Entertainment

ઇમરાન હાશ્મીને સ્વાઇન ફલુ થતાં ડોક્ટરે આરામ કરવાની સલાહ

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: રાંચીથી પરત ફર્યા બાદ અભિનેતા ઇમરાન હાશ્મીને સ્વાઈન ફ્લૂનું નિદાન થયું છે. ડોકટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. તાજેતરમાં તેની ફિલ્મ 'આવારાપન 2'એ બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, રાંચીથી આવ્યા બાદ તબિયત બગડતાં તેણે ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં સ્વાઈન ફ્લૂની પુષ્ટિ થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇમરાન હાશ્મીને સ્વાઇન ફલુ થતાં ડોક્ટરે આરામ કરવાની સલાહ
  • રાંચીથી આવ્યા બાદ ટેસ્ટમાં સ્વાઇન ફલુનું નિદાન
  • ઇમરાન હાશ્મીની ફિલ્મ આવારાપન ટુએ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની કમાણી

મુંબઈ : આવારપન ટુએ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હોવાના અહેવાલ વચ્ચે તેના હીરો ઇમરાન હાશ્મીને સ્વાઇન ફલુ થયો હોવાનું નિદાન થયું છે.
ડોકટરોએ તેને આરામ કરવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ઇમરાન હાશ્મી તાજેતરમાં રાંચી ગયો હતો. રાંચીથી પાછાં ફર્યા બાદ તેની તબિયત નરમગરમ રહેતાં તેણે ટેસ્ટ કરાવ્યા હતા. ગઇકાલે આવેલાં રિપોર્ટમાં તેને સ્વાઇન ફલુ થયો હોવાનું નિદાન થયું હતું.
તાજેતરમાં મુંબઇમાં એક થિયેટરમાં તેંમની ફિલ્મના ઇન્ટરવલ દરમ્યાન થિયેટરમાં જઇ ઇમરાન હાશ્મી અને દિશા પટણીએ દર્શકોને મળ્યા હતા.
તેમણે આવારાપન થ્રી ટૂંક સમયમાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. નિતિન કક્કર નિર્દેશિત આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીએ શિવમ પંડિતની ભૂમિકા ભજવી છે જે બાળકોને બચાવવાના મિશનમાં સહાય કરે છે.