Rajkot

વૃદ્ધાની કેરટેકર રાજસ્થાની મહિલા રૂા.17 લાખની મત્તા ચોરી પલાયન

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટના અતિથિ ચોકમાં રહેતા ઉદ્યોગપતિ વિપુલભાઈ પટેલે વૃદ્ધ માતાની દેખભાળ માટે રાખેલી રાજસ્થાનની કેરટેકર બસંતી મીણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બસંતી 13મી તારીખે ઘરેથી રૂા. 16.70 લાખની સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. માલવિયાનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૃદ્ધાની કેરટેકર રાજસ્થાની મહિલા રૂા.17 લાખની મત્તા ચોરી પલાયન

રાજકોટ : અતિથિ ચોકમાં કસ્તુરી પ્રાઇડ એપાર્ટમેન્ટમાં રહેતા અને ભક્તિનગરમાં એડીકો પેસ ઇન્ડિયા નામથી ડીઝલ એન્જિનના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા વિપુલભાઇ નાનજીભાઇ પટેલ (ઉ.વ.૫૮)એ વૃદ્ધ માતાની દેખભાળ માટે રાખેલી રાજસ્થાનના જોધપુરની બસંતી ધુલેશ્વર મીણાં ઘરમાંથી રૂા.૧૬.૭૦ લાખની મત્તાની ચોરી કરી ગઇ હતી. માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં વિપુલભાઇએ જણાવ્યું છે કે, ત્રણેક વર્ષ પહેલા અમદાવાદની એજન્સી મારફત ઘરકામ માટે રમેશ નામના માણસને રાખ્યો હતો. જે બે દિવસ કામ કરી જતો રહ્યો હતો. તેના માતા કંચનબેન (ઉ.વ.૮૮) ઉંમરલાયક હોવાથી તેમની સંભાળ માટે મહિલા કેરટેકરની જરૂરિયાત પડતાં રમેશને કહીં બસંતીની વ્યવસ્થા કરી હતી. જેની સાથે રૂા.૧૮ હજાર પગાર નક્કી કર્યો હતો.
બસંતી તેના ઘરે જ રહેતી હતી. છેલ્લા બે દિવસથી તબીયત સારી નથી, રાજસ્થાન જવું છે તેમ કહેતી હતી. જેથી તેને બીજી કેરટેકરની વ્યવસ્થા થાય પછી જવા કહ્યું હતું. આમ છતાં ગઇ તા.૧૩ના રોજ સાંજે તેને કોલ કરી ઘરે જવાની જીદ કરતા ડ્રાઇવર મહેશ ચૌહાણ એક્ટિવા ઉપર તેને બસ સ્ટેન્ડ મૂકી આવ્યો હતો. તેના થોડા સમય પછી તેના માતાએ પર્સ ચેક કરતા રૂા.૭૦ હજાર ઓછા મળ્યા હતા.
પરિણામે દાગીના અંગે તપાસ કરતા માતાના રૂમમાં આવેલા કબાટમાંથી સોનાની છ બંગળી, સોનાની મોતીની માળા, સોનાનો ચેન, એક જોડી સોનાની બુટી, સોનાની વિંટી મળી ૧૬૬ ગ્રામ સોનાના દાગીના ગાયબ મળ્યા હતા. આ તમામ દાગીના તેના માતાના સમયના હોવાથી ખુબ જ જુનવાણી હતા. બસંતી આ ચોરી કરી ગયાનું સ્પષ્ટ થતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.