ટેસ્ટ ડેબ્યૂમાં જ એક ઈનિંગમાં 11 નો-બોલ ફેંક્યા ગુરનુર બરારે, ચાહકો ગિલ-ગંભીર પર ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gurnoor Brar 11 No Ball News : એક તરફ મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાં સ્થાન અપાઈ રહ્યું નથી અને ન્યૂઝીલેન્ડ સામેની બંને ટેસ્ટમાં તેને રમાડવામાં ન આવતા ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા ગુરુનુર બરારે એક જ ઈનિંગમાં 11 નો-બોલ ફેંકતા શિસ્ત અને બોલિંગ રિધમ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ 356 રન પર ઓલઆઉટ થયા બાદ બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને 116 રન પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને હજુ 240 રન પાછળ છે.
28 ઓવરમાં 2 વિકેટ, પરંતુ 11 નો-બોલનો ભાર
ડેબ્યૂ કરનાર બોલર ગુરનુર બરારે 28 ઓવરમાં 4 મેઈડન સહિત 78 રન આપીને 2 વિકેટ જરૂર ઝડપી, પરંતુ 11 નો-બોલ અને 5 વાઈડ સહિતના વધારાના રન ટીમ માટે ચિંતાનો વિષય બન્યા છે. ફાસ્ટ બોલરોને પીચ પરથી મદદ મળી રહી હોવા છતાં રિધમ જાળવવામાં મુશ્કેલી પડી હતી અને સાથી ફાસ્ટ બોલરની સમજાવટ છતાં નો-બોલનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની મેચમાં નો-બોલ આ રીતે ફેંકવાથી સવાલો ઊઠવા લાગ્યા છે.
પસંદગી અને ટીમ કોમ્બિનેશન પર ચર્ચા
આ પ્રદર્શન બાદ ટીમની પસંદગી પ્રક્રિયાને લઈને ગિલ અને ગંભીર સામે પણ ચાહકો સવાલો ઊઠાવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સિરાજને ટીમમાં સ્થાન ન મળતા લોકો સવાલો ઊઠાવી રહ્યા છે, દિગ્ગજ ક્રિકેટરો પણ ભડકેલા દેખાઈ રહ્યા છે ત્યારે ઘરેલુ ક્રિકેટમાં લાંબા સમયથી મહેનત કરતા બોલરોને તક ન મળતી હોવા છતાં, આઈપીએલ જેવી T20 લીગમાં એકપણ મેચ રમ્યા વગર અને ટીમ ઈન્ડિયામાં નેટ બોલર તરીકે જોડાયા બાદ ગુરુનુર બરારની સીધી ટેસ્ટ અને ODI ટીમમાં પસંદગી થવા સામે સવાલો ઉઠી રહ્યા છે.
કેપ્ટનશીપ અને રેડ-બોલ કોચિંગ સામે સવાલ
મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે ટીમને જરૂર હતી ત્યારે ગિલ જેવો કેપ્ટન પણ 29 બોલમાં 17 રન પર આઉટ થઈ ગયો. ટીમ ઈન્ડિયાના કોચ ગંભીર સામે પણ આ રીતે જ ટીમમાં અવનવા વિચિત્ર ફેરફારો કરવાનો કારણે તેમની સામે પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ટેસ્ટ ટીમ માટે અલગ રેડ-બોલ કોચ લાવવા અને પસંદગીમાં અનુભવ તથા ફોર્મને પ્રાથમિકતા આપવાની માંગ સાથે ક્રિકેટ વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.




