સાવરકુંડલાના શખ્સે રાજકોટમાં છુપાવી દીધેલાં બે હથિયાર કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાવરકુંડલાના શખ્સે રાજકોટમાં છુપાવી દીધેલાં બે હથિયાર કબજે
રાજકોટ : લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન ધરાવતાં બે વેપારી યાકીબ મામટી અને ફીરોઝ કાઝીને ગઇ તા.૧૮ના રોજ પીસીબીએ બે દેશી બનાવટની પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધા હતા. બંનેને હથિયાર સપ્લાય કરનાર સાવરકુંડલાના અકીલ વલીભાઇ સૈયદ (ઉ.વ.૩૦) પાસેથી પીસીબીએ આજે વધુ બે હથિયારો કબજે કર્યા હતા.
સપ્લાયર તરીકે અકીલનું નામ ખુલતાં પીસીબીએ તપાસ કરતાં ખૂનના ગુનામાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હોવાની માહિતી મળી હતી. જેથી જેલમાંથી તેનો કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પુછપરછ કરતાં બે હથિયારો પોતાની પાસે હોવાની કબૂલાત આપી હતી.
જેથી પીસીબીએ આજી ડેમ પાસે રવિવારી બજાર નજીક સિમેન્ટની પાઇપ અંદર છુપાવી દીધેલી દેશી બનાવટની પિસ્તોલ અને દેશી બનાવટનો તમંચો કબજે કર્યો હતો. પીસીબીએ હવે તેણે આ તમામ હથિયારો અને કાર્ટિસ ક્યાંથી મેળવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ રીતે આ પ્રકરણમાં અત્યાર સુધીમાં ચાર હથિયારો અને ૧૧ કાર્ટિસ કબજે થયા છે. વધુ હથિયારો અને કાર્ટિસ વેંચાયા હતા કે કેમ તે દિશામાં તપાસ જારી રાખી છે.




