Ravi Purti

3I/એટલાસ : આકાશગંગાના જૂના પત્રની શાહી ઉકેલતા વિજ્ઞાનીઓ

By GS Team
22 Aug 20267 mins read
TukuTouch Logo
જુલાઈ 2025માં ખગોળશાસ્ત્રીઓએ સૂર્યમંડળમાં પ્રવેશેલા એક રહસ્યમય પદાર્થ '3I/એટલાસ'ની નોંધ લીધી. આ ત્રીજો આંતરતારાકીય પદાર્થ 10 થી 12 અબજ વર્ષ જૂનો હોવાનું મનાય છે, જે આપણા સૂર્યના જન્મ પહેલાંના તારામંડળનો જીવંત અવશેષ છે. વૈજ્ઞાનિકો માર્ટિન કોર્ડિનર અને સિરિયલ ઓપિટોમના સંશોધનથી તેની ઉંમર નક્કી થઈ. આ "કોસ્મિક ફોસિલ" બ્રહ્માંડના પ્રાચીન ઇતિહાસ અને જીવનની શક્યતાઓ સમજવામાં મદદ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

3I/એટલાસ : આકાશગંગાના જૂના પત્રની શાહી ઉકેલતા વિજ્ઞાનીઓ

ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
અનંત અને અગાધ બ્રહ્માંડમાં વિહરતા, અબજો-કરોડો તારાઓની આ વિસ્મયકારક દુનિયા વચ્ચે, શું કોઈ એવો રહસ્યમય પદાર્થ અસ્તિત્વ ધરાવી શકે ખરો? જે આપણા આખા સૂર્યમંડળના જન્મકાળ કરતાં પણ વધારે જૂનો કે પુરાણો હોય? અતિ પ્રાચીન હોવા છતાં, અચાનક એક દિવસ આપણી નજર સામેથી આવીને, પળવારમાં પસાર થઈ જાય! જુલાઈ ૨૦૨૫ના સમયગાળામાં, સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓએ, બરાબર આવી જ એક અદ્ભુત અને રોમાંચક બ્રહ્માંડીય ઘટના નોંધી હતી. તારાઓ વચ્ચેની અનંત ગણાતી ખાલી જગ્યા એટલે કે આંતર તારાકીય અવકાશમાંથી, અત્યંત તીવ્ર અને અણધારી ઝડપે ગતિ કરતો, એક અજાણ્યો પદાર્થ, આપણા સૂર્યમંડળની સરહદમાં પ્રવેશી ચૂક્યો હતો. જેને વિજ્ઞાન જગત દ્વારા '૩ૈં/એટલાસ' એવું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. માનવજાતના ઇતિહાસમાં અત્યાર સુધી અદ્યતન સ્પેસ ટેક્નોલોજીની મદદથી નીરખવામાં આવેલો, આ માત્ર ત્રીજો આંતર તારાકીય પદાર્થ ('ઇન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ') સાબિત થયો છે. આ નવો પ્રવાસી '૩ૈં/એટલાસ', પોતાના બંને અગાઉના પુરોગામીઓ કરતાં, ઘણી બધી બાબતોમાં એકદમ અલગ, અનોખો અને વિશિષ્ટ સાબિત થયો છે. તાજેતરમાં જ એટલે કે, જુલાઈ ૨૦૨૬માં સંશોધન પત્રિકાઓમાં પ્રકાશિત થયેલા, નવા વૈજ્ઞાનિક સંશોધનમાં એક અત્યંત ચોંકાવનારી અને રોમાંચક શક્યતા આખી દુનિયા સામે આવી છે. શા માટે વિજ્ઞાનીઓ આ પદાર્થમાં ઊંડો રસ લઈ રહ્યા છે?

