Sports

ઓકલેન્ડમાં ગંભીર-ઐયરના પ્લાનની પોલ ખૂલી! વૈભવ સૂર્યવંશીને બહાર રાખવાનો દાવ ઊંધો પડ્યો

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ભારતનો 87 રનથી કારમો પરાજય થયો છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરની રણનીતિ પર સવાલો ઉઠ્યા છે. અગાઉની મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ-11માંથી બહાર રાખવાનો નિર્ણય ભારે પડ્યો. 260 રનના વિશાળ લક્ષ્ય સામે ભારતીય બેટિંગ લાઈનઅપ નિષ્ફળ રહી અને ટીમ 4-0થી ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય ચૂકી ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓકલેન્ડમાં ગંભીર-ઐયરના પ્લાનની પોલ ખૂલી! વૈભવ સૂર્યવંશીને બહાર રાખવાનો દાવ ઊંધો પડ્યો

India Vs New Zealand T20 : ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાનો 87 રનથી મોટો પરાજય થયો છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અયરની આક્રમક ક્રિકેટની રણનીતિ પર હવે મોટા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ગત મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીને પ્લેઈંગ-11માંથી બહાર રાખવાનો નિર્ણય ટીમ માટે ભારે પડ્યો.

વૈભવ સૂર્યવંશીને બહાર બેસાડવાનો મોટો નિર્ણય

ભારતે અગાઉની મેચમાં જ શાનદાર પ્રદર્શન કરી સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ચોથી મેચમાં 4-0થી ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય હતું, જેના માટે ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો. ગત મુકાબલામાં અભિષેક શર્મા સાથે મળીને પાવરપ્લેમાં 118 રનનો વિશાળ સ્કોર બનાવનાર વૈભવ સૂર્યવંશીને આ મેચમાંથી બહાર રાખવામાં આવ્યો અને તેના સ્થાને ઈશાન કિશનને તક આપવામાં આવી.

સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ ખેલાડીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હોય, ત્યારે તેને આગલી જ મેચમાં ટીમમાંથી કેમ પડતો મૂકવામાં આવ્યો?

કેપ્ટનની 'નિર્દયી' ક્રિકેટની વાતો માત્ર વાતો જ રહી ગઈ?

ટોસ દરમિયાન કેપ્ટન શ્રેયસ અયરે નિવેદન આપ્યું હતું કે, ટીમ 'નિર્દયી' બનીને રમવા માંગે છે અને સામેવાળી ટીમને કોઈ તક આપવા માગતી નથી. પરંતુ, મેદાન પર આ વાત જોવા ન મળી. જો લક્ષ્ય વિપક્ષી ટીમને સંપૂર્ણપણે દબાવવાનું હતું, તો ગત મેચમાં શાનદાર ભાગીદારી નોંધાવનાર ઓપનિંગ જોડીને શા માટે તોડવામાં આવી? કેપ્ટન અને કોચના આ સંયુક્ત નિર્ણયો પર હવે ગંભીર સવાલો થઈ રહ્યા છે.

260 રનના પહાડ જેવા લક્ષ્ય સામે બેટિંગ ફ્લોપ

ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સના 107 રન અને માઈકલ બ્રેસવેલના 65 રનની મદદથી કિવિ ટીમે ભારત સામે 260 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. આટલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી. સંજુ સેમસન 4 રન બનાવીને અને ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા. પાંચમી ઓવરમાં અભિષેક શર્મા (27 રન) પણ પેવેલિયન ભેગા થઈ ગયા. માત્ર પાંચ ઓવરમાં જ 3 મોટી વિકેટો ગુમાવી દેવાને કારણે ટીમ ક્યારેય મેચમાં વાપસી કરી શકી નહીં અને સમગ્ર ટીમ લક્ષ્યથી ઘણે દૂર રહી ગઈ.

ભવિષ્ય માટે ટીમ મેનેજમેન્ટે વિચારવું પડશે

આ હાર માત્ર ખરાબ બોલિંગ કે બેટિંગને કારણે નહોતી, પરંતુ મેનેજમેન્ટની ખોટી રણનીતિ પણ જવાબદાર હતી. વિસ્ફોટક બેટિંગના દાવા કરતી ટીમ જો પાવરપ્લેમાં જ પોતાની સફળ ઓપનિંગ જોડી તોડી નાખશે, તો પરિણામ આવું જ આવશે. 4-0થી સિરીઝ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે અને હવે કોચ ગૌતમ ગંભીર તેમજ કેપ્ટન શ્રેયસ અયરને આ હારના જવાબો આપવા પડશે.