' એટલે કે તપ (ચૈતન્યમાર્ગ) અને કામ (સંસારસુખનો માર્ગ) બંનેનું સમાન રીતે પાલનપોષણ કર્યું. તેમની આ સંતુલિત સાધનાને દેવતાઓ પાસેથી સાચા આશીર્વાદ પ્રાપ્ત થયા !,
જુઓ, વેદની લોપામુદ્રા માત્ર સેવિકા જેવી ભક્તભાર્યા નથી. એનો સ્વતંત્ર અવાજ અને મિજાજ છે. સેક્સને કોઈ હડકાયું શ્વાન ગણીને દૂર નથી ભાગતી એનાથી પણ પુરુષને યાદ કરાવે છે એનું મહત્વ. એ પતિ સામે તર્કબદ્ધ દલીલો કરે ને પતિ પણ સત્યનો સ્વીકાર કરે. 'ઉભૌ વર્ણૌ' શબ્દ તો લાજવાબ છે. અધ્યાત્મ અને કામવાસના એકબીજાના વિરોધી નથી, મોક્ષ કે ઉન્નતિ માટે સેક્સ કે સંસારનો ત્યાગ કરવો જ પડે એવું નથી. બેઉનું બેલેન્સ કરવાથી પરમ તત્વ મળે છે એવો સ્પષ્ટ સંદેશ છે ! આગળ પણ જયારે બેઉ સંતાનપ્રાપ્તિનો વિચાર કરે છે ત્યારે પણ કોઠાડાહી લોપામુદ્રા ક્લીયર છે કે જો આપણે પરિવાર વિસ્તારવો હોય તો કેવળ વલ્કલ કુટિર ના ચાલે. ધન જોઈએ, યોગ્ય સુવિધા જોઈએ. અને સહધર્મચારિણીની વાત માની ઋષિ ધનની શોધમાં વાતાપિ અને ઈલ્વલ નામના મણિમતી નગરીનાં રાક્ષસોને કેવી રીતે રીતસર પચાવી જાય છે, અને ધન પ્રાપ્ત કરે છે, પછી દ્રઢસ્યુ નામના વિદ્વાન પુત્રનો એમને ત્યાં જન્મ થાય છે, એની પણ પુરાણકથા છે.
રીડરબિરાદર, એટલે 'તેરી દો ટકિયા કી નૌકરી મેરા લાખો કા સાવન જાયે' જેવા અઢળક સિડકટીવ સોંગ માત્ર ભારતની ફિલ્મોમાં જ આવે ! એ ચુસ્ત ખ્રિસ્તી કે ચુસ્ત ઇસ્લામની જડતામાં સંભવ નથી. ભારત જ અગસ્ત્ય અને લોપામુદ્રાના વારસાને ઉજવી શકે. પણ એ માટેની રસિક પ્રેમદૃષ્ટિનું હવે આપણે વેદમંત્રોના ભોજપત્રો ખરી પડે એમ ચૂરણ કરી નાખ્યું છે !
ફાસ્ટ ફોરવર્ડ
'ન્ર્પૈહય ૈજ ચ બનચજર ર્ક નૈયરાહૈહય-ર્મનાજ ચહગ ર્ાુ ર્મગૈીજ ગીકીચાીગ મઅ ચ જૈહયની ગર્િૅ ર્ક ર્રહીઅ.દ
(ઁચમર્ન શીિેચ, ર્શમીન નચેિીચાી ર્ૅીા)




