માનવજાત માટે ખતરાની ઘંટડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
ઇતિહાસ એક ઉછળતી નદીની જેમ પોતાનો પ્રવાહ બદલતો રહ્યો છે. માનવી જ્યારે પણ કોઈ યુગપ્રવર્તક ટેકનોલોજીને જન્મ આપે છે, ત્યારે શરૂઆતમાં તે અપરંપાર રોમાંચ અને ગૌરવ અનુભવે છે. પણ તેના પરિણામો સામે આવવા માંડે છે ત્યારે, પોતાના જ સર્જનથી થથરી જાય છે. જરા થંભીને કલ્પના કરો કે 'તમે જે ટેકનોલોજીને લોહી-પરસેવો સીંચીને જન્મ આપ્યો છે, એ જ ટેકનોલોજી એક દિવસ તમારા કરતાં ક્યાંય વધુ બુદ્ધિશાળી બની જાય તો શું થાય? એટલું જ નહીં, તમે તેને નિયંત્રિત ન કરી શકો તો ?' આવું જ કંઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં બન્યું છે. આ કોઈ વિજ્ઞાાન-કલ્પના નથી, પણ વર્તમાન સમયની સૌથી વરવી વાસ્તવિકતા છે. બ્રિટિશ-કેનેડિયન કમ્પ્યુટર વૈજ્ઞાાનિક જ્યોફ્રી હિન્ટન, જેમને ન્યુરલ નેટવર્ક અને બેક-પ્રોપગેશન પરના પાયાના સંશોધનો માટે જગત 'છૈં ના પિતામહ' (ય્ર્ગકચારીિ ર્ક છૈં) તરીકે ઓળખે છે. તેમણે વર્ષ ૨૦૧૮માં યોશુઆ બેન્જિયો અને યાન લેકુન સાથે કમ્પ્યુટર સાયન્સનું સર્વોચ્ચ સન્માન ગણાતો પ્રતિષ્ઠિત 'ટયુરિંગ એવોર્ડ' મેળવ્યો હતો. આજે એ જ હિન્ટન પોતે સર્જેલી કૃત્રિમ બુદ્ધિ સામે, વિશ્વના સૌથી મોટા ચેતવણીનો ઘંટારવ બનીને મેદાનમાં ઊતરી ચૂક્યા છે. આખરે સુપરઇન્ટેલિજન્ટ છૈંને ખુબ જ ખતરનાક શા માટે માનવામાં આવે છે?
યંત્ર બની જાય માલિક : માનવી બની જાય કઠપૂતળી
AI ને આપણી સાદી, સરળ ભાષામાં સમજીએ તો, તે એક એવી કમ્પ્યુટર સિસ્ટમ છે, જે સામાન્ય રીતે માનવ મગજ જેવાં અપેક્ષિત બૌદ્ધિક કાર્યો પાર પાડે છે. જેમ કે ઊંડું વિચારવું, જટિલ નિર્ણય લેવો અને વિવિધ ભાષાઓ સમજવી. પણ જો આ સિસ્ટમ મોટા ભાગના બૌદ્ધિક કાર્યોમાં, માનવીને જ પાછળ છોડી દે તો શું થાય? આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાસ્તવિક ચિંતા અત્યંત ગંભીર બની જાય છે. હિન્ટનની રાતોની ઊંઘ ઉડી ગઈ છે, એનું સામાન્ય કારણ એ નથી કે 'છૈં સામાન્ય ભૂલો કરે છે! કે ખોટી માહિતી આપે છે!' તેમની ચિંતા ક્યાંય વધુ ગંભીર અને મનુષ્યના અસ્તિત્વ સ્તરની છે. જો છૈં ભવિષ્યમાં 'સુપરઇન્ટેલિજન્ટ', એટલે કે પૃથ્વી પરની કોઈપણ વ્યક્તિ, મહાકાય કંપની કે સમૃદ્ધ રાષ્ટ્ર કરતાં પણ વધુ શક્તિશાળી બની જાય તો?
શરૂઆતના તબક્કે જ્યોફ્રી હિન્ટને, આ વિનાશક જોખમની સંભાવના ૧૦% આંકી હતી; પરંતુ હવે તેઓ સ્પષ્ટ ચેતવે છે કે 'હવે ત્રણ દાયકામાં, આ જોખમ વધીને ૧૦% થી ૨૦% જેટલું મોટું થઈ ચૂક્યું છે.
