Sports

5 રનમાં 4 વિકેટો પડી ગઇ હતી... પછી અમજતુલ્લાહના તોફાનમાં ફંટાયું ઝિમ્બાબ્વે, રચાયો ઇતિહાસ

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
ઝિમ્બાબ્વે સામેની T20 મેચમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝઈએ ઇતિહાસ રચ્યો છે. તેણે 50 બોલમાં 116 રન ફટકારી, નંબર-6 કે નીચેના ક્રમે સદી ફટકારનાર પ્રથમ ફૂલ મેમ્બર ટીમનો ખેલાડી બન્યો. 5 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ, તેની ધમાકેદાર ઇનિંગથી અફઘાનિસ્તાને 222 રન બનાવ્યા. અંતે, અફઘાનિસ્તાને 19 રને મેચ અને સિરીઝ જીતી લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

5 રનમાં 4 વિકેટો પડી ગઇ હતી... પછી અમજતુલ્લાહના તોફાનમાં ફંટાયું ઝિમ્બાબ્વે, રચાયો ઇતિહાસ

Azmatullah Omarzai 116 Runs : અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝઈએ ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં ઐતિહાસિક બેટિંગ કરી છે. નંબર-6 પર બેટિંગ કરવા ઉતરેલા ઉમરઝઈએ માત્ર 50 બોલમાં 116 રનની તોફાની સદી ફટકારી હતી. આ સાથે તે ફુલ મેમ્બર ટીમો તરફથી T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠા કે તેનાથી નીચલા ક્રમે બેટિંગ કરીને સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેની આ ઇનિંગના આધારે અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 19 રને હરાવી મેચની સાથે સિરીઝ પણ જીતી લીધી હતી.

5 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ઉમરઝઈનો ધમાકો

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 5 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 38 રન થતાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. અફઘાનિસ્તાનની ટીમ 100 રન પણ નહીં બનાવી શકે તેવું લાગી રહ્યું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિમાં નંબર-6 પર બેટિંગ કરવા આવેલા અઝમતુલ્લાહ ઉમરઝઈએ મોરચો સંભાળ્યો હતો. તેણે 50 બોલમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી અણનમ 116 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગના કારણે અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

નંબર-6 પર સૌથી મોટી T20I ઇનિંગનો રેકોર્ડ

ઉમરઝઈએ આ ઇનિંગ સાથે ફુલ મેમ્બર ટીમો તરફથી T20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠા કે તેનાથી નીચલા ક્રમે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના જ ખેલાડી મોહમ્મદ નબીના નામે હતો. તેણે 2017માં આયર્લેન્ડ સામે 89 રન બનાવ્યા હતા.

106 રનની સદી છતાં ઝિમ્બાબ્વે હાર્યું

222 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે પણ જોરદાર ટક્કર આપી હતી. કેપ્ટન સિકંદર રઝાએ 56 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા. જોકે, તેને બીજા છેડેથી પૂરતો સાથ મળ્યો નહોતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. પરિણામે અફઘાનિસ્તાને 19 રને મેચ જીતી લીધી હતી અને સિરીઝ પણ પોતાના નામે કરી હતી.