Rajkot

રાજકોટના સાઇકો કિલરની પૂછપરછ માટે સાયકિયાટ્રિસ્ટની મદદ લેવાશે

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં 76 વર્ષીય લીલાબેન સોલંકીના અપહરણ અને હત્યા કેસમાં, સાયકો કિલર રમેશ વૈધુકિયા (ઉ.વ.33)ને પોલીસે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવાનો નિર્ણય કર્યો છે. રમેશે રિક્ષામાં લીલાબેનને મારકૂટ કરી આજી ડેમમાં ફેંકી દીધા હતા. અગાઉ પણ તે 3 બાળકીના દુષ્કર્મ-હત્યા સહિત 3 મર્ડર કેસમાં સંડોવાયેલો હતો. તેની માનસિક સ્થિતિ જાણવા આ પગલું ભરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટના સાઇકો કિલરની પૂછપરછ માટે સાયકિયાટ્રિસ્ટની મદદ લેવાશે

રાજકોટ : કુવાડવા રોડ પરના સાત હનુમાન મંદિરની બહાર બેસી ભિક્ષાવૃત્તિ કરતા ૭૬ વર્ષના લીલાબેન સોલંકીનું દુષ્કર્મ ગુજારવાના ઇરાદે અપહરણ કરી રિક્ષામાં મારકૂટ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ લાશને આજી ડેમમાં ફેંકી દેવાના કેસના આરોપી સાઇકો કિલર રમેશ વૈધુકિયા (ઉ.વ.૩૩)ને પોલીસ સાયકિયાટ્રિસ્ટ પાસે લઇ જશે.
આ અગાઉ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની ઉપર દુષ્કર્મ ગુજારી ઘાતકી રીતે હત્યા કરવા અંગે પણ સાઇકો કિલર રમેશ સામે ગુનો નોંધાયો હતો. તે પહેલા પણ બે મર્ડરના ગુના નોંધાયા હતા. આ ત્રણેય કેસમાં તે કોર્ટમાંથી છુટી ગયો હતો. ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મ અને મર્ડર કેસમાં તેને રાજકોટની સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. જોકે હાઇકોર્ટમાંથી છએક માસ પહેલા જ તેનો છુટકારો થઇ ગયો હતો.
ત્યારબાદ તેની વિરુદ્ધ હવે ચોથો મર્ડરનો ગુનો નોંધાયો છે. કેવા સંજોગોમાં ગુના કરતો હતો, તેની માનસિક સ્થિતિ કઇ પ્રકારની છે તે સહિતની તમામ બાબતો હવે પોલીસ જાણવા માંગે છે. આ જ કારણથી આવતીકાલે તેને સાયકિયાટ્રિસ્ટ પાસે લઇ જવાશે. રાજકોટનો આ પ્રથમ એવો કેસ છે જેમાં પોલીસ સાયકિયાટ્રિસ્ટની મદદ લઇ રહી છે. જોકે વિદેશોમાં આ પ્રકારના કેસોમાં સાયકિયાટ્રિસ્ટની મદદ લેવાની બાબત સામાન્ય છે.
ભક્તિનગરના પીઆઇ પરમાર અને રાઇટર નિલેશભાઇ મકવાણાની તપાસમાં એવું પણ ખુલ્યું છે કે, સાઇકો કિલર રમેશ દેશી દારૂ પીવાની ટેવવાળો છે. લીલાબેનની આજી નદીના કાંઠેથી લાશ મળી આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ બનાવ શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે આજી ડેમ પોલીસે સાત હનુમાન મંદિર આસપાસના સીસીટીવી કેમેરા જોયા હતા. જેમાં લીલાબેન એક રિક્ષામાં જતા હોવાનું દેખાયું હતું.
જે રિક્ષા નંબરના આધારે આજી ડેમ પોલીસે તપાસ આગળ ધપાવી રિક્ષાના માલિક બાબરીયા કોલોનીના અમન દલની પુછપરછ કરતાં રિક્ષા રમેશને ભાડે ચલાવવા આપ્યાનું કહ્યું હતું. પરંતુ રમેશ મોબાઇલ ફોન રાખતો ન હોવાથી તેનું લોકેશન મેળવવું અઘરું હતું. તે ઘણી વખત ત્રણ-ત્રણ દિવસ વિતી જવા છતાં રિક્ષા માલિકને ભાડાની રકમ આપતો ન હોવાથી રિક્ષા માલિકે રિક્ષામાં જીપીએસ ફીટ કરાવ્યું હતું.
તેણે પોતાના મોબાઇલમાં રિક્ષાનું લોકેશન જોતાં ભાવનગર રોડ પરના પેટ્રોલ પંપનું મળ્યું હતું. તે સાથે જ પોલીસે પેટ્રોલ પંપે જઇ રિક્ષામાં બેઠેલા રમેશને હસ્તગત કર્યો હતો. આ રીતે તે આસાનીથી પકડાઇ ગયો