Rajkot

રૂા.1 કરોડની એમ્બરગ્રીસ સાથે છ આરોપીઓ પડધરીમાંથી ઝડપાયા

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ SOGએ પડધરી હાઈવે પરથી 1 કરોડની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે 6 આરોપીઓને ઝડપ્યા. મોરબી, જામનગર અને સિક્કાના આરોપીઓ ગ્રાહકની શોધમાં હતા. 1 કિલો 20 ગ્રામ એમ્બરગ્રીસ, કાર, 6 મોબાઈલ સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો. આણંદના તારાપુરના મુખ્ય સપ્લાયરની શોધખોળ ચાલુ છે. ફોરેસ્ટ વિભાગ વધુ તપાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂા.1 કરોડની એમ્બરગ્રીસ સાથે છ આરોપીઓ પડધરીમાંથી ઝડપાયા

રાજકોટ : પડધરી હાઇવે પર આવેલી હોટલ નજીકથી એસઓજીએ રૂા. ૧ કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસ સાથે છ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ ગ્રાહકની શોધમાં આવી રહ્યા હતા ત્યારે ઝડપાઇ ગયાા હતા. આણંદ જિલ્લાના તારાપુરના શખ્સનું નામ સપ્લાયર તરીકે ખૂલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે.
એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી સેલેરિયા કારને અટકાવી તપાસ કરતાં ૧ કિલો ૨૦ ગ્રામ એમ્બરગ્રીસ મળી આવી હતી. કાર, છ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે જ મુખ્ય આરોપી ભાનુ ઉર્ફે ભાવેશ ચાવડા (રહે. ઉમિયાનગર પાછળ, મોરબી), મેહુલ જગદીશ રાઠોડ (રહે. જનકપુરી સોસાયટી, મોરબી), વિજયસિંહ નારુભા ઝાલા (રહે. સો ઓરડી, મોરબી-૨), પ્રશાંત દિલીપભાઈ જાટ (રહે. સાત રસ્તા સર્કલ, જામનગર), ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવા (રહે. સિક્કા) અને સાવન ભરતભાઇ જાટ (રહે. સાત રસ્તા સર્કલ, જામનગર)ની અટકાયત કરાઇ હતી.
એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સૂત્રધાર ભાનુ મૂળ તારાપુરનો વતની છે. તારાપુરના કોઇ શખ્સ પાસેથી તે જ એમ્બરગ્રીસ લઇ આવ્યો હતો. ેજેના ગ્રાહકની હાલ તલાશમાં હતો. બાકીના પાંચેય આરોપીઓ તેને એમ્બરગ્રીસનો ગ્રાહક શોધવામાં, સેમ્પલ દેખાડવામાં અને સપ્લાય કરવામાં મદદ કરવાના હતા. કોઇ ગ્રાહકની તલાશમાં જ છએ આરોપીઓ પડધરી તરફ આવ્યા હતા.
આ પ્રકરણની આગળની તપાસ નિયમ મુજબ ફોરેસ્ટ વિભાગ કરશે. રાજકોટ જિલ્લામાં એમ્બરગ્રીસનો આ પ્રથમ કેસ છે. એમ્બરગ્રીસના સેમ્પલ એફએસએલમાં મોકલી આપવા તજવીજ શરૂ કરાઇ છે. એમ્બરગ્રીસનો જથ્થો પ્લાસ્ટિકની થેલીમાં હતો.