Rajkot

ગુજરાતમાં ખાંડના ભાવ નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સ્ટોક લિમિટની તપાસ, સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા વેપારીઓમાં ફફડાટ

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ખાંડના ભાવ નિયંત્રણમાં લેવા પુરવઠા વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. 27 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેરમાં વેપારીઓ અને ડીલરોને ત્યાં સ્ટોક લિમિટની તપાસ કરાઈ. 4000 ક્વિન્ટલથી વધુ જથ્થો કે 1 મહિનાથી વધુ સંગ્રહ છે કે નહીં તે ચકાસાયું. તમામ વેપારીઓને સરકારી પોર્ટલ પર જથ્થાની માહિતી અપલોડ કરવા સૂચના અપાઈ છે. આનાથી કાળાબજારી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ખાંડના ભાવ નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સ્ટોક લિમિટની તપાસ, સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા વેપારીઓમાં ફફડાટ

Gujarat Sugar Price Control Raid: દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવાના સરકારના નીતિગત પગલાં બાદ ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. આ દરમિયાન ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રમમાં લાવવા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોક લિમિટની તપાસ શરૂ કરી છે.

ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સ્ટોક લિમિટની તપાસ

રાજ્યના અન અને નાગરિક પુરવઠા વિભાગની નિયામકની કચેરીની તપાસ ટીમ દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સ્ટોકપત્રક સાથે હાજર જથ્થાનું મેળવણું કરી સ્ટોક 4000 ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તે તપાસવામાં આવી હતી. તેમજ ખાંડનો જથ્થો 1 માસથી વધારે સમયથી સંગ્રહ કરાયેલો છે કે નહીં, તેની તપાસવામાં આવી હતી.

આ સાથે જ ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના પોર્ટલ https://foodstock.dfpd.gov.in પર નિયમિત રીતે ખાંડના જથ્થાની માહિતી અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠા વિભાગના સઘન ચેકિંગથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.