Rajkot

રાજકોટથી પોરબંદર જતી પેસેન્જર ટ્રેન 24 નવેમ્બરથી 35 દિવસ સુધી ભક્તિનગર સ્ટેશનથી ઉપડશે, બ્લોક લેવાતા રેલવેનો નિર્ણય

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ યાર્ડના વિકાસકાર્યોને કારણે રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયો છે. 24 નવેમ્બર 2026 થી 28 ડિસેમ્બર 2026 સુધી 35 દિવસ માટે આ ટ્રેન રાજકોટને બદલે ભક્તિનગર સ્ટેશનથી ઉપડશે અને ત્યાં જ સમાપ્ત થશે. આ નિર્ણયથી હજારો મુસાફરોને તેમના સમયપત્રકમાં ફેરફાર કરવો પડશે. રેલવે તંત્રએ મુસાફરોને સહકાર આપવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટથી પોરબંદર જતી પેસેન્જર ટ્રેન 24 નવેમ્બરથી 35 દિવસ સુધી ભક્તિનગર સ્ટેશનથી ઉપડશે, બ્લોક લેવાતા રેલવેનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

Rajkot Porbandar Passenger Train Route Change: પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઇન લાઇન પર બાકી રહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે લાઇન નંબર-4 પર બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે ટ્રેન નંબર 59564/59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન 24 નવેમ્બર 2026થી 28 ડિસેમ્બર 2026 સુધી કુલ 35 દિવસ માટે રાજકોટને બદલે ભક્તિનગર સ્ટેશનથી દોડાવવામાં આવશે. આ ફેરફારથી રાજકોટ અને પોરબંદર વચ્ચે દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરોએ પોતાના મુસાફરીના સમયપત્રકમાં ફેરફાર કરવો પડશે.

ટ્રેનના રૂટમાં કરાયેલો ફેરફાર

રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, 35 દિવસના આ સમયગાળા દરમિયાન ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસોએ નીચે મુજબની વ્યવસ્થા અમલમાં રહેશે,

  • આંશિક પ્રારંભ: રાજકોટ–પોરબંદર પેસેન્જર ટ્રેન રાજકોટ જંક્શનને બદલે ભક્તિનગર સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે.
  • આંશિક સમાપન: પરત ફરતી વખતે પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન રાજકોટ સ્ટેશન સુધી જવાને બદલે ભક્તિનગર સ્ટેશન પર જ પોતાની મુસાફરી પૂર્ણ કરશે.

લાઇન નંબર-4 પર બ્લોક લેવાતા રેલવેનો નિર્ણય

રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઇન લાઇન પર વિકાસના કાર્યો બાકી છે, જેને પૂર્ણ કરવા માટે લાઇન નંબર-4 પર બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યો છે. રેલવે સંચાલન ખોરવાય નહીં અને મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું કે, “મુસાફરોની સુવિધા અને રેલવે સંચાલનને સુચારુ જાળવી રાખવાના હેતુથી આ ટ્રેનનું આંશિક પ્રારંભ અને સમાપન ભક્તિનગર સ્ટેશનથી કરાયું છે. મુસાફરો આ ફેરફારને ધ્યાનમાં રાખી મુસાફરીનું આયોજન કરે.”