Ravi Purti

અદ્દભુત સંયોગોની ઘટનાઓ અચાનક કે પરમ સત્તા થકી આયોજનબદ્ધ?

By GS Team
27 Jun 20264 mins read
અદ્દભુત સંયોગોની ઘટનાઓ અચાનક કે પરમ સત્તા થકી આયોજનબદ્ધ?
  • અગોચર વિશ્વ-દેવેશ મહેતા
  • જ્યારે આપણે કોઈ ઘટનાની પાછળ રહેલા છુપાયેલા કારણો અને પરસ્પર જોડાણોને જોઈ શકતા નથી ત્યારે આપણે તેને સંયોગ કહીએ છીએ
    ' When two independent events suddenly connect in a meaning way, we sense the presence of a deeper order.
    જ્યારે બે સ્વતંત્ર ઘટનાઓ અચાનક એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડાય ત્યારે આપણને કોઈ ઊંડા ક્રમનો અહેસાસ થાય છે.
    'we call something a coincidence when we cannot see the hidden causes and connections behind it.
    જ્યારે આપણે કોઈ ઘટનાની પાછળ રહેલા છુપાયેલા કારણો અને પરસ્પર જોડાણોને જોઈ શકતા નથી ત્યારે આપણે તેને સંયોગ કહીએ છીએ.
    statisties can explain many coincidences, but they may not fully account for every meaningful human experlence.
    આંકડાશાસ્ત્ર ઘણા સંયોગો સમજાવી શકે છે, પરંતુ દરેક અર્થપૂર્ણ અનુભવને તે સંપૂર્ણ રીતે સમજાવી શકતું નથી.
    coincidence may be a language through which the universe occasionally draws our attention to something important
    સંયોગ એ કદાચ એવી ભાષા છે, જેમાં બ્રહ્માંડ ક્યારેક આપણું ધ્યાન કોઈ બાબત તરફ દોરે છે.
  • arthur koestler,
    આર્થર કોસ્લર)
    synchronicity is a meaning coincidence of two or more events in which something other than the probability of chance is involved.
    સિન્ક્રોનિસિટી એ બે કે તેથી વધુ ઘટનાઓનો અર્થપૂર્ણ સંયોગ છે, જેમાં માત્ર સંજોગવશાત્ બનવાની સંભાવના કરતાં કંઈક વધુ સામેલ હોય છે.
  • Carl Jung (કાર્લ જુંગ)
    કેટલીક વાર સંયોગો સંયોગો નહીં, પણ કોઈ અકળ વિધિનું નિર્માણ હોય એવું લાગે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બનેલી એક ઘટના આના ઉત્તમ પુરાવા રૂપ છે. ૫-૧૧-૧૮૭૦ના રોજ ન્યુઝિલેન્ડના ગ્રેમાઉથ બંદર પર વલ્લવી નામનું એક દરિયાઈ જહાજ સમુદ્રના ભયંકર તોફાનમાં સપડાઈ ધ્વસ્ત થઈ ગયું. બચાવના અથાગ પ્રયત્નો કરવા છતાં તેને બચાવી ના શકાયું. તે દરિયામાં ડુબી ગયું. તે ઘટનાને વર્ષો વીતી ગયા બાદ તેને બહાર કાઢવાનું અભિયાન ચાલુ કરાયું. તે અભિયાન સફળ થયું. જહાજને બહાર કાઢ્યા બાદ તેના તૂટેલા અને ખરાબ થઈ ગયેલા ભાગોનું સમારકામ કરાયું.
    તે જહાજ બધી રીતે રિપેર થઈ ગયું એટલે એને ફરીથી ઉપયોગમાં લેવાનું ચાલુ કરાયું. ઘણા વર્ષો સુધી તે બરાબર કામ આપતું રહ્યું, પણ પછી એક વિચિત્ર ઘટના બની. સોળ વર્ષ બાદ અચાનક એ જહાજ ન્યુઝિલેન્ડના ગ્રેમાઉથ બંદર પર બરાબર ત્યાં જ દરિયાઈ તોફાનમાં સપડાયું જ્યાં પૂર્વે ૧૮૭૦ના નવેમ્બરની પાંચમી તારીખે સપડાયું હતું. આ વખતે પણ તે સમુદ્રમાં તે જ જગ્યાએ ડુબી ગયું. આને વિધિની વક્રતા કહેવી કે અજબ સંયોગો ?
