Astro

વાંચો તમારું 30 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે, મેષ રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થતા આનંદ થશે. વૃષભ રાશિના લોકોને બેંક, વીમા, શેરના કામમાં અનુકૂળતા રહેશે. જ્યારે કર્ક રાશિના જાતકોને રાજકીય-સરકારી કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કન્યા રાશિના લોકોને જમીન-મકાન-વાહનના કામ થઈ શકે છે. ધન રાશિના લોકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 30 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ મળી રહે.
વૃષભ : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નોકરી-ધંધાના કામમાં સરળતા જણાય.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. જાહેરક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા રહે.
કર્ક : આપને રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયત્ન કરે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.
મકર : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
મીન : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
અગ્નિદત્ત પદમનાભ