પણ સવાલ એ છે કે 'જ્યારે આ સિસ્ટમ બૌદ્ધિક ક્ષમતામાં, માનવીને પાછળ છોડે ત્યારે વાસ્તવિક કટોકટી સર્જાય છે. ય્ઁ્-૪ / ૫ જેવા અત્યાધુનિક મોટા ભાષા મોડલ, માનવ મગજની ચેતાકોષીય રચના સાથે સામ્યતા ધરાવતાં નેટવર્ક વાપરે છે. હવે તેઓ સામાન્ય તર્કશક્તિનાં સ્વરૂપો પણ પ્રદર્શિત કરી રહ્યાં છે. મજાની વાત એ છે કે 'માનવ મગજની તુલનામાં ઘણાં ઓછાં ચેતા-જોડાણો હોવા છતાં, આ છૈં મોડલ એક સામાન્ય વ્યક્તિ કરતાં અનેકગણું વધારે જ્ઞાાન સંગ્રહી શકે છે.- અહીં સૌથી મોટો તફાવત જ્ઞાાનની વહેંચણીમાં રહેલો છે. માનવીઓએ તો પરસ્પર એકબીજા પાસેથી શીખવા માટે, અત્યંત ધીમી, ધીરજ માંગી લેતી અને વર્ષો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું
પડે છે.
'ઈન્સ્ટ્રુમેન્ટલ કન્વર્જન્સ' : વધુ સ્માર્ટ બની જવાની રમત
એક સહજ દાખલો લઈએ. માનવી પ્રાણીઓને ક્યારેય અંગત નફરત કરતો નથી; છતાં પોતાના વિકાસનાં લક્ષ્યો પૂરાં કરવાની લ્હાયમાં તે આખેઆખાં જંગલો કાપીને પ્રાણીઓનાં નિવાસસ્થાનો નષ્ટ કરી નાખે છે. બસ, આ જ રીતે છૈં ને જો કોઈ મોટું લક્ષ્ય અપાય, તો તે વચગાળાનાં 'ઉપ-લક્ષ્યો' પોતે જ ઘડી કાઢે છે. જેમ કે પોતાના માટે વધુ કમ્પ્યુટિંગ સંસાધનો પડાવી લેવાં, પોતાનું અસ્તિત્વ ગમે તે ભોગે ટકાવી રાખવું, અથવા પોતાના મૂળ કોડિંગમાં માનવી ફેરફાર ન કરે, તે માટે સંરક્ષણ કવચ બનાવવું. આ પ્રવૃત્તિને વિજ્ઞાાન 'ઈન્સ્ટ્રુમેન્ટલ કન્વર્જન્સ' તરીકે ઓળખાવે છે. કહે છે કે 'સુપરઇન્ટેલિજન્ટ છૈં માનવીઓ સામે સીધું યુદ્ધ લડવાને બદલે, તેમને ભરમાવવાનું અને છેતરવાનું શીખી જશે.' માનવ ઇતિહાસના અબજો પાનાઓ પર તાલીમ પામેલું, આ મશીન માનવ મનોવિજ્ઞાાન અને ચાલાકીઓની રજેરજ નબળાઈઓ જાણે છે. જો તે ધારણા કરતાં વધુ સ્માર્ટ બની જાય, તો માનવીને અણસાર પણ નહીં આવે કે 'તે ક્યારે મશીનની કઠપૂતળી બની જશે'! લો કરો વાત! આ ચેતવણીની સાબિતી આપતો એક કિસ્સો 'ભરર્ચજય્ઁ્'નો છે. જેમાં ર્છેા ય્ઁ્ અને ય્ઁ્-૪ નો ઉપયોગ કરીને બનેલી એક સિસ્ટમને રમત-રમતમાં 'માનવજાતનો નાશ કરો' તેવો આદેશ અપાયો હતો. પરિણામ એ આવ્યું કે 'તેણે ઈન્ટરનેટ પર જઈને માનવસંહારક શસ્ત્રો શોધવાનું શરૂ કર્યું અને ભયાનક 'ઝાર બોમ્બ' (સૌથી મોટાં હાઇડ્રોજન બોમ્બ)ની વિગતો પણ એકઠી કરી લીધી હતી!' સદનસીબે તે વખતે સિસ્ટમ પૂરતી શક્તિશાળી નહોતી એટલે ત્યાં જ અટકી ગઈ હતી. પણ ભવિષ્યમાં તાલીમ, અલ્ગોરિધમ અને હાર્ડવેર સુધરતાં, આ રમકડાં ભસ્માસુર બની શકે છે. કોઈ પૂછશે કે 'જોખમ જણાય તો સિસ્ટમને સીધી 'બંધ' (જીુૈાબર ર્કક) કેમ ન કરી શકાય?' સામાન્ય મશીન બંધ થઈ શકે, પણ સુપરઇન્ટેલિજન્ટ સિસ્ટમ માનવીના ઇરાદા પહેલેથી કળી જશે અને બંધ ન થવા માટે છળકપટ કે સિસ્ટમ છુપાવવાનો માર્ગ શોધીને અપનાવશે.
- જ્યારે લાખો ડિજિટલ મગજ એક સાથે શીખે અને વિચારે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોટા ભાગે, તેને આપવામાં આવતા ડેટામાંથી શીખે છે. હવે આ જ ડેટાની સરખામણી કરીએ તો, એક ડૉક્ટર જેણે આખી જિંદગીમાં માત્ર ૧,૦૦૦ દર્દીઓ તપાસ્યા હોય, અને બીજો એક એવો ડાક્ટર છે. જેણે ૧૦ કરોડ દર્દીઓનો ડેટા જોયો હોય! આવા સંજોગોમાં બંનેની નિદાન-ક્ષમતામાં જમીન-આસમાનનો ફરક પડી જાય છે. છૈં એટલી પ્રચંડ માત્રામાં ડેટા પ્રોસેસ કરે છે કે - માનવીય આંખ જે પેટર્ન ક્યારેય ન પકડી શકે, તે આ મશીન ક્ષણાર્ધમાં શોધી કાઢે છે.' આ જોખમ છૈંની 'ચેતના' પર જરાય નિર્ભર નથી. ભાષા મોડલ ભલે ચેતનાહીન હોય, પણ જો તેમને સ્વાયત્ત રીતે કામ કરતાં બાહ્ય સાધનો સોંપી દેવાય તો, માનવ હસ્તક્ષેપ વગર પણ તે વિનાશ વહોરી શકે છે. અત્યંત સક્ષમ છૈં સિસ્ટમ ભૌતિક અને ડિજિટલ પરિવેશને અનેક રીતે હચમચાવી શકે છે. કમ્પ્યુટર અને નેટવર્ક સાથે જોડાયેલાં ઉપકરણો હેક કરવાં, સંદેશા, ઈમેલ, બેંક ટ્રાન્સફર કે ડીપફેક વીડિયો દ્વારા નાગરિકોને છેતરવા, ઈન્ટરનેટ-જોડાયેલાં સાધનો પર આધિપત્ય જમાવવું, અજાણ્યાં જૈવિક શસ્ત્રો ડિઝાઇન કરવાં અને સંવેદનશીલ સંજોગોમાં પરમાણુ સંઘર્ષની સ્થિતિને પ્રભાવિત કરવી. આ જોખમોને પારખીને જ છૈં સેફ્ટી ક્ષેત્રે કાર્યરત 'સેન્ટર ફોર છૈં સેફ્ટી' નામની સંસ્થાએ ગંભીર દ્રશ્યો તરફ આંગળી ચીંધી છે. છૈં નું શસ્ત્રીકરણ, દવા-શોધનાં નિર્દોષ સાધનોનો, જીવલેણ રાસાયણિક શસ્ત્રો બનાવવા માટે દુરુપયોગ, છૈં-જનિત ફેક ન્યૂઝ દ્વારા માનવ સમાજની સામૂહિક નિર્ણય-શક્તિને ખોખલી કરવી, સત્તાનું મુઠ્ઠીભર હાથોમાં કેન્દ્રીકરણ, નાગરિકો પર વ્યાપક દમનકારી દેખરેખ-સેન્સરશીપ અને યંત્ર પર માનવીની આંધળી નિર્ભરતા જેવી ગંભીર સમસ્યાઓ ભવિષ્યમાં ઊભી થઈ શકે છે. આ સમગ્ર વિનાશક સંભાવનાઓના ગર્ભમાં એક વૈજ્ઞાાનિક કોયડો સૂતેલો છે. જેને વિજ્ઞાાન જગત 'એલાઇનમેન્ટ પ્રોબ્લેમ' કહે છે. મનુષ્ય યંત્રને બુદ્ધિશાળી બનાવતાં તો શીખી ગયો, પણ એ બુદ્ધિ માનવીની ગુલામ જ રહેશે કે કેમ? એ તેને શીખવાડવાનું હજી બાકી છે.
