હવે દ્વારકા જિલ્લામાં ગેસ પાઇપલાઇન સામે 39 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામ ખંભાળિયા: મોરબીના જેતપરમાં વીજ લાઈન વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીએસપીએલ કંપનીની ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો આક્રોશ ભભૂક્યો છે. ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણથી દ્વારકાના પાડલી ગામ સુધીની પ્રસ્તાવિત પાઇપલાઇન સામે ૩૯ ગામોના ખેડૂતો અને અગ્રણીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કામગીરી તાત્કાલિક સ્થગિત રાખવાની માંગ કરી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન પર કામગીરી શરૂ કરતા પહેલાં કોઈપણ પ્રકારની લેખિત જાણ કે નોટિસ આપવામાં આવી નથી. યોગ્ય કાનૂની પ્રક્રિયા અને ખેડૂતોની સંમતિ વગર મનસ્વી રીતે કામગીરી ચાલુ હોવાથી ખેતી અને ખેડૂતોના હિતો જોખમાયા છે. જમીન સંપાદન અને વળતરની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે અને ન્યાયી વળતર નક્કી ન થાય ત્યાં સુધી પાઇપલાઇનનું કામ રોકવામાં આવે એવી માગ છે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો મોરબીની જેમ દ્વારકા જિલ્લામાં પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ તરફ જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોની રજૂઆતો સ્વીકારીને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.