પરગ્રહી યાન કે પ્રાચીન અશ્મિ
આપણા પોતાના સૂર્યમંડળના જન્મકાળ કરતાં પણ, ૩ૈં/એટલાસ ઘણો વધારે પ્રાચીન હોઈ શકે છે. આપણા બ્રહ્માંડીય પડોશમાંથી પસાર થયેલો, આ સૌથી પ્રાચીન પદાર્થ હોવાની પ્રબળ સંભાવના છે. જેમ કોઈ પ્રાચીન જમાનાના જૂના પત્રની, હસ્તલિપિ કે શાહીના પ્રકાર પરથી, તેનો ચોક્કસ સમયગાળો કે સદી પારખી શકાય. તેવી જ રીતે, વિજ્ઞાનીઓએ આ અજાણ્યા ધૂમકેતુના ઉત્સર્જિત થતા વાયુઓમાં રહેલા, વિવિધ રાસાયણિક તત્વોના પરમાણુ પ્રમાણ પરથી તેની ઉંમર નક્કી કરી છે. જે અંદાજે ૧૦ થી ૧૨ અબજ વર્ષ જેટલી થાય છે. જેનો સીધો અર્થ એ થાય કે ૩ૈં/એટલાસ આપણા તેજસ્વી સૂર્યના જન્મ પહેલાં, બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા અને કાળક્રમે નષ્ટ થઈ ગયેલા, કોઈ અજ્ઞાત તારામંડળનો એક જીવંત અવશેષ છે.' વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, તે એક પ્રકારનું બ્રહ્માંડીય અશ્મિ-'કોસ્મિક ફોસિલ' છે. જે આપણને અતિ દૂરના અંધકારમય ભૂતકાળની એક અદભૂત ઝલક કરાવે છે. આ અજીબોગરીબ પદાર્થની અસામાન્ય પ્રકૃતિ અને આકારે, સોશિયલ મીડિયામાં અફવાઓને વેગ આપ્યો હતો કે 'તે કદાચ કોઈ પરગ્રહી જીવોનું આધુનિક અવકાશયાન હોઈ શકે.' જોકે વૈજ્ઞાનિક સંશોધન અને સચોટ પુરાવાઓના આધારે નાસા અને સેટી સંસ્થાએ, આ કાલ્પનિક શક્યતાને તાર્કિક રીતે અને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
સૂર્યમંડળની અંદરથી નિયમિતપણે પસાર થતા, મોટાભાગના ધૂમકેતુઓ, સૂર્યના પ્રબળ ગુરુત્વાકર્ષણને કારણે, તેની આસપાસ એક ચોક્કસ અંડાકાર કક્ષામાં સતત ફરતા રહેતા હોય છે. અનેક વર્ષો પછી તેઓ પૃથ્વીની નજીક પાછા ફરે છે. પરંતુ ૩ૈં/એટલાસ જેવા વિશિષ્ટ આંતરતારાકીય પદાર્થો, આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન, માત્ર એક જ વખત આપણી આંખેથી પસાર થાય છે. ત્યારબાદ તે પ્રચંડ વેગથી આગળ વધીને કાયમ માટે અનંત અને ઊંડા અવકાશના અંધકારમાં ક્યાંક ખોવાઈ જાય છે. આવા અત્યંત દુર્લભ અને અતિથિ સમાન મુલાકાતીઓનો, વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એટલે, જાણે 'બ્રહ્માંડના કોઈ અજ્ઞાત ખૂણેથી કરોડો વર્ષો, પહેલાં મોકલેલો કોઈ ગુપ્ત સંદેશો વાંચવા મળવા બરાબર છે.'

'મૃત' તારામંડળનો 'જીવંત' અવશેષ
વર્ષ ૨૦૨૫ના ઓગસ્ટ માસમાં પ્રખ્યાત હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલા, અત્યંત મહત્વના અવલોકનો પરથી એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે '૩ૈં/એટલાસના' થીજી ગયેલા કેન્દ્રનો અંદાજિત વ્યાસ, ૧,૪૦૦ ફૂટ (૪૪૦ મીટર)થી લઈને ૩.૫ માઇલ (૫.૬ કિલોમીટર)ની વિશાળ રેન્જની વચ્ચે હોઈ શકે છે. અવકાશમાં વિહરતા અન્ય સામાન્ય ધૂમકેતુઓની જેમ જ, તેનું આ આખું બરફીલું ગાઢ કેન્દ્ર એક અત્યંત તેજસ્વી વાયુ , અને ઝીણી ધૂળના બનેલા વિશાળ વાદળથી ઘેરાયેલું છે. જેને વિજ્ઞાનની પરિભાષામાં 'કોમા' કહેવામાં આવે છે. જે પદાર્થ જેમ-જેમ સૂર્યની વધુ નજીક આવે છે, તેમ-તેમ તેની ગરમીના કારણે, 'કોમા' અંદરથી મુક્ત થઈને બહાર છૂટતું રહે છે. અંતરિક્ષમાં થતી આ અદભુત સક્રિય ઉત્સર્જન પ્રક્રિયાએ જ, વિશ્વભરના વિજ્ઞાનીઓને સંપૂર્ણ ખાતરી આપી કે આ ૩ૈં/એટલાસ કોઈ સાદો અને નિર્જીવ લઘુગ્રહ નથી, પરંતુ વાસ્તવમાં એક જીવંત અને સક્રિય ધૂમકેતુ છે.
આ અદ્ભુત અને વૈશ્વિક સ્તરની અભૂતપૂર્વ વૈજ્ઞાનિક શોધ પાછળ જગતના બે મહાન વિજ્ઞાનીઓની રાત-દિવસની અથાક મહેનત અને બૌદ્ધિક ક્ષમતા ખાસ ધ્યાનપાત્ર છે. જેમાંના એક બ્રિટન દેશમાં જન્મેલા અને નાસા ગોડાર્ડ સેન્ટરમાં કાર્યરત માર્ટિન કોર્ડિનર છે, જ્યારે બીજાં સ્કોટલેન્ડની એડિનબરો યુનિવર્સિટીના, પ્રતિભાશાળી મહિલા ખગોળશાસ્ત્રી સિરિયલ ઓપિટોમ છે. વિજ્ઞાની કોર્ડિનરની ટીમે અંતરિક્ષમાં તરતા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો, અને ઓપિટોમની ટીમે ચિલીસ્થિત ફન્ના અત્યંત સંવેદનશીલ ેંફઈજી સાધનનો ઉપયોગ કર્યો હતો. આ રહસ્યમય આંતરતારાકીય ધૂમકેતુ ૩ૈં/એટલાસની સાચી ઉંમર નક્કી કરવા માટે, વિજ્ઞાનીઓએ ધૂમકેતુના ઉત્સર્જિત થતા, વાયુઓની ભીતરમાં છુપાયેલા રાસાયણિક સંકેતોને, આધુનિક ટેક્નોલોજીથી ઉકેલ્યા હતા. વિજ્ઞાનની આ અદભૂત પદ્ધતિનો મુખ્ય આધાર રસાયણશાસ્ત્રમાં સમસ્થાનિકો ('આઇસોટોપ્સ') તરીકે ઓળખાતી વ્યવસ્થા છે. એટલે કે પદાર્થમાં તેમનું પ્રમાણ માપવાથી, તે પદાર્થ ક્યારે? અને કયા સ્થળે બન્યો હશે? તેની પાયાની માહિતી વિજ્ઞાનીઓને મળી રહે છે.