    કેટલાક સંયોગો એવા અજબ પ્રકારના હોય છે કે જે વિસ્મયકારી જ લાગે છે. ઈ.સ. ૧૬૬૪ની પાંચમી ડિસેમ્બરના રોજ મેનાઈ જળડમરુ મધ્ય (menai strait) જે યુનાઈટેડ કિંગ્ડમમાં આવેલ છે ત્યાં એક મુસાફર ઉતારુ જહાજના ડૂબવાથી તેમાં મુસાફરી કરી રહેલા ૮૧ મુસાફરોમાંથી ૮૦ મુસાફરો ડૂબી ગયા. માત્ર એક જ મુસાફર બચ્યો. એ મુસાફરનું નામ હતું - હયુ વિલિયમ્સ (Hugh williams) ૧૭૮૫ની પાંચમી ડિસેમ્બરના રોજ એક મુસાફર ઉતારુ જહાજ (Passenger ship) ડૂબી ગયું એમાં ૬૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી ૫૯ મુસાફરો ડૂબી ગયા અને માત્ર એક જ મુસાફર બચ્યો. એનું નામ શું છે તે જાણવું છે ? તો જાણી લો કે તેનું નામ પણ હતું - હયુ વિલિયમ્સ. તે પછી પાંચમી ડિસેમ્બર ૧૮૬૦ના રોજ એક યાત્રીઓને લઈ જતું ઉતારું જહાજ ડૂબી ગયું. તેમાં ૨૫ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. તે વખતે પણ એ ૨૫માંથી ૨૪ યાત્રીઓ ડૂબી ગયા. માત્ર એક જ યાત્રી જીવતો રહ્યો. મને લાગે છે કે હવે એ યાત્રીનું નામ કહેવાની જરૂર નથી. તમે કલ્પના કરી જ લીધી હશે કે તે યાત્રીનું નામ હતું હયુ વિલિયમ્સ. છે ને આ વિધાતાનો અદ્દભુત ખેલ ! દરેક વખતે તારીખ પાંચમી ડિસેમ્બર અને એક માત્ર જીવિત રહેનાર મુસાફરનું નામ હયુ વિલિયમ્સ. તારીખ અને નામ એકસરખાં !
    મધ્ય ઈટાલીના એક પર્વતીય ગામના નિથસી મિલી કુટુંબમાં પણ એક અજબ પ્રકારની સાંયોગિક ઘટના જોવા મળી હતી. ૧૭ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ એમના કુટુંબની એક મહિલા મરણ પામી. તેના બરાબર દસ વર્ષ પછી ૧૭ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ કુટુંબની ત્રીજી વ્યક્તિનું મરણ થયું. પછી સહેજ ફેરફાર થયો. ૧૯ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ એટલે કે ૯ વર્ષના અંતે ગિસેપીના મિલી નામના કુટુંબના વડીલનું હ્ય્દયરોગના હુમલાથી મૃત્યુ થયું. દસ વર્ષના ક્રમમાં ફેરફાર થયો પણ તારીખ તો એની એ જ ૧૭ જાન્યુઆરી જ રહી. પછી ક્યાંય સુધી આ ક્રમ ચાલુ રહ્યો. આને સંયોગ માત્ર ગણાય ? આની પાછળ કુદરતની અને પરમ ચેતનાની સુવ્યવસ્થિત યોજના કામ કરતી હોય એવું જ માનવું પડે.
    વિખ્યાત લેખક આર્થર કોએસ્લરે તેમના પુસ્તક ધ રૂટસ ઓફ કોઈન્સિડન્સ (The Roots of coincidence) માં સિન્કોનિસિટી (synchronicity) અને કોઈન્સિડન્સ (Coincidence) વિશે રસપ્રદ વિચારો રજૂ કર્યો છે. તેમના મતે કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેમાં સ્પષ્ટ કારણ - પરિણામનો સંબંધ દેખાતો નથી, છતાં તે એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડાયેલી લાગે છે. આ વિચાર તેમને મહાન મનોવિજ્ઞાની કાર્લ જુંગ (Carl Jung) ના સિન્ક્રોનિસિટી સિદ્ધાંતમાંથી મળ્યો હતો. કોએસ્લર પોલ કેમેરર Paul kammerer) ના વિચારોથી પણ પ્રભાવિત હતા. આ વિચાર મુજબ ક્યારેક સમાન પ્રકારની ઘટનાઓ અસામાન્ય રીતે વારંવાર અથવા જૂથમાં જોવા મળે છે, જાણે કોઈ અદ્રશ્ય પેટર્ન કાર્યરત હોય.