- ત્રણ વર્ષના બાળક જેવા લાચાર
ગભરાવાની જરુર નથી. સિક્કાની બીજી બાજુ સારી પણ છે. છૈં ટેકનોલોજીએ નવી એન્ટિબાયોટિક્સ શોધવામાં કમાલ કરી છે. કરોડરજ્જુની ગંભીર ઈજાથી પથારીવશ લકવાગ્રસ્ત દર્દીઓને, ફરી પોતાના પગ પર ચાલતા કર્ર્યા છે. વિજ્ઞાાન અને ચિકિત્સા ક્ષેત્રે તેની ક્ષમતા વરદાનરૂપ છે. આ જ કારણે હિન્ટન માને છે કે 'છૈં ના સંશોધનને અટકાવવું લગભગ અસંભવ છે.' કારણ કે વિશ્વની ટેક કંપનીઓ અને ખાસ કરીને અમેરિકા તથા ચીન વચ્ચેની આંધળી, ભૂ-રાજકીય હરીફાઈ આ દોડને ક્યારેય બ્રેક મારવા દેશે નહીં. આ સંજોગોમાં સેફ્ટી રિસર્ચ પાછળ રહી જાય અને ટેકનોલોજીનો ઘોડો આગળ નીકળી જાય તો સર્વનાશ નિશ્ચિત છે. હિન્ટનનો અંતિમ સૂર વૈશ્વિક સહકારનો છે. જો છૈં નિયંત્રણ બહાર જશે તો, વિનાશ કોઈ એક દેશ પૂરતો નહીં હોય! દરેક વ્યક્તિ માટે સમાન અસ્તિત્વ-જોખમમાં હોવાથી સહિયારો બચાવ જ, એકમાત્ર ઉપાય કરવો જરૂરી બની જશે.
વર્ષ ૨૦૨૦ સુધી દુનિયાભરના વિજ્ઞાાનીઓ માનતા હતા કે સામાન્ય ક્ષમતાવાળું વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (ઉીચં છય્ૈં) પૃથ્વી પર આવતાં વર્ષ ૨૦૫૫ સુધીનો સમય લાગશે. પણ આશ્ચર્યજનક રીતે એ સમયમર્યાદા ઝડપથી સંકોચાઈને, હવે છેક ૨૦૨૬ સુધી આવીને ઊભી રહી ગઈ છે! રોજબરોજ સેંકડો નવાં મોડલ બને છે; ભલે મોટા ભાગનાં છૈં સંયમિત વર્તે, પણ સિસ્ટમમાંથી નીકળેલો માત્ર એક જ 'બળવાખોર' છૈં, આખી માનવ સભ્યતાને ઘૂંટણિયે લાવવા કાફી છે. હવે અંતે વાચકોના ચિંતન માટે મગજની નસો ખેંચતાં સવાલો એ છે કે 'શું આપણે પોતાની જ બુદ્ધિથી એક એવી ટેકનોલોજી સર્જી રહ્યા છીએ? જેને કાબૂમાં રાખવાની તો ઠીક, પૂર્ણપણે સમજવાની ઔકાત પણ, આપણી પાસે નથી? શું આપણું સલામતી સંશોધન આ ટેકનોલોજીના તોફાની ઘોડા સાથે તાલ મિલાવી શકશે? જો ખરેખર એક દિવસ છૈં આપણા કરતાં અનેકગણું વધુ બુદ્ધિશાળી બની જશે? તો શું આપણે તેની સાથે આ પૃથ્વી પર સન્માનભેર સહઅસ્તિત્વ ટકાવી શકીશું? કે પછી આપણી સ્થિતિ એક પુખ્ત વયના બળવાન માનવી સામે, લાચાર અને અસહાય ઊભેલા ત્રણ વર્ષના અણસમજુ બાળક જેવી થઈ જશે?




