Rajkot

લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધિના બહાને એક પરિવાર સાથે છેતરપિંડી થઈ હતી. 2 શખ્સો રૂ. 20,000 રોકડા અને સોનાની વીંટી લઈ ફરાર થયા હતા. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે દીપકનાથ ધાંધુ અને રોહિતનાથ ધાંધુને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રૂ. 75,000નો મુદ્દામાલ, જેમાં રોકડ, વીંટી અને મોટરસાઈકલનો સમાવેશ થાય છે, જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાઠીના ભુરખિયામાં ધાર્મિક વિધિના નામે ઠગાઈ કરનારા બે શખ્સો ઝડપાયા

અમરેલી: લાઠીમાં ધામક વિધિ કરવાના બહાને એક પરિવાર સાથે છેતરપિંડી કરી રોકડ તથા સોનાની વીંટી લઈને બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે બંને આરોપીને ઝડપી પાડી કુલ રૂ.૭૫૦૦૦ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. ૨૨ના મોટર સાયકલ લઇને લાઠી તાલુકાના ભુરખીયા ગામે બે શખસો એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને ગયા હતા. જ્યાં એક વ્યકિત મીની ટ્રેકટર લઇ તેની પત્ની સાથે ઘરના ડેલા પાસે શેરીમાં ઉભો હતો. જેમાં બંને શખસો ઘર આગળ ઉભેલા દંપતી પાસે જઈ અને તેઓ સરધાર રામાપીરની જગ્યાએથી આવ્યા હોવાનું કહીને પાડરશીંગા ગામે રામાપીરની જગ્યાએ જવાના રસ્તા વિશે પૂછયું હતું. આ દરમિયાન આરોપીઓએ દંપતીને પાણી પીવડાવવા કહ્યું હતું. પાણી પીધા બાદ બંને શખસોએ દંપતીને કહ્યું કે, 'તમારા દિકરાના લગ્ન થયા ત્યારે કોઇએ તમારા પરિવાર ઉપર મેલુ નાખ્યું છે, જેના લીધે તમારો ધંધો સેટ થતો નથી એટલે તમારે વિધિ કરવી પડશે.'
દંપતીએ વિધિ કરવાની હા પાડતા, બંને શખસોએ વિધિના બહાને રૂ.૨૦૦૦૦ તથા એક સોનાની વીંટી લઈને ભાગી ગયા હતા. આથી પરિવારે બંને શખસો વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે ટેકનીકલ સોર્સ અને અન્ય સોર્સથી આ દીપકનાથ નારણનાથ ધાંધુુ રહે. જસદણ અને રોહિતનાથ ભગવાનનાથ ધાંધુ નામના બે શખ્સોની અટકાયત કરી તેની પાસેથી રૂ.૭૫૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં રૂ.૨૦૦૦૦ રોકડ રકમ ૨.૪૧ ગ્રામની રૂ.૩૦૦૦૦ની કિંમતની એક સોનાની વીંટી ગુનામાં વપરાયેલું આશરે રૂ.૨૫૦૦૦ની કિંમતનું મોટર સાયકલ કબજે લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓ વિરૂધ્ધ હળવદ, રાજકોટ શહેર બી ડિવિઝન પો.સ્ટેશન અને પડધરી પો.સ્ટશને જુદા જુદા ગુનો નોંધાયેલો છે.