Rajkot

સૌની યોજનાના વોટર સંપનાં ગોડાઉનનો દારૂનાં કટિંગ માટે ઉપયોગ કરાતો હતો

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
બાબરાના ખંભાળા ગામે સૌની યોજનાના વોટર સંપના ગોડાઉનમાંથી SMCએ 8.44 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. કટિંગ સમયે દરોડો પાડી 3013 બોટલ તથા 19.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર ઝડપાયા, જ્યારે 3 શખ્સો ફરાર છે. દારૂની બોટલના સ્ટીકર તોડી પુરાવાનો નાશ કરાયો હતો. CCTV DVR પણ કબજે કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌની યોજનાના વોટર સંપનાં ગોડાઉનનો દારૂનાં કટિંગ માટે ઉપયોગ કરાતો હતો

બાબરા : બાબરા તાલુકાના ખંભાળા ગામે સૌની યોજનાના વોટર સંપના ગોડાઉનનો અંગ્રેજી દારૂના કટિંગ માટે ઉપયોગ થતો હતો, જ્યાં એસએમસીએ દરોડો પાડી ૮.૪૪ લાખની કિંમતની અંગ્રેજી દારૂની ૩૦૧૩ બોટલો ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં વાહનો મળી ૧૯.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની અટક કરી છે, જ્યારે ૩ શખ્સોની શોધખોળ આદરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખંભાળા ગામે સૌની યોજનાના વોટર સંપની પાછળ આવેલા ગોડાઉનમાં કટિંગ વખતે દરોડો પાડયો હતો, જ્યાંથી રૂા.૮.૪૪ લાખની કિંમતની અંગ્રેજી દારૂની કુલ ૩૦૧૩ બોટલ, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા, સ્કોર્પિયો અને બાઇક સહિતનાં વાહનો મળી કુલ રૂા.૧૯,૫૧,૧૦૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્થળ પરથી રવિરાજ જગુભાઇ ખાચર (ઉ.વ.૩૩, રહે. નીલવડા) અને રઘુવીર જયલુભાઇ ખાચર (ઉ.વ.૨૬, ખંભાળા) ઝડપાયા હતા, જ્યારે રેઇડ દરમિયાન લાલાભાઇ હાજાભાઇ ગરાણીયા નાસી છૂટયા હતા. દારૂનો જથ્થો મોકલનાર મૌલિક શૈલેષભાઇ તેરૈયા (રહે. બાબરા) અને દેસુરભાઇ ગઢવી (રહે. સીતાપર ગામ, ગઢડા)ને વોન્ટેડ દર્શાવાયા છે. આ સ્થળે અંગ્રેજી દારૂનું કટિંગ ચાલું હતું ત્યારે જ દરોડો પડતાં નાસભાગ મચી ગઇ હતી.
બાબરા પોલીસે એસએમસીના કોન્સ્ટેબલ વનરાજભાઇ વલકુભાઇ માંજરીયાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, જ્યારે આગળની તપાસ લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. સાળુકે દ્વારા હાથ ધરાઇ છે.
બેચ નંબર-સ્ટીકર જેવા પૂરાવાનો નાશ! ગોદામના સીસીટીવીનું ડીવીઆર કબજે કરાયું
નોંધનીય છે કે પકડાયેલા અંગ્રેજી દારૂની બોટલો ઉપર લખેલા બેંચ નંબર તથા બનાવટની તારીખ લખેલા સ્ટીકર તોડી નાખી પુરાવાનો નાશ કરાયો હતો. એસએમસીએ ગોડાઉનમાં લગાડેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ કબજે કર્યું છે, જેના પરથી ખરેખર આ ગોડાઉનનો છેલ્લા કેટલા સમયથી અંગ્રેજી દારૂ માટે ઉપયોગ થતો હતો તેનો ખુલાસો થશે.