'આંતર તારાકીય પદાર્થ'
થોડા દાયકાઓ પહેલાં સુધીના સમય સુધી, સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ માટે 'આંતરતારાકીય પદાર્થ' એ માત્ર એક કાલ્પનિક અને સૈદ્ધાંતિક વિભાવના જ હતી. માણસે ક્યારેય આવો એક પણ જીવંત પદાર્થ નજરે જોયો નહોતો. આ સ્થિતિ વર્ષ ૨૦૧૭ના સમયગાળામાં અચાનક જ બદલાઈ ગઈ, જ્યારે ૧ૈં/'ર્ંેસેચસેચ નામનો એક અત્યંત વિચિત્ર અને અસાધારણ લંબગોળ આકાર ધરાવતો, પદાર્થ બ્રહ્માંડમાં પ્રથમ વખત નોંધાયો હતો. આ ઘટનાના બરાબર બે વર્ષ પછી, એટલે કે વર્ષ ૨૦૧૯માં, ૨ૈં/મ્ર્િૈર્જપ નામનો બીજો એક અનોખો આંતરતારાકીય ધૂમકેતુ વિજ્ઞાનીઓને મળી આવ્યો. આ બંને વિસ્મયકારક ઘટનાઓએ વિજ્ઞાન જગતમાં, એ વાત મજબૂત રીતે સાબિત કરી દીધી કે 'અન્ય તારામંડળોમાંથી છૂટા પડેલા પદાર્થો, ખરેખર આપણી સૂર્યમંડળની સરહદમાંથી પસાર થાય છે. આ બંને કિસ્સામાં મુશ્કેલી એ હતી કે પૃથ્વીના વિજ્ઞાનીઓ પાસે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે, ન તો પૂરતો સમય હતો, ન તો તે પદાર્થોમાં પૂરતી તેજસ્વીતા હતી. ૧ જુલાઈ ૨૦૨૫ના રોજ, ચિલી દેશના રિયો હુર્તાડો નામના પ્રદેશમાં સ્થાપિત, એટલાસ સર્વે ટેલિસ્કોપે, એક તદ્દન નવો જ પદાર્થ શોધી કાઢયો હતો. આ આધુનિક ટેલિસ્કોપ ખરેખર તો, આપણી પૃથ્વીને અવકાશમાંથી આવતા સંભવિત જોખમી પદાર્થોના પ્રહારથી બચાવવા માટે, નાસાના 'પ્લેનેટરી ડિફેન્સ નેટવર્ક'નો જ એક અત્યંત મહત્વનો ભાગ છે. આ પદાર્થ પ્રથમ વખત વિજ્ઞાનીઓની નજરે ચડયો ત્યારે, આ ૩ૈં/એટલાસ આપણા સૂર્યથી આશરે ૪૧ કરોડ માઇલ (૬૭ કરોડ કિલોમીટર) જેટલા અસાધારણ અંતરે, ગુરુ ગ્રહની કક્ષાની અંદરની તરફ ગતિ કરી રહ્યો હતો. ખગોળવિજ્ઞાનીઓએ તેની અદ્ભુત ઝડપ અને અણધાર્યા ગતિપથ પરથી જ પળવારમાં પારખી લીધું કે 'આ વિશિષ્ટ પદાર્થ, આપણા પોતાના સૂર્યમંડળનો મૂળ વતની નથી. તેની પ્રચંડ ગતિ એટલી બધી વધારે હતી કે 'આપણા સૂર્યનું શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળ પણ, તેને પોતાની કક્ષામાં કાયમ માટે બાંધી રાખવા સક્ષમ નહોતું.' ખગોળશાસ્ત્રીય ગણતરી મુજબ તે ધનુ રાશિ તારામંડળ તરફથી પૃથ્વી તરફ આવ્યો હોવાનું સ્પષ્ટપણે જણાયું હતું.

'કોસ્મિક નૂન'નો છેલ્લો સાક્ષી
આંતરતારાકીય ધૂમકેતુ ૩ૈં/એટલાસ, હવે સૂર્યની નજીકથી પસાર થઈ જઈ, આપણા આખા સૂર્યમંડળમાંથી કાયમ માટે વિદાય લઈ ચુક્યો છે. જે કેટલાક અટપટા પ્રશ્નો છોડીને જઈ રહ્યો છે! જે વિજ્ઞાનીઓને ઊંડા વિચારમાં મૂકી દે તેવા છે. વૈકલ્પિક રીતે, બની શકે કે ''ભૂતકાળમાં તે તારામંડળની નજીકથી પસાર થઈ રહેલા, કોઈ બીજા શક્તિશાળી તારાના ગુરુત્વાકર્ષણ બળે, તેને બળપૂર્વક બહાર ધકેલી દીધો હોય'' આ બ્રહ્માંડીય શોધ, તારામંડળના રસાયણશાસ્ત્રની પાયાની વિગતો પૂરી પાડે છે. જે આપણા સૂર્ય અને પૃથ્વીના જન્મ થયાના, કરોડો વર્ષો પહેલાં અસ્તિત્વ ધરાવતું હતું. જે આપણને એ સમજવામાં મદદ કરશે કે 'આપણી આકાશગંગામાં જીવનના ઉદ્ભવ માટે જરૂરી રાસાયણિક પરિસ્થિતિઓ, આખરે કેટલી સામાન્ય છે? કે પછી કેટલી દુર્લભ છે?'
૩ૈં/એટલાસ જેવો આંતરતારાકીય ધૂમકેતુ, આપણા માટે માત્ર એક અવકાશી પદાર્થ નથી. પરંતુ તે બ્રહ્માંડના અજ્ઞાત અને અતિ પ્રાચીન ઇતિહાસનો એક જીવંત સાક્ષી અને સંદેશવાહક છે. આ સંશોધન ભવિષ્યના ખગોળવિજ્ઞાન માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, કારણ કે તે આપણને એ સમજવાની અલભ્ય તક આપે છે કે 'આપણી સૂર્યમાળાના નિર્માણ પહેલાં બ્રહ્માંડ કેવું હતું? ત્યાં જીવન માટે જરૂરી રાસાયણિક ઘટકો કેવી રીતે ઉદ્ભવ્યા હતા? આ ધૂમકેતુના રાસાયણિક બંધારણનું વિશ્લેષણ દર્શાવે છે કે 'આપણે હવે 'કોસ્મિક આર્કિયોલોજી' એટલે કે અવકાશી પુરાતત્વના એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ.' જે આપણને બ્રહ્માંડમાં જીવનની શક્યતાઓ કેટલી ? કે દુર્ર્લભ છે? તેનું તાર્કિક વિશ્લેષણ કરવામાં મદદ કરશે. ૧૦ થી ૧૨ અબજ વર્ષ જૂના આ પદાર્થનાં બંધારણનો અભ્યાસ, આવનારા વર્ષોમાં સંશોધકો અન્ય તારામંડળોની ઉત્પત્તિ અને ત્યાંના પર્યાવરણ વિશે વધુ સચોટ અનુમાનો લગાવી શકાશે. આ ઘટના માત્ર એક અલ્પજીવી મુલાકાત નથી, પરંતુ તે માનવજાત માટે બ્રહ્માંડના ગહન રહસ્યો ઉકેલવાની એક એવી ચાવી